મારું રાષ્ટ્ર
Side A – Raashtra-Vaadee Sardar AMDAVAD – રાષ્ટ્રવાદી સરદાર, જન્મ-જયંતિ પ્રસંગે.દુનિયાને કોઇની ખોટ પડતી નથી પરંતુ જો આવી ખોટ ૫૦-૬૦ વર્ષે પણ ન પૂરી શકાય તો એવું વ્યક્તિત્વ છે સરદાર પટેલ. દુનિયાની ત્રણ પ્રકારની પ્રસ્તુતતા અને સરદાર પટેલની પ્રસ્તુતતા વિશે. @4.50min. જેમ ચાણક્ય એની પ્રસ્તુતતાન દ્વારા અમર છે તેમ સરદાર પણ અમર છે.સરદાર પાસે રોકડિયો ધર્મ હતો, જેમાં સફળતાજ સફળતા હતી. સરદારને ગમે તેટલા પ્રયત્નો કરી દિલ્હી કે ગાંધીનગર દફનાવી દેવાનો પ્રયત્ન કરશે તેમ તેમ સવાયું કલેવર લઇને વધારેને વધારે ઊંચા થશે. @8.20min. ચાર વાદો – કોમવાદ, સંપ્રદાય વાદ, રાષ્ટ્રવાદ, માનવતાવાદ. આ વાદો દ્વારા તમારા નેતાઓને તપાસો તો તમારા દેશનું પરિણામ તમારી નજર સમક્ષ આવી જશે. ગાંધીજીએ આ દેશના તથા મોટા માણસોના ઘડતરમાં બહુ મહત્વનો ફાળો એ આપ્યો કે તેમને સંપ્રદાયવાદી કે કોમવાદી ન થવા દીધા. @10.50min. માણસને જો કોમવાદથી અને સંપ્રદાયવાદથી મૂક્તિ અપાવો તો તે રાષ્ટ્રવાદી થાય. આ પ્રજાને ધર્મગુરૂઓએ એવી દશા કરી કે લોકો લસણ-ડુંગળીને બદલે લાંચ ખાતા થઇ ગયા. @14.05min. ગાંધીજી આદર્શ સંત-મહાત્મા હતા કે જેમણે પોતાના સંતાનો કે વારસદારો માટે રાજકીય સ્થિતિ માટે ભલામણ ન હોતી કરી. @17.30min. અનામતના પ્રશ્ન વિશે જરુર જાણો. @21.30min. રાષ્ટ્રવાદનું મોટામાં મોટું કુલક્ષણ કોમવાદ છે. સરદાર પટેલને કોમવાદ નાબુદ કરવાની અંજલિ આપો તોજ આપણે રાષ્ટ્રવાદી થઇશું. @26.00min. દેશના ભાગલાનો ઇતિહાસ જરુર સાંભળો. @37.00min. યુરોપના નાસ્તિક દેશોમાં પ્રમાણિકતા અને પૂર્ણ રાષ્ટ્રવાદ !!! @41.00min. સરદારના નખ-શીશમાં રાષ્ટ્રવાદ અને માનવતાવાદ હતો અને હું તેના માટેજ કામ કરું છું.