વ્રત, ઉપવાસ, નિયમ

વ્રત, ઉપવાસ, નિયમ, સેન્ટ લુઇસ, મસુરી, અમેરિકા

Side A –
-ગૌરી વ્રત, જય પાર્વતી વ્રત શા માટે કરવામાં આવે? @ 3.12min. વ્રતોના ભેદ. પ્રાયશ્ચિત, વૈદિક અને પૌરાણિક. @ 4.51min. પ્રાયશ્ચિત વ્રત સંબંધે, શંખ અને લિખીત ઋષિઓનું ઉદાહરણ. માણસ મોટેભાગે પોતાના માટે ઓછા પાપ કરતો હોય છે, વધારે પાપ પરિવારના મોહ માટે કરે છે. સાચી ગંગા પ્રશ્ચતાપની ગંગા છે. એવો તો કોઈ માણસજ નથી કે જેનાથી નાનું-મોટું પાપ ન થયું હોય. @11.08min. વૈદિક વ્રત – ઋષિકુળમાંથી વિદ્યાર્થી ભણીને બહાર નીકળે છે ત્યારે એને વ્રત આપવામાં આવે છે તે સાંભળો. “प्रजतन्तुमा व्यवतत्च्हित्सि.” પ્રજાના તાંતણાંને તોડીશ નહિ. અમારા જે સારા આચરણોનીજ તું ઉપાસના કરજે. વૈદિક ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે. વ્રત આપે છે, તું અનાજના ઢગલે ઢગલા કરજે. આ વૈદિક વ્રત છે. (more…)