સમાજ ક્રાંતિ

સમાજ ક્રાંતિ – કન્યા છાત્રાલય અને શ્રી નાગરદાસ શ્રીમાળીની પ્રતિમાનું ઉદ્ઘાટન

Side A –
– સ્થળનો ઉલ્લેખ નથી. ગાંધીજી અને પ્રશ્નો – જે લોકો પ્રશ્નોથી ભાગે છે અથવા લોકોને ભગાડે છે, તે કાયર સમાજની પેદાશ કરે છે. જે લોકો પ્રશ્નો સામે ઝઝૂમવાનું શીખવે છે, તે પ્રજાને સાચું નેતૃત્વ આપે છે. ગાંધીજી સાથે મતભેદ હોઈ શકે, પરંતુ આ એક એવો માણસ છે, જેણે બધા પ્રશ્નોને સ્પર્શ કરેલો. તમે રાજકીય ક્રાંતિ કરી શકો, કારણકે ત્યાં કોઈની બુદ્ધિ બદલવાની નથી. પરંતુ તમારે ધર્મ ક્રાંતિ કરવી હોય તો બહું અઘરું કામ છે, કારણકે ધર્મના મૂળ શાસ્ત્રમાં અને શાસ્ત્રના મૂળ પરમાત્મામાં હોય છે. @2.54min. ટર્કી દેશમાં હતાતુર્ક કમાલ પાસાએ કરેલી ક્રાંતિ વિશે જરૂર સાંભળો. આ માણસે આખા તુર્કસ્તાનને બદલી નાખ્યું. તુર્કસ્તાન મુસ્લિમ દેશ હોવા છતાં કોઈ દાઢી રાખી શકે નહિ, બુરખા પહેરી શકે નહિ, ક્યાય મદ્રેસા જોવા મળે નહિ અને કોઈ જગ્યાએ અરબી લીપી જોવાની મળે નહિ. ચર્ચિલે કમાલ પાસા માટે લખ્યું છે કે હતાતુર્ક કમાલ પાસા જેવો માણસ વિશ્વમાં સો વર્ષમાં એકજ વખત થતો હોય છે. આખી દુનિયામાં બે પ્રકારની પ્રજા બધી જગ્યાએ વસે છે. રાજ કરનારી અને ગુલામ. (more…)