વિરોધાભાષ


Side A – લસણ અને ડુંગળી – MAHUVA – Opening of Lashan Dungaree Factory – શરૂઆતમાં શ્રી મોરારીદાસ હરિયાણીનું ટૂંકમાં પ્રવચન, @11.00min. પ્રજા ત્રણ રીતે, પેટથી, મનથી અને બુદ્ધિથી મરતી હોય છે તેના ઉદાહરણો. @23.40min. ગાંધીજી અને મોરારજી દેસાઇ રોજ ડુંગળી અને લસણ ખાતા હતા. ડુંગળી લસણ ખાનારાની જેટલી પ્રમાણિકતા મળશે તેના કરતાં નહિ ખાનારા તો તમારું કાળજુ કાપી નાંખશે. @26.20min. કોઇને એમ ન થયું કે લાંચ-રૂસ્વતમાં, કાળું વ્યાજ ખાવામાં, લોકોના હક્કો છીનવી લેવામાં પાપ થાય છે અને બધું પાપ લસણ ડુંગળી અને રીંગણાંમાંજ ભરાઇ  ગયું. આચારશાસ્ત્ર જ્યારે પ્રકૃતિથી, માનવતાથી અને રાષ્ટ્રિય હિતોથી વિરૂદ્ધ થાય ત્યારે પોતેજ તે પાપ બની  જાય છે અને એને પાળનાર વધારે પાપી બનતો જાય છે. @27.35min. હું ઇતિહાસનો વિધ્યાર્થી છું, સાંભળો આ દેશ પર અને ગુજરાત પર અલ્પ સંખ્યકોએ કેમ રાજ કર્યું? @30.35min. વડોદરામાં એક ઠક્કર-લુવાણા કુટુંબની સ્ત્રીએ કેવી રીતે ચાર ગુંડાઓનો સામનો કર્યો?  @38.00min. મનથી અને બુધ્ધિથી પ્રજા કેવી રીતે મરે છે? @45.50min. ભજન, શ્રી નારાયણ સ્વામી
(more…)