સ્મશાન

ભરૂચ રોટરી ક્લબ

Side A –
– દુનિયાની બધી પ્રજા એક સરખી સુખી નથી. પ્રજાઓ વચ્ચેના ભેદનું કારણ શું છે? જે પ્રજાની પાસે ઉત્તમ જીવન વ્યવસ્થા છે તે વધારે સુખી છે. જેની પાસે નથી તે વધારે દુખી છે. દક્ષિણ-ઉત્તર કોરિયા અને પૂર્વ-પશ્ચિમ જર્મનીના ઉદાહરણો. @3.41min. વ્યવસ્થાના બે પક્ષો છે, એક વ્યવસ્થાનું દર્શન અને વ્યવસ્થાની સ્થાપના. પરદેશમાં ડ્રાઈવિંગ શીખવું હોય તો પહેલાં ચોપડીની પરિક્ષા તે પાસ થાય પછીજ ડ્રાઈવિંગનો ટેસ્ટ આપવામાં આવે. આપણાં દેશમાં ઘરબેઠાંજ લાયસન્સ આવી જાય છે અને તેના પરિણામો રોડ ઉપર જોઈ શકાય છે. ઋષિનો અર્થ સમજો. સત્યનું શોધન કરે તેને ઋષિ કહેવાય. સત્યને શોધવું સરળ નથી કદાચ સરળ પણ હોય પણ એને સ્થાપિત કરવું અઘરું છે. સત્યને પરાક્રમ વગર સ્થાપિત કરી શકાય નહિ. સત્ય અને પરાક્રમ આ બંનેની ઉપાસના એક સાથે થવી જોઈએ. (more…)