હિંદુત્વ અને વિવેકાનંદ – ૨

હિંદુત્વ અને વિવેકાનંદ – સુરત મહાનગર પાલિકા

Side B –
– આપણે દેરીઓ બનાવી, ચમત્કારો કર્યા પણ એ ભક્તો પૂરતા સીમિત રહ્યા. રાષ્ટ્રીય, માનવતા વાદી ચમત્કારો ક્યા થયાં? રાષ્ટ્ર તો ગુલામ થતું રહ્યું. એટલે કદી પણ વધારે પડતો યોગ ન કરશો, આમાં કેટલુંક તો અકુદરતી છે. ઉત્તરવર્તી કાળમાં એક નવો રંગ હિન્દુત્વનો ઉપસી આવ્યો, તે છે પ્રેમ લક્ષણા ભક્તિ, સેવા પારાયણ ભક્તિનો. આચાર્યો થયા, મંદિરો થયા એટલા માટે કે આપણે ત્યાં બહુ પ્રાચીન મંદિરો મળતા નથી. આ ભક્તિયોગમાં બાળભોગ, રાજભોગ, પાનના બીડાં, ભગવાનનો મુગટ, નાચવાનું, ગાવાનું વિગેરે થતું રહ્યું અને થાય છે. ઋષિના સમયમાં તમે દર્ભાસન પર બેસી સંધ્યા કરો, કોઈ સામગ્રી નહિ, પછી ભગવાન મોંઘા થયા, ઐશ્ચર્ય ભેગું થયું, એના આચાર્યો, મહંતોને કરોડોની આવક થાય. મહંમદ ગઝની સોમનાથના મંદિરમાંથી 200 મણ સોનાની ઘંટ બાંધવાની સાકળ લઇ ગયેલો, આમ સોનાએ દુશ્મનોને આકર્ષ્યા. જો આ મંદિરોમાં આટલું સોનું ભેગું ન થયું હોત તો કદાચ ગુલામીનો પાયો ન પડ્યો હોત. હવે મંદિરો થાય તો ભલે થાય પણ મંદિરમાં સોનાના ઢગલા ન ભેગા કરો, એને માનવતા તરફ વાળો. (more…)