પરિવાર ગ્રંથ રામાયણ-૨

પરિવાર ગ્રંથ રામાયણ – ઊંઝા આશ્રમ

– નિષ્ફળતા પુરુષના ભાગમાં આવી હોય તો એની અસર બહુ ઓછી હોય પરંતુ સ્ત્રીના ભાગમાં આવે તો એની બહું બહુ મોટી અસર થતી હોય છે. શબરી તપસ્વિની થઇ. જૂનાગઢમાં એક સ્પેનથી આવેલી 40 વર્ષની તપસ્વિની “નન ” ની વાત જે વીસ વર્ષથી રક્તપીતીયાની સેવા કરે છે તે સાંભળો. ક્રીશ્ચિયાનીટી દુનિયામાં કેમ ફેલાઈ? ક્રિશ્ચિઅનોએ સેવાનો માર્ગ લીધો અને મુસલમાનોએ સમાનતા ઊભી કરી અને એમાંથી એક શક્તિ ઉત્પન્ન થઇ. આપણે યજ્ઞો ઉપર અને પછી છપ્પન ભોગો ઉપર અને પાટલે બેસવા ઉપર ભાર મૂક્યો. હિંદુઓ કેમ માર ખાય છે? તે સમજો. આપણે ફક્ત ભગવાનની પાછળ ખર્ચો કર્યો. ગાંધીજી પ્રાર્થના કરતા તેમાં એક પૈસાનો ખર્ચ નહિ. સોમનાથનું મંદિર તૂટ્યું ત્યારે ત્યાં ૧૦૦૦ પુજારીઓ પૂજા કરતા હતા. કોઈ રક્ષણ ન કરી શક્યું. (more…)