રાજકારણ અને વિધ્વંશ કાળ – વડોદરા

રાજકારણ અને વિધ્વંશ કાળ – વડોદરા, સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ

Side A – 

– બાંધકામના ત્રણ કાળ આવતા હોય છે. નિર્માણ, સ્થગિત અને વિધ્વંશ કાળ. બધું આપણી મુઠ્ઠીમાં હોત તો આખી દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે ચાલતી હોત. આપણે પોતે પણ કોઈ બીજાની મુઠ્ઠીમાં છીએ. સૌને મુઠ્ઠીમાં રાખનાર જે તત્વ છે એનું નામ કાળ છે. “कालाय तस्मै नम:” કાળને વંદન કરીએ છીએ. જ્યારે નિર્માણ કાળ આવે ત્યારે એનું મૂખ્ય પ્રેરક બળ રાજકારણ છે.તમે રાજકારણ પ્રત્યે એલરજી ન કરશો. એલરજી કરવાના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. પણ સાથે સાથે રાજકારણને કાદવ બનાવીને એમાં ખૂંપી પણ ન જશો. ભારતમાં સૌથી મોટો દુકાળ સાચા રાજકારણીઓનો છે. જેમ બનાવટી સાધુઓ અહી છે તેમ બનાવટી રાજકારણીઓ પણ છે. જે લોકો રાજકારણને સમજતા નથી એવા લોકો રાજકારણમાં પડ્યા છે અને તેઓ પોતાની જાતને, રાષ્ટ્રને અને લોકોને નુકશાન કરે છે. (more…)