લંડન, યુ.કે.
Side3B –
– રસ હૃદયમાં રહે છે, મગજમાં તો ગણિત રહે છે. આજે અમે એ ગણિત ગણતા થઇ ગયા છીએ કે કથામાં શેઠને આગળ બેસાડીએ છીએ. બુલ્લેશાહ સુફીની કાફી સાંભળો. “अगर तेरा जी चाहे तो मंदिरको तोड़ दे और जी चाहे तो मस्जिदको तोड़ दे, मगर किसीका दिल मत तोड़ क्योंकि दिलही खुदाका घर है” જો દિલ તૂટ્યું તો કોઈ એને બનાવી શકે નહીં. તમે એમ માનતા હોવ કે, અમુક જળમાં નહાવાથી કે અમુક જળ પીવાથી પવિત્ર થઇ જવાય તો એ બિલકુલ ખોટી વાત છે. પવિત્રતા, શુદ્ધિ તો હૃદયમાંથી આવે અને એ જ્યાં શુદ્ધ થયું નહિ, કે ભગવાન આપોઆપ ત્યાં ઝૂલા ખાવા, હિંચવા માંડે. @3.57min. એમ શિવ જેવા સમર્થ શિવ પણ સતીના વિયોગમાં નિર્વેદ ભાવને પામ્યા અને કૈલાસમાં જઈને બેસી ગયા. માણસને કોઈ ઘડતર કરાવવું હોય તો એને વફાદારી શીખવવાની. અલ્સેસિયન કુતરો તમે કેમ રાખો છો? કારણકે એમાં વફાદારી છે. આ કુતરાની વાત નથી પણ તમારીજ વાત છે. ફરી પાછા દેવો ભેગા થયા અને વિચાર્યું કે હવે કરવું શું? આ માણસના દ્વારા તો આખા સંસારનું કાર્ય કરાવવાનું છે, અને એ તો નિર્વેદ ભાવથી બેસી ગયા. એટલે દેવોએ શિવજીમાં કામવાસના જગાડવાનું નક્કી કર્યું, કારણકે જ્યાં સુધી એની કામ વાસના જાગે નહિ, ત્યાં સુધી રસ લેતો થાય નહીં. ત્યાર પછી કામનેજ મોકલ્યો અને પછી શું થયું તે સાંભળો. વાલ્મીકી રામાયણમાં આ નથી કારણકે તુલસીદાસને શ્રાપ અપાવવો છે. કામે એનું પ્રગટ્ય કર્યું અને ચારે તરફ કામનું વાતાવરણ જામ્યું. શિવને ક્ષોભ થયો ત્યારે એમણે ત્રીજું નેત્ર ખોલ્યું અને એમાંથી પ્રચંડ અગ્નિ નીકળ્યો, એટલે કામ બળીને ખાક થઇ ગયો. આ પૌરાણિક રૂપકોની પાછળનો મેસેજને સમજો. કામની પત્નીનું નામ છે “રતી” અને એ રોતી કકળતી શિવ પાસે આવી. @8.42min. શિવ પ્રસન્ન થયા અને કહ્યું તારો કામ મર્યો નથી અને હવે એ “અનંગ” થશે અને વગર અંગે બધામાં વિકાર કરશે, એનું બીજું નામ રાખ્યું “સ્મર” કામના માટે કોઈ નિમિત્તની જરૂર નહીં. કોઈ પણ જગ્યાએ બેસો, તમે યાદ કરો એટલે હાજર થઇ જાય, એટલે એનું નામ પડ્યું સ્મર અને મહાદેવનું નામ પડ્યું “સ્મરહર” આ વાત પૂરી થઇ. હવે મહાદેવ ઊભા થયા, વિક્ષોભ થયો પ્રવૃત્તિનું મૂળ આવ્યું. પાર્વતી વ્રત લઈને બેઠી છે એટલે બધા દેવો ભેગા થયા અને પ્રાર્થના કરી કે ભગવાન હવે તમે લગ્ન કરો. @13.29min. બધા દેવોનું માં રાખી શિવજી પરણ્યા, આ એમનું દ્વિતીય લગ્ન છે. શિવ બે વાર પરણ્યા એના પાછળનો આધ્યાત્મિક ભાવ સમજવા જેવો છે. પેલી જે મૂળ પ્રકૃતિ છે, પ્રલયાવસ્થાની એનું નામ સતી છે. સંસ્કૃતમાં સતી શબ્દનો અર્થ થાય છે, માત્ર અસ્તિત્વ. જેની સત્તા માત્ર હોય એનું નામ સતી અને પર્વત્રરાજની પુત્રી હોવાના કારણે એનું નામ છે પાર્વતી. પર્વતરાજ અને એની પુત્રી કેવી રીતે? એટલે એનું નામ પાડ્યું પ્રકૃત્તિ. જયારે આ ત્રણ ગુણો સત્વ, રજ અને તમ એમાં જયારે વિક્ષોભ પેદા થાય અને ત્યારે આ સૃષ્ટિની રચના થવા લાગે. બ્રહ્માંડોના બ્રહ્માંડોની રચના થાય. આ આખી આધ્યાત્મિક વાતને, સાંખ્ય શાસ્ત્રની વાતને પુરાણોએ પુરાણ ના રૂપકોમાં રાખી છે. એની પુરક એક બીજી વાત છે. નારદ ઉપવનમાં બેઠા છે. જેમ પાર્વતી, એ ઐતિહાસિક પાત્ર નથી એમ નારદ પણ ઐતિહાસિક પાત્ર નથી પણ રૂપક છે, અને બધેજ હોય. નારદ લડાવતા નથી પણ લડેલા માણસોનું સમાધાન કરાવે છે. અમેરિકામાં, સોજીત્રાના એક સજ્જનની વાત સાંભળો નારદની જેમ, સમાધાન કરાવે છે. નારદ તપ કરી રહ્યા છે, ત્યારે ઇન્દ્રે એ તપનો ભંગ કરાવ્યો. @18.20min. ઇન્દ્રે અનંગને મોકલ્યો, નારદનું રુવાડુંયે ન ફરક્યું. નારદ કામને તો જીતી શક્યા પણ વિજયને પચાવી ન શક્યા. નારદ શિવજીની પાસે ગયા અને એના વિજયની વાત કરવા લાગ્યા, શિવજીએ કહ્યું તું ભૂલેચૂકે આ વાત વિષ્ણુને કરીશ નહીં. નારદ સમજ્યા કે આ માણસને મારા વખાણ પસંદ નથી, એટલે સીધા વિષ્ણુ પાસે જઈને આત્મસ્લાઘાની વાત કરી. નારદ વિજયને ન પચાવી શક્યા એટલે ભગવાને વિચાર્યું કે મારે મારા ભક્તનું રક્ષણ કરવું જોઈએ. @20.43min. “तेषामहं समुद्धर्ता…..मय्यवेशितचेतसाम…..(गीता 7-12). અર્જુન આ સંસાર સમુદ્રના ચક્કરોમાં ડૂબતા મારા ભક્તો છે એમને હું લાંબો હાથ કરી બચાવી લઉં છું, એમનું હું રક્ષણ કરું છું. ઈશ્વરની પાસે તમે કંઈક માંગો એના પહેલા એવું માંગજો કે તમે મને જે કંઈ આપો એ પહેલાં પચાવવાની શક્તિ તું મને આપ, નહિ તો એ ઝેર થઇ જશે. ઉત્તર ગુજરાતના એક પટેલની વાત સાંભળો. પટેલના બાપને અમેરિકાથી ગાડી લઇ જવી છે પણ તે બીજાઓને બાળવા માટે લઇ જવી છે. @23.44min. ખેડૂત પટેલને જમીનમાંથી ચરુ નીકળ્યો પણ નદીના વહેણમાં ધોવા ગયો તો પાણીના વેગમાં આખી ચરોળી વહી ગઈ એટલે એમનું મગજ છટક્યું, પછી શું થયું તે સાંભળો. “राग द्वेषकी आगसे ज़र ज़र परत अंगार, संत न होत जगतमे जल मरता संसार” @28.12min. સફળતાને, વિજયને પચાવવું બહું અઘરું કામ છે અને જો પચે તો જીવન ધન્ય છે અને ન પચે તો જીવન બરબાદ થશે. નારદ વિજયને પચાવી ન શક્યા એટલે વિષ્ણુને ચિંતા થઇ પછી શું થયું તે સાંભળો. નારદજી વિષ્ણુનું રૂપ લઇ સ્વયંવરમાં ગયા ત્યાં એમનું વાંદરાનું રૂપ જોઈ જય-વિજય હસ્યા એટલે નારદે એમને શ્રાપ આપ્યો કે જાઓ તમે રાક્ષસ થઇ જાવો. થોડે આગળ ચાલ્યા એટલે સામે વિષ્ણુ મળ્યા એટલે નારદે વિષ્ણુને ખુબ ગાળો આપી અને શ્રાપ આપ્યો કે તમે પણ મારી માફક સ્ત્રીની પાછળ ઝૂરતા, રોતા, કકળતા હશો. વિષ્ણુએ શ્રાપનો સ્વીકાર કર્યો. હવે નારદજીને ભાન થયું કે આ મારાથી શું થઇ ગયું? @36.05min. વિષ્ણુએ કહ્યું ફરી પાછા જાઓ અને ભગવાન શંકરનું ભજન કરો. “जपहुँ जाय, शंकर सतनाम, ह्रदय हो ही तुरत कल्याणा” એટલે સજ્જનો આ આખી લાંબી કથા “રામ ચરિત માનસ”માં છે, વાલ્મીકી રામાયણમાં નથી. એના પાછળનો મૂળ હેતુ છે કે રામે અવતાર કેમ લીધો? કારણકે નારદ ઋષિનો શ્રાપ લાગ્યો હતો. વિષ્ણુ ભગવાનને કોઈ સ્ત્રીની પાછળ ઝૂરવાનું હતું અને ઝુરવાની આખી પ્રક્રિયા પૂરી કરવા જન્મ લેવો જરૂરી હતો એટલે જન્મ લેનાર જે રામ છે એ બીજું કોઈ નથી પણ લક્ષ્મીનારાયણ વિષ્ણુ પોતે છે. કૃષ્ણ કનૈયા લાલકી જય…. @37.10min. સ્વામી વિવેકાનંદે પક્ષીના માધ્યમથી આપેલી જ્ઞાન, ભક્તિ અને કર્મની સમજ. @42.16min. સંતની વિશેષતા @43.55min. भजन – मुनिमन रंजन, भव भय भंजन, असुर निकंदन सीताराम – श्री जगजीत सिंग.
Leave A Comment