સ્વાધ્યાય પ્રવચન – ૫
સ્વાધ્યાય પ્રવચન – સુરત
Side 5A –
– @3.40min. ચિંતન, વિચારો, આચારો, સદાચારો, દુરાચારો ઉપરથી નીચે ઊતરતાં હોય છે. “यद्यदाचरति….लोकस्तदनुवर्तते”….(गीता ३-२१). અર્જુન, જે શ્રેષ્ઠ ઉપર બેઠેલો માણસ જેવા આચરણ-વિચારો ચિંતન કરે તેવું લોકો તેનું અનુવર્તન કરતા હોય છે. રાજસૂય યજ્ઞ કરવાનો થયો ત્યારે કામ વહેંચવામાં આવ્યું, તો યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને ગાદી ઉપર બેસવાનું કહ્યું અને કહ્યું કે તમારી હાજરીજ બસ છે. શ્રી કૃષ્ણે કહ્યું એમ નહિ, હું બે કામ કરીશ, એક આવનારા ઓના પગ ધોવાનું અને પતરાળા(એંથવાળ) ઉપાડવાનું કામ કરીશ. @૮.૩૨મિન. મંદિરમાં જનારાઓનો જોડા યોગ સાંભળો. નીચું કામ જ્યારે ઉંચો માણસ કરે ત્યારે શોભી ઉઠતું હોય છે. કામ મહાન નથી કામ કરનારો મહાન છે. ભગવાન બુદ્ધે ઘણી રખડપટ્ટી પછી, ઘણા અનુભવો પછી, ઘણી ઠોકરો ખાધા પછી ચાર આર્ય સત્યો શોધી કાઢ્યા. ઉત્તર્વર્તી કાળમાં વેદાંતીઓએ કહ્યું કે દુઃખ જેવી કોઈ વસ્તુજ નથી. તો પ્રજા દુખી કેમ? તો કહે કે અજ્ઞાનથી થાય છે. આ વેદાંતીઓનો અભીપ્યાય છે. બુદ્ધનું કહેવું છે કે દુઃખ એક વાસ્તવિકતા છે. @13.29min. (more…)