લંડન, યુ.કે.

Side6B –

– રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર આગળ ચાલ્યા અને મીથીલામાં જનક રાજાને ત્યાં સ્વયંવરમાં પહોંચ્યા.વાલ્મીકી રામાયણમાં સ્વયંવર નથી. વાલ્મીકી રામાયણમાં એવું વિધાન છે કે શિવ ધનુષ્યની પ્રત્યંચા (પણછ) ચઢાવવા માટે બધા રાજાઓને ભેગા કર્યા પણ કોઈ પ્રત્યંચા ચઢાવવાવાળો મળ્યો નહિ, એટલે રાજાઓ ઉશ્કેરાયા અને સીતાજીનું હરણ કરવા તૈયાર થયા એટલે પછી જનકે બધા રજાઓ સાથે યુદ્ધ કરી તેમને ભગાડ્યા. ત્યાર પછી એક વર્ષથી શિવ ધનુષ્ય પડ્યું છે પણ એને ચડાવનાર કોઈ મળ્યો નથી. તુલસી રામાયણમાં તત્કાળ સ્વયંવર છે. એટલે પહેલાં કન્યા સ્વયંવરના દ્વારા પણ પોતાના મુરતિયાને નક્કી કરતી હતી. કન્યાનું સમર્પિત જીવન છે અને એ આખી લગ્ન સંસ્થાનો આ પાયો છે. સમર્પણની તપસ્યા જામતાં જામતાં જામે એટલે વર પ્રત્યાર્પિત થાય અને પછી ઘરનો ચાર્જ આપી દે. જે સ્ત્રી, કન્યા સમર્પિત ન થઇ શકે તે કદી દામ્પત્યની સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે, ઉદાહરણ સાંભળો. @5.22min. આપણે એમ માનીએ છીએ કે ઘરને સુધારે છે કન્યા, પેઢીને સુધારે તે પુરુષ. કન્યા વંશને પણ સુધારે છે. કન્યા પરણ્યા પછી એનો EGO (અભિમાન) ઉતરવો જોઈએ. એક દંપતીનું ઉદાહરણ સાંભળો કે રવિશંકર મહારાજના આશીર્વાદથી એમનું દામ્પત્ય કેવી રીતે સિદ્ધ થયું? રવિશંકર દાદાએ કહ્યું કે તું સુખી થવા નહિ, પણ બીજાને સુખી કરવા માટે પરણી છે. આ એક આદેશે કન્યાના આખા જીવનની બદલી નાંખ્યું, જોતજોતામાં આખા ઘરની રાણી થઇ ગઈ. પતિએ છ મહિનામાં ઘરની બધી ચાવીઓ આપી દીધી. @11.11min. અમેરિકામાં એક બહેન નવી ગાડી લેવા ગઈ તે વિષે સાંભળો. જ્યાં સમર્પણ અને પ્રત્યાર્પણ થાય ત્યાંજ દાંપત્ય જામે. એટલે સ્વયંવરમાં કન્યા વરને વરમાળા પહેરાવે એ સમર્પણનું પ્રતિક છે. રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનકપુરમાં પહોંચ્યા એટલે જનકને ખબર પડી અને દોડતા આવ્યા. જનકના પ્રધાનમંત્રીનું નામ છે, શતાનંદ અને એ ગૌતમ-અહલ્યાનો દીકરો છે. એને ખબર છે કે મારી માં શીલા થઇ ગઈ છે, એટલે એની માંના સમાચાર પૂછ્યા. વિશ્વામિત્રે કહ્યું તારી માંની પુન:પ્રતિષ્ઠા થઇ છે. શતાનંદને પોતાની માંના પ્રત્યે ઘ્રણા નથી, કેવો સમાજ હશે? એ વિચાર કરો. @15.03min. એક આશ્રમમાં બનેલી ઘટના સાંભળો. એક છોકરો ઉતરેલે ચહેરે બાકડા ઉપર બેઠો હતો. સ્વામીજીએ પૂછ્યું ત્યારે એણે એની જુવાન માંની વાત કરી કે એના પિતાના સ્વર્ગવાસ પછી ઘરના મુનીમ જોડે સંબંધ બંધાયો હતો, પછી શું થયું તે સાંભળો. સ્વામીજીએ સમજાવ્યો કે ભૂલ તારી માંથી થઇ છે એમાં એનો દોષ નથી, પણ સમાજની વ્યવસ્થાનો દોષ છે. 24 વર્ષની એક વિધવાને, આજીવન વિધવા ન રાખી શકાય. ઋષિ મુનીઓથી પણ આવી ભૂલો થઇ છે, એટલે તારી માંથી પણ થઇ ગઈ છે. સ્વામીજીએ મુનીમને રજા આપવાનું કહ્યું. @20.31min. શતાનંદની પણ આજ સ્થિતિ છે. કદી પણ સંકુચિત ન થશો, તમારી વિશાળતા, તમારી ઉદારતા એ સંસ્કૃતિને વધારે વિશાળ-ઉદાર બનાવશે. હવે તુલસી રામાયણ પ્રમાણે ચાલીશું. એક સરસ મજાની જગ્યાએ રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્રને ઉતારો આપ્યો. બીજા દિવસે રામ વિશ્વામિત્રને પૂછે છે કે હું લક્ષ્મણને જનકપુર બતાવી લાવું? વિશ્વામિત્રે આજ્ઞા આપી એટલે બંને ભાઈઓ ફરવા નીકળ્યા અને આખું જનક્પુર એમને જોવા નીકળ્યું. બીજે દિવસે બંને ભાઈઓ વિશ્વામિત્રની પૂજા માટે પુષ્પો લેવાપુષ્પવાટિકામાં ગયા. રામાયણ પ્રેમ ગ્રંથ છે. એમાં રોમાન્સ છે, શૌર્ય છે, ભક્તિ છે અને પ્રેમ પણ છે. પુષ્પવાટિકામાં સીતાજી પણ આવ્યાને બંને એકબીજાને જોઇને સ્તબ્ધ થઇ ગયા. “रघुबंसी न कर सहज स्वभाउ, इमिकुपंथ पग देत न काउ, नारी नयन सर जाहु न लागा” કાલિદાસના કાવ્યની દુષ્યંત અને શકુંતલાની વાત સાંભળો. @26.10min. સીતાજી ગૌરી માતાનું પૂજન કરવા ગયા પછી પ્રાર્થના કરી “मन ज्यांही राचाव, मिलहि सोई वर, सहज सुन्दर शामळो.” હે માં જગદંબા તું મારાપર રાજી હોય તો હમણાં મેં પેલો વાર જોયો તેજ તું મને આપજે. તુલસીદાસ કહે છે, શું થયું કે એજ સમયે ગૌરીના ગળામાં પડેલી માળા છૂટી અને સીતાજીના ગળામાં આવી ગઈ. સીતાજી ભાવ વિભોર થઇ ગઈ. બીજા દિવસે સ્વયંવર શરુ થયો. રામાયણમાં લખ્યું છે કે શિવ ધનુષ્યને લાવવા માટે કેટલાંયે પૈંડા વાળા રથને ચોકમાં લાવવા 5000 માણસો ધક્કા મારતા હતા. પ્રત્યંચા ચઢાવવા પ્રથમ રાવણ પગ પછાડતો પછાડતો આવ્યો અને એને જોઇને સીતાજીના શ્વાસ અધ્ધર થઇ ગયા. રાવણ ધનુષ્યને જરાપણ હલાવી શક્યો નહીં. પછી તો એ ધનુષ્ય કોઈ પણ હલાવી શક્યું નહીં. @31.56min. તુલસી રામાયણનું મહત્વ કવિના સ્ટેટમેંન્ટને કારણે છે. એટલો સચોટ અભિપ્રાય આપે છે કે તમારા જીવનની નશેનશમાં વણાય જાય. “डग इन संभु सरासन कैसे, कामी बचन सती मन जैसे, भूप सहस दस एकहि बारा लगे उठावन टर इन टारा”આ શંભુનું જે ધનુષ્ય છે, એ ઉઠતું, હાલતું કેમ નથી? દસ હજાર જેટલા બધા રજાઓ ભેગા થઇ ગયા પણ ધનુષ્ય ઉપડ્યું નહીં. જનક પછી નિરાશ થઇ ગયા અને ગમે તેમ બોલવા લાગ્યા. મેં ભૂલ કરી કે સીતાજીનો સ્વયંવર કર્યો. આ બધા બાયલા, કાયરો, નકામા માણસો ભેગા થયા છે એટલે મારી દીકરી કુંવારી રહેશે. @36.28min. લક્ષ્મણથી આ સહન ન થયું એણે કહ્યું મોટાભાઈ આ જનક શું બોલે છે? રામ કહે છે, ધીરજ રાખ, આપણી સાથે આપણાં વડીલ છે. આ પરાક્રમની સાથે ધૈર્ય છે. પછી વિશ્વામિત્રે કહ્યું, રામ ઉઠો અને શિવ ધનુષ્ય તોડો, રામ કહે આજે નહિ, હું કાલે તોડીશ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. @38.00min. આદર્શો દ્વારા કર્તવ્ય વિમુખતા @42.57min. ભજન – રામ તમે સીતાજીના તોલે ન આવો.