બ્રહ્મા અને વિશ્વકર્મા

બ્રહ્મા અને વિશ્વકર્મા – વલ્લભ વિદ્યાનગર, આર્કિટેક કોલેજમાં વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ નિમિત્તે

Side A –
-સંસારના વિકાસમાં બે તત્વો બહુ મહત્વના ભાગ ભજવે છે, તે અસંતોષ અને સ્પર્ધા. આ બંનેને સંસારમાંથી કાઢી નાખવામાં આવે તો સંસારનો જરા જેટલો પણ વિકાસ થઇ શકે નહિ. માણસ જ્યાં છે ત્યાં એને અસંતોષ રહે છે અને હંમેશા બીજા કરતાં ચઢીયાતા થવાની ઈચ્છા રહે છે, રેસના ઘોડાનું ઉદાહરણ સાંભળો. @3.00min. આપણે ત્યાં ખાસ કરીને સ્થપતિ અને ઈજનેર – આર્કિટેક અને એન્જીનીયર આ બે ક્ષેત્રોનું પણ દર્શન છે. આપણી બે મૂર્તિઓ બ્રહ્મા અને વિશ્વકર્મા ધ્યાનથી જુઓ. તમારે હિંદુઈઝમને સમજવું હોય તો મૂર્તિ રચનાની ઉપેક્ષા ન કરશો, જો ઉપેક્ષા કરશો તો તમે હિંદુઈઝમને અન્યાય કરી બેસશો. એની પાછળ શું દર્શન છે? શું રહસ્ય છે તે સાંભળો. બ્રહ્મા સૃષ્ટિની રચના કરનાર આર્કિટેક છે, પ્લાન બનાવે છે. સૃષ્ટિની રચનાનું વિચાર, દર્શન, એના પાયાના ચાર ક્ષેત્રો બ્રહ્મા પાસે છે, એટલે આપણે બ્રહ્માને ચતુર્મુખ બનાવ્યા છે, તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે વ્યવસ્થા. આ જે વ્યવસ્થા કેવી રીતે સારી રહી શકે એ ધર્મ છે. એની સ્થાપના કરનારનું કામ એન્જીનીયરનું છે, એટલે કે વિષ્ણુંનું છે. (more…)