સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ
સાકાર, નિરાકાર અને પ્રેમ-લક્ષણા ભક્તિ
Side B –
– ઉપનિષદની ખાસિયત, તમને બધા ધર્મો-સંપ્રદાયોને સાંભળી “સનાતન” બનાવે છે. પરમેશ્વર સાકાર અને નિરાકાર, નિષ્ક્રિય અને સક્રિય, નિર્ગુણ અને સગુણ તથા જે પરસ્પર વિરોધી લક્ષણો છે તે બધાનો સમાવેશ કરે છે. @1.23min. પરમેશ્વર કલાના દ્વારા સાકાર છે અને તે પોતે કલાકાર છે. ભગવાન શિવની મૂર્તિ વિશે. નટરાજની મૂર્તિ તાત્વિક નથી પણ ભાવનાત્મક છે. @7.09min. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગમાં સમજણની અને ભક્તિ માર્ગમાં પ્રેમની પ્રધાનતા. સમજણમાં રસ ઉત્પન્ન થતો નથી. પરમેશ્વર રસરૂપ છે. નિરાકાર, નિર્ગુણ, નિષ્ક્રિય છે પરંતુ નીરસ નથી. એ તો રસ રસનો ભંડાર છે, તો રસની નિષ્પત્તિ ક્યાંથી થાય? જેમાંથી થાય તેનું નામ રાસ. તમે રાત્રે બે વાગ્યા સુધી ગરબે રમો તો પણ થાક નથી લાગતો, કારણકે તેમાંથી રસ આવે છે. @11.23min. જ્ઞાન માર્ગમાં સામિપ્યનું સુખ છે, ઈશ્વર શોધવા જવાનો નથી, તેની પાસેને પાસેજ છે. દ્રષ્ટાંતો સાંભળો. ભક્તિમાર્ગમાં પ્રેમની પ્રધાનતા છે. એની પરકાષ્ટા સંયોગ નહિ પણ વિયોગ છે. એટલે ગોપીઓ પ્રેમમાં ઝુરે છે, આ ઝુરવું એજ ભક્તિ છે. તમને તમારા પરમેશ્વરનો વિરહ થતો હોય તેની વેદના અને આંસુ પડે તેનું નામ છે ભક્તિ. ગદાધર ભટ્ટના (ચૈતન્ય મહાપ્રભુની પરંપરા) સમયનું દ્રષ્ટાંત સાંભળો. કોઈપણ વાતમાંથી સવળો અર્થ કાઢે તેનું નામ મહાપુરુષ. @21.40min. (more…)