ઈશ્વર પેટલીકર

ઈશ્વર પેટલીકર – વલ્લભ વિદ્યાનગર

Side A –
– વ્યક્તિત્વના બે પ્રકાર, એક જોડાયેલું અને બીજું બિન જોડાયેલું. તમારી પાસે વસ્ત્રો છે, દાગીના છે, શણગાર છે, ઐશ્વર્ય છે, આ બધાના દ્વારા પ્રગટ થતું વ્યક્તિત્વ એ જોડાયેલું વ્યક્તિત્વ છે. અમારા વ્યક્તિત્વમાં ગાડીના ઉમેરાથી પણ સત્કારમાં ફરક પડે છે, તે સાંભળો. જોડાયેલું વ્યક્તિત્વથી માણસ લાભ પ્રાપ્ત કરતો હોય છે. @3.59min. બીજું બિન જોડાયેલું સ્વયંભુ વ્યક્તિત્વ હોય છે. આ વ્યક્તિત્વ ચાર ભાગમાં વહેંચાયેલું છે. મસલ્સનું વ્યક્તિત્વ, તમે પહેલવાન છો? ગ્રીકનો હર્ક્યુલીસ અને ભારતનો ભીમ એ મસલ્સના વ્યક્તિત્વો છે. બીજું સૌન્દર્યનું, તમે રૂપ રૂપના અંબાર છો, ગમે તેવા કપડા પહેરો, મેક-અપ કરો કે ન કરો, પ્રત્યેક એંગલથી આ વ્યક્તિનું સૌન્દર્ય નીખરી રહ્યું છે. ત્રીજું કંઠનું, તમારી પાસે કંઠનું વ્યક્તિત્વ હોય તો તમે ગાઓ ત્યારે નાગ જેવી વ્યક્તિ, જેનો ફુંફાડા મારવાનો સ્વભાવ છે, એ પણ ડોલવા લાગે. ભારત એક હતું ત્યારે, સિંધમાં પુષ્કળ ડાકુઓ ગામને લુંટવા આવ્યા ત્યારે ગામની વચ્ચે કુંવરલાલ ભગત વ્યાખ્યાન કરે, ભગતે ગાવા માંડ્યું, અઢી કલાક પછી લુંટનો માલ ભગતની આપી ચાલવા માંડ્યું. લતાનું વ્યક્તિત્વ કંઠમાં છે. @10.50min. ચોથું અને વધારે મહત્વનું મસ્તિષ્કનું વ્યક્તિત્વ છે. અષ્ટાવક્ર, આઈનસ્ટાઇન, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ આ બધા સમર્થ ઋષીઓ છે, એમની પાસે મસ્તિષ્ક છે. આ બધા પાસેથી મસ્તિષ્ક લઇ લેવામાં આવે તો શું રહે? સૌદર્ય અને મસલ્સ પોતે પરિચય આપે છે. કંઠ અને મસ્તિષ્કનું વ્યક્તિત્વ સમય આવ્યે પરિચય થતો હોય છે. (more…)