વ્યક્તિત્વનું માપ
વ્યક્તિત્વનું માપ – વાઘોસણા – ગામનું પ્રવેશ દ્વાર અને ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે
Side A –
– વ્યક્તિત્વને ત્રણ ભાગમાં જોઈ શકો, ખૂબ ઊંડાણ, વિશાળતા અને ઊંચાઈ. આ ત્રણમાંથી જેનામાં એક પણ ન હોય,એની પાસે કોઈ વ્યક્તિત્વજ નથી. સમુદ્ર પાસે બે વસ્તુ જોવાની છે, એક તો તાગ ન લઇ શકાય એવી ઊંડાઈ છે અને બીજી એનો છેડો ન દેખાય એવી વિશાળતા છે. તમે જો રાજકારણમાં પડ્યા તો તમારી ઊંડાઈ એટલી હોવી જોઈએ કે તમને જલ્દીથી કોઈ માપી નહિ લે. એ ઊંડાઈમાંથી મુત્સદ્દીગીરી નીકળતી હોય છે. બિલકુલ છીછરો માણસ મુત્સદ્દી ન હોઈ શકે, એટલે એ મહત્વના કર્યો ન કરી શકે. દેશમાં અત્યારે મુત્સદ્દીગીરીનો એક બહુ મોટો દુકાળ પડ્યો છે. આખી દુનિયાનો, અમેરિકાને ગાળો દેવાનો શોખ થઇ ગયો છે. ઈરાક્પર હુમલો થયો એ નીતિમત્તા નથી, કોઈ રીતે એનું સમર્થન કરી શકાય એમ નથી, તે છતાં મુત્સદ્દીગીરી એમ કહે છે કે જેના(અમેરિકા) વગર તમને ચાલવાનું નથી તેની સામે વગર કારણે શીંગડા ન ભરાવો. આજે દુનિયા પાસે અને ભારત પાસે જો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે આતંકવાદીઓનો છે અને આ આતંકવાદને આપણે પહોંચી શકવાના નથી, પણ અમેરિકા કે પશ્ચિમના દેશોજ પહોંચી શકશે, તો એનો ઉકેલ એમને લાવવા દો. @5.52min. આ આખો આતંકવાદ એમના તરફ વળી જાય એવો પ્રસંગ થયો છે. WORLD TRADE CENTER તૂટ્યા પછી આતંકવાદ કેટલો ભયંકર છે, એનું એમને ભાન થયું. લાંબી દ્રષ્ટિએ આપણને ફાયદો થશે કારણકે એમનો પ્રશ્ન અને આપણો પ્રશ્ન એક થઇ જવાના છે. જે બીજાને માપી લે પણ પોતાને મપાવા ન દે એને મુત્સદ્દી રાજનેતા કહેવાય. (more…)