રામાયણ સમિક્ષા – ૪

રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ

 


Side 4A – RAMAYAN SAMIKSHAA, Shree Mali Society, AMDAVAD – રામાયણ સમિક્ષા -અમદાવાદ – રામાયણની ઉત્થાનિકા – જ્યારે કોઇ આધ્યાત્મિક ગ્રંથ વાંચો ત્યારે લેખકનો ઉપક્રમ શું છે એ જાણો તો એના ઉપસંહારને સમજી શકાય. જે ધ્યેય અને જે હેતુ બ્રહ્મસૂત્ર, ભાગવત અને ઉપનિષદનો હતો એજ હેતુ રામાયણનો છે. પ્રેમના આકર્ષણ જેવું બીજું કોઇ આકર્ષણ નથી અને જ્યારે પરમેશ્વરજ પ્રેમરૂપ બન્યો હોય, પછી એના આકર્ષણની શું વાત? એટલા માટે હિંદુઓ મંદિરમાં દર્શન માટે દોડતા જાય છે. દર્શનતો ક્ષણિક હોય અને એજ પ્રભાવશાળી હોય. મંદિરનો પૂજારી ૨૪ કલાક ભગવાનના સાન્નિધ્યમાં રહે તો પણ તેને દર્શન નથી થતા. @8.34min. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજી લખે છે, હું જયારે જયારે રાજચંદ્રને મળવા ગયો ત્યારે આવો મોટો હીરાનો વેપારી, લોકો સાથે સોદા કરતો હોયને જ્યારે ઘરાક દુર થાય, એકલા પડે એની સાથેજ ગજવામાંથી ડાયરી કાઢે અને પરમાત્માની ટાંચણ, ટિપ્પણ નોટ લખ્યા કરે ત્યારે મને એમ થયું કે આ હીરા વેચવા માટે જન્મેલો નથી પણ હીરાને શોધવા માટે નીકળેલો આત્મા છે. (more…)