વ્યક્તિ, રાષ્ટ્ર, પ્રજાની કરોડરજ્જુ
વ્યક્તિ, રાષ્ટ્ર, પ્રજાની કરોડરજ્જુ – અમદાવાદ – પુસ્તક પ્રેમી પરિવાર સંસ્થા
Side A –
– વ્યક્તિ રાષ્ટ્ર અને પૂરી પ્રજાની કરોડરજ્જુ પૈસો છે. જો તમારી પાસે કરોડરજ્જુ રૂપી પૈસો હશે તો ટટ્ટાર બેસી શકશો, ખુમારીથી માથું ઊંચું રાખી શકશો. તમારા ચહેરાપર એક જાતની તેજસ્વીતા આપશે, પરંતુ જો પૈસો ન હોય તો લોચા થઇ જશો, ઢીલા થઇ જશો. કુદરત પૈસો આપે છે એનું ઉદાહરણ આરબ દેશો છે. @2.45min. સ્વામીજીની દુબઈની મુલાકાત. દુબઈના સમૃદ્ધ આરબો આજે પણ ગુજરાતી વેપારીઓનું બહુમાન કરે છે. શેખ લોકો એમ કહે છે કે અમે તો અહી ગધેડા ઉપર બેસીને આવેલા પણ તમે અમને મર્સિડીઝમાં બેસાડ્યા. સમૃદ્ધિનું મૂળ વેપાર-ઉદ્યોગ છે. ગુજરાતીઓ વેપારીઓ પેદા કરે છે, સેનાપતિઓ પેદા નથી કરતુ. જે પ્રજા યોદ્ધાઓ-સેનાપતિઓ પેદા નથી કરતા એનો રાજકીય ઈતિહાસ ભવ્ય હોય નહિ. રાજકીય ઈતિહાસ તલવારની ધારમાંથી નીકળતો હોય છે. અંગ્રેજો પાસે ત્રાજવા, તલવાર અને કલમ ત્રણે હતા. આપણી પાસે ફક્ત કલમ હતી. કુદરતે જેને કશુંજ આપ્યું નથી તે લોકો વધુ સમૃદ્ધ છે, એનું કારણ ત્યાં અર્થશાસ્ત્રીઓ સારા છે. અર્થશાસ્ત્રી બરાબર ન હોય તો સોનાની ખાણપર બેઠા હોય તો પણ ભિખારીજ રહેવાના. (more…)