ગૌ-સંસ્કૃતિ અને વિજ્ઞાન – અમદાવાદ

 

દુનિયામાં તમને ચાર પ્રકારની પ્રજા જોવા મળશે. સંસ્કૃતિ પ્રધાન, અર્થ પ્રધાન, સૈનિક પ્રધાન અને વિજ્ઞાન પ્રધાન. આ ચાર દ્રષ્ટિકોણને સમજજો એટલા માટે કે પશુ સંબંધી જે ચિકિત્સા અથવા જીવનની બીજી કોઈપણ બાબતની વૈજ્ઞાનિક દ્રષ્ટિ પરદેશમાંથી કેમ આવે છે? એનું મૂળ કારણ શું છે? ભારતની પ્રજા સંસ્કૃતિ પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજા સૈનિક પ્રધાન પ્રજા છે. મુસ્લિમ પ્રજાનો અભિગમ સાયન્સ પ્રત્યે નથી પણ સૈનિક શક્તિ પ્રત્યે છે, એટલે ઈસ્લામે બહું મોટો ઈતિહાસ સર્જ્યો છે. 1300-1400 વર્ષ પહેલાં જે ઇસ્લામનો ઉદય થયો અને માત્ર 100 વર્ષના ટૂંકા ગાળામાં અબ્રસ્તાનથી માંડીને સ્પેન સુધી લીલો ઝંડો ફરકાવી દીધો અને આજે આખી દુનિયામાં દરેક જગ્યાએ મુસ્લિમોની આબાદી છે અને શક્તિ છે. ભારતની પાસે સૈનિક શક્તિ નથી, એટલે ભારત ફેલાઈજ ન શક્યું. આપણી સંસ્કૃતિને વહન કરનારા ત્રણ મુખ્ય ધર્મો હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે અંતર્મુખતાને પ્રાધાન્ય આપે છે કે બહિર્મુખ થઈને શું મળશે? તમારા પોતાના અંદર ડૂબકી મારો, એનું પરિણામ એ આવ્યું કે તમારા અહિયાં હજારો આચાર્યો થયા, સતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ, વેદ-ખડ્શાસ્ત્રો મોઢે રાખનારા થયા પણ ઇતિહાસનું નિર્માણ કરનારા કોઈ ન થયા.

પશુને આપણે જોઈએ છીએ અને પશુને પશ્ચિમનો માણસ જુએ છે એમાં શું ફરક છે? આપણે ગાય જોઈએ એટલે કહીએ કે શુકન થયા. આદિથી અંત સુધી, ગાય પવિત્ર છે એમ કહીએ છીએ. કાશીના દશાસ્મેદ ઘાટ ઉપર વાછરડી દ્વારા વૈતરણી તરવાની વાત સાંભળો. જર્મનીમાં ગાયના બાવડાં એવડાં મોટાં કે જમીનને અડતાં હોય. વૈતરણી પર કરવા વિશેની એના મગજમાં કોઈ વાતજ નહિ, એના મગજમાં એકજ પ્રશ્ન છે કે આ ગાયમાંથી વધારેમાં વધારે દૂધ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આપણાં મગજમાં એ વાત છેજ નહિ, એનું પરિણામ એ આવ્યું કે ગાયનું સાયન્સ આપણે ત્યાંથી લાવવું પડ્યું. આપણું વૈતરણી વાળું સાયન્સ કોઈ લેવા તૈયાર નથી. આપણે કહીએ કે તમારા પૂર્વજોને પાર કરવા હોય તો થોડી ગાયો રાખો પણ એ કોઈ લેવા તૈયાર નથી. પ્રજા ક્યારે મરતી હોય છે? સાયન્સ વિરોધી બનાવો ત્યારે. સંસ્કૃતિ વિના પ્રજા જીવે નહિ, સંસ્કૃતિ હોવીજ જોઈએ પણ સંસ્કૃતિને સાયન્સ વિરોધી ન બનાવો. સંસ્કૃતિનો પાયો ધર્મ અને ધર્મનું પરિણામ અધ્યાત્મ અને આ ત્રણેને તમે માનવતાનું દ્રોહી ન બનાવો, નહિતો તમારી સંસ્કૃતિના કારણે તમારી પ્રજા પીડા પામતી થશે. આ દેશમાં કેટલી વિધવાઓ દુઃખી થઇ? આજે પણ એવીજ સ્થિતિ છે. @8.56min. સિદ્ધપુરમાં વિધવાઓ વિષે સાંભળો. આપણી સંસ્કૃતિ વિધવાઓના પ્રશ્નોને હલ કરે છે? તમારે ત્યાં કેટલા શૂદ્રો થયા, અસ્પૃશ્યો થયા એ બધાની વચ્ચે તમારી સંસ્કૃતિ ચાલતી રહી. આજે જે કંઈ જુઓ છો એ પશ્ચિમની હવાનું પરિણામ છે. @13.13min. હું જોઉં છું કે આજે એક વિશ્વ સંસ્કૃતિ ઊભી થઇ રહી છે અને એ કલ્યાણકારી છે. આપણે પોતે એમ કહીએ છીએ કે “वसुदैव कुतुंबकं, यत्र विश्वम् भवत्येकनीडं” આ વિશ્વ સંસ્કૃતિ ઉદાહરણ સહીત સાંભળો. @18.23min. આયુર્વેદના સંમેલનની વાત સાંભળો. આ ચર્ચા બીજા પ્રવચનોમાં આવી ગઈ છે. અહીં લોકોના મગજમાં એટલું બધું ભર્યું છે કે સાયન્સ માટે જગ્યાજ નથી. સાયન્સના પ્રોફેસરનો MSc. પાસ થયેલો છોકરો હવે વૈભવ લક્ષ્મીના વ્રત દ્વારા વૈભવનો ઢગલો કરવા માંગે છે, એના અંદર સાયન્સ ભર્યુંજ નથી. @20.48min.કોઈ માણસને ભગવાન ન બનાવો. માણસને ભગવાન બનાવશો તો પછી તમે એની ભૂલ કાઢી શકશો નહિ અને ભૂલ નહિ કાઢી શકો તો તમે વિકાસ ન કરી શકો. રાઈટર બંધુના વિમાનમાં તમે ઉમેરો-સુધારો ન કરો તો કોનકોર્ડ અને જમ્બોજેટ ન બનાવી શકો.ચરક અને સુશ્રુત ઋષિ છે, મહાપુરુષ છે, પણ ભગવાન નથી. ઋષિ કદી દાવો નથી કરતો કે એ પૂર્ણ છે. હવે તો ભગવાન થવું ઘણું સરળ છે. રજનીશ 30 વર્ષ સુધી ભગવાન રહ્યા પછી કહ્યું કે હું ઓશો છું. પરમેશ્વર એ પરમેશ્વરજ છે. જયારે કોઈ ન હતું અને આપણે કોઈ ન હોઈએ અને જે રહે છે તે પમેશ્વર છે. પરમેશ્વર એકજ છે, શાને માટે આ રવાડે ચઢ્યા છો? કોઈ જ્ઞાન પૂર્ણતાવાળું હોતુંજ નથી. આપણે ત્યાં 40 વર્ષથી એમ્બેસેડોર એકજ મોડેલ ચાલી આવે છે. ભલા થાઓ, જ્ઞાન ઉપર કદી પૂર્ણવિરામ ન હોય. @25.06min. ભારતમાં રીસર્ચ વૃત્તિ કેમ નથી? એક વાંદરો મરી ગયો તો આપણે કલ્ચરની દ્રષ્ટિએ હનુમાનજીની સ્મશાન યાત્રા માટે ફાળો ભેગો કરીએ છીએ. એ હનુમાનજીને આ પશ્ચિમવાળાએ રીસર્ચનું માધ્યમ બનાવી દીધું કે જાતજાતના રોગો કેમ થાય છે? મેલેરિયા કેમ થાય છે? હાડકું તૂટ્યું હોય તો કેમ સાંધી શકાય? વિગેરે. ભારતમાં જેટલી પ્રાણીઓ પ્રત્યે વૃત્તિ છે એટલી દુનિયાના કોઈ ભાગમાં નથી, તેમ છતાં જેટલાં પ્રાણીઓ ભારતમાં રિબાય છે એટલાં દુનિયાના કોઈ ભાગમાં રીબાતાં નથી. અમેરિકામાં ગૌ શાળા જોઈ. અહીં પ્રાણીઓને રીબાવવામાં નથી માનતા અને આપણે ત્યાં જીવાડવામાં માનીએ છીએ કે જીવો પણ રીબાતાં-રીબાતાં. કેટલી દયાના પરિણામે પાંજરાપોળ બનતી હોય છે, એની વૃત્તિની હું કદર કરું છું પણ ત્યાં એટલી બધી જીવાત જોવા મળશે કે આ ઢોરાંની જગ્યાએ પાંજરાપોળ ચલાવનારાને 24 કલાક બાંધો તો કહેશે કે આના કરતાં મને મારી નાંખો તો વધારે સારું, કારણકે આપણી સંસ્કૃતિમાં ધર્મ છે, સંસ્કૃતિ છે પણ સાયન્સ નથી. એટલે આપણે ઓછીતું સાયન્સ લેવું પડ્યું છે.આપણું પ્રાચીન કાળનું થોડું ઘણું સાયન્સ હતું તે દબાઈ ગયું છે. આયુર્વેદના વૈદો પોતાને ડોક્ટર લખે છે અને વૈદ લખે તો ખોટું લાગે છે. APC વાટી વાટીને આપ્યા કરે છે, કારણકે એ અસર કરે છે. તમે પૂર્ણવિરામ મુક્યું એટલે તમારું સાયન્સ દબાય ગયું છે. આ પૂર્ણતાએ ભારતને મારી નાંખ્યું પણ એને ઋષિઓની માફક ગતિશીલ રાખ્યું હોત તો પશ્ચિમની સાથે ભારત પણ દુનિયામાં છવાઈ ગયું હોત. @29.28min. આજે ગુજરાતમાં 1કરોડ 85લાખ ઢોરો છે. ખરેખર ગુજરાતને 50 લાખ ઢોરોનીજ જરૂર છે. એટલે સવા કરોડ ઉપરાંત ઢોરાં ફાજલ છે. આ વધારેના ઢોરો પેલા 50લાખ ઢોરોનું ઘાસ ખાય જાય છે. આપણે જે સમાજ વ્યવસ્થા ગોઠવી તેમાં બહું મોટી પાયાની ભૂલ થતી લાગે છે, તે વિસ્તારથી સાંભળો. પશ્ચિમવાળાઓએ શું કર્યું કે જે ખેતી કરે એજ પશુ પાલન કરી શકે. આપણો ખેતી કરનારો વર્ગ જુદો, ખેતીની પેદાશને વેચનારો જુદો અને પશુપાલન કરનારો વર્ગ જુદો. હવે આ શોષણ ન થાય તો તો થાય શું? ખેતી કરનારને વેપાર નથી આવડતો એટલે વેપારી એનું શોષણ કરે છે. આજે ઘણું બદલાઈ રહ્યું છે. 40 વર્ષમાં બે મોટી ક્રાંતિઓ થઇ છે. ખેડૂતના દીકરાઓ વેપારી થયા અને મજુરના દીકરાઓ સાહેબ થયા. 40 વર્ષ પહેલાં જે બહાર ન હોતા બેસી શકતા તે ઓફિસમાં ખુરસી પર બેસે છે. હું આને ઓછી ક્રાંતિ નથી માનતો. આ ક્રાંતિ મારા કે કોઈ ધર્મગુરુના કહેવાથી નથી આવી, તમે એને રોકી ન શકો. તમે સમયને ઓળખો, પ્રવાહને ઓળખો અને ભૂલોને સુધારો. @35.06min. અમારા એક મુની છે જે પ્રચાર કરે છે કે ટ્રેકટરો ન રાખો અને બળદથી ખેતી કરો. ટ્રેક્ટરનો શું ફાયદો છે તે જાણો. તમે એને અટકાવી ન શકો, કારણ કે માણસનું માઈન્ડ અર્થપ્રધાન છે. તો પછી વધારેના ઢોરોનું કરશો શું? આ બાબતમાં સ્વામીજીના બે લેખો એમના પુસ્તક “નવા વિચારો” માં છે.વીસ વર્ષની યોજના બનાવો. આ જર્મની કે ઓષ્ટ્રેલિઆ નથી કે તમે ઢોરોને કતલ ખાને મોકલી નાશ કરી શકો.એ તો આ દેશમાં શકયજ નથી પણ 20 વર્ષમાં એનો વંશ બદલી નાંખો અને એવો વંશ બનાવો કે પેલા ભરવાડને 200 ગાયો રાખવાના બદલે ફક્ત 10 ગાયો રાખવી પડે. એક સમયે જર્મનીને એવો પ્રોબ્લેમ હતો કે 10 લાખ ટન બટરને કરવું શું? જ્યાં સુધી તમારા મગજમાં સાયન્ટીફીક એપ્રોચ નહિ આવે ત્યાં સુધી તમે આ ભિખારીપણામાંથી ન છૂટી શકો. ઈશ્વરે તમને ઢગલાબંધ આપ્યું છે પણ તમે એનો સંસ્કૃતિ-સાયન્સ, સંસ્કૃતિ-સૈનિક, અને સંસ્કૃતિ-અર્થતંત્રનો મેળ કરી જાણો તો.@39.48min. આખું મિઝોરામ, નાગાલેંડ કેમ ક્રિશ્ચિયન થઇ ગયું? તે સાંભળો. @44.27min. દૈવી પ્રેમ અને માયાવી પ્રેમ @46.13min