છત્રપતિ શિવાજી

છત્રપતિ શિવાજી ગુણગ્રાહી બનીને આપણી ઉણપોને જાણીએ તો જ ‘વીરતા પરમો ધર્મ’ સાર્થક થઈ શકે.

-વર્ધનવંશ પછી, શિવાજી મહારાજથીજ ભારતનો ઇતિહાસ શરુ થાય છે. કેમ? શું ખુટે છે? @9.00Min. હિંદુઓ પાસે શૌર્યવાળું સૈન્ય છે, સેનાપતિ છે પરંતુ પોતનો હિતકારી, સાર્વભૌમ, સર્વોચ્ચ નિર્ણય કરનારો રાજા નથી. @12.00Min. શિવાજીના કીલ્લાઓ. @14.30Min. સ્વયંભૂ ચરિત્રો વિશે. એક હજાર વર્ષમાં, જે પ્રજાને સાચું દર્શન કરાવનારો કોઇ મહાકવિ નથી મળતો, તેની સંસ્ક્રૃતિ નષ્ટ થઇ જતી હોય છે અને દર સો વર્ષે એક ઐતિહાસિક પુરુષ નથી મળતો હોતો તેનો ઇતિહાસ ખતમ થઇ જતો હોય છે. @23.45Min. શિવાજીના જીવનના ચાર પાસાઃ શૌર્ય, વીરતા, નૈતિકતા અને માનવતા. અફઝલખાને શિવાજીને પકડવાનું બીડું ઝડપ્યું. સૌ પ્રથમ તુળજા ભવાનીનું મંદિર તોડ્યું અને પછી ગાયોની હત્યા કરી. અફઝલખાનના લશ્કરમાં અડધો અડધ હિંદુઓ હતા, ૨૦૦ ઉપર તો મોટી મોટી પોસ્ટ ઉપર બ્રાહ્મણો હતા, છતાં હિંદુઓ કેમ ચૂપ રહે છે? 28.00Min. શિવાજી જોડે ભાષ્કરની વ્યષ્ટિ. અફઝલખાનનો અંત @35.50Min. વર્ષો પહેલાં ગુરુ ગોવિંદસિંહે લખેલું કે ગમે તેટલા સોગંદ મોગલ સલ્તનત ખાય તો પણ તેનો ભરોસો કરવો નહિ. @43.00Min. ઔરંગઝેબે શિવાજીને જેર કરવા પોતાના મામા સાહીસ્તખાનને મોકલ્યો. શિવાજીએ તેને હરાવ્યો અને અપમાનિત સ્થિતિમા ભગાડ્યો.
(more…)