શિવ દર્શન
હિંમતપુરા ગામમાં વેડઈ માતા અને નીલકંઠ મહાદેવની પ્રતિષ્ઠા પ્રસંગે

Side B –
– આરતી વિશેની સમજણ ચાલુ. દર્શન કેવી રીતે કરવા તે અહિ લખવા કરતાં સાંભળવું વધારે જરૂરી છે. સ્વામીજીએ આરતીને લગતી દરેક વાત સંભળાવી ત્યારે ગોરા લોકો ખુશ થઇ ગયા કે આ તો બહુ સરસ વાત છે. પૂજારી કહે 30 વર્ષ પછી મને આજે આરતી વિષે ખબર પડી. @3.22min. એટલે હું તમને બધાને કહું છું કે તમે તમારી પ્રતિમાઓને સમજો. એના હાથમાં જે શસ્ત્રો છે, વાહન છે એ બધાને તમે સમજો તો અંદર એટલો બધો મેસેજ છે કે એમાં આખું શાસ્ત્ર આવી જાય. આપણે એમ માનીએ છીએ કે “વરાહ” ભગવાને સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો એનો અર્થ સમજો. આ પૃથ્વીનું ઘણીવાર પતન થાય છે અને ઉધ્ધાર થાય છે. પહેલાં જમીન સમુદ્ર ગળી ગયેલો, જેવી રીતે સુનામી આવે અને કેટલી જમીન પાણીમાં(સમુદ્રમાં) ગળી જાય અને એને ખારી બનાવી નાંખે. એને “ખંડ પ્રલય” કહે છે. એ જમીનનો ઉધ્ધાર કેવી રીતે કરવો? એ જોવું હોય તો તમારે હોલેન્ડ જવાનું. ત્યાંના લોકોએ સમુદ્રની અંદર મોટો બાંધ બાંધેલો છે. એટલે આ બાજુનું ખારું પાણી ઊંચકીને પેલી તરફ નાંખીને આ બાજુની જમીનનો ઉધ્ધાર કર્યો. સોનાના કટકા જેવી જમીન બનાવી દીધી. આ પુરુષાર્થ છે. થોડુંક ભગવાન આપે, થોડુંક તમારે કરવાનું. વરસાદ ભગવાન આપે પણ પાણિયારું તમારે ભરવાનું. એટલે ખેતીવાડી કરનારો જે વર્ગ છે, એ ખેતીવાળા વર્ગની આ “વેડય” માતા કુળદેવી છે. આ એક કૃષિ શક્તિ છે, જે બધાના પેટ ભરે છે. એટલે સજ્જનો આજે હિંમતપુરા જેવા ગામમાં મંદિરનું સુંદર નવનિર્માણ થયું છે એ જોઇને આનંદ થયો. જો તમારા નવા બંગલા થતા હોય, તમારી નવી સોસાયટી થતી હોય, નવી ડીઝાઇન પ્રમાણેના મકાન બનતા હોય તો ભગવાનનું જે ઘર છે, પૂર્વજોએ વર્ષો પહેલાં બાંધેલું, એમાં પણ નવીનીકરણ આવવું જોઈએ. મંદિર અને ગામની જરૂરિયાત વિષે સાંભળો. @8.28min. આ મંદિરના નિર્માણમાં જે દાતાઓએ દાન આપ્યું એ બધા દાતાઓને હું ધન્યવાદ આપું છું. એક અભણ રબારી સંતની વાત સાંભળો અને એક બીજા નાસ્તિક ટાઇપના સંતની વાત સાંભળો. રબારી સંતે સુત્ર આપ્યું, “દીવા કરે એના દીવા રહે અને દીવા ઓલવે એના દીવા ઓલવાય” આપણે એટલા માટે મંદિર બનાવીએ છીએ કે એમાં સવાર-સાંજ દીવો થાય, પૂજારી હોય, આરતી પૂજા થાય. ગામમાંથી શ્રદ્ધા ભક્તિવાળા લોકો માથું નમાવવા આવે. માથું નમાવે તો માથામાંથી અહંકારના બેક્ટેરિયા દૂર થાય. @11.44min. તમે કદી પણ મંદિરમાં ખાલી હાથે ન જવું, “रिग्ध् हस्तोनगच्छेत्” ફૂલ લઇ જવા અથવા શક્તિ પ્રમાણે મંદિરમાં કંઈને કંઈ મૂકવું. તમારે જોવું હોય તો જોજો, આપનારને ભગવાન આપ્યા કરે છે. એટલે આવું સરસ મંદિરની પ્રતિષ્ઠા થઇ રહી છે, એ જોઇને, જાણીને આનંદ થયો. મારે એટલીજ પ્રાર્થના કરવાની કે બધા ચૌધરી ભાઈઓ હળીમળીને રહે, સંપીને રહે. આજે જમણવાર છે તો જેની જોડે સંબંધ બગડ્યા હોય તેની સાથે જમવા બેસવાનું અને એકબીજાને જમાડવાનું. યાદ રાખજો, સંબંધને સુધારવા જેવું કોઈ સુખ નથી. સંબંધ સુધરે ત્યારે જે સુખ થાય એ સુખની તો કોઈ સીમા ન હોય. વાલમ ગામની 40 વીંઘા જમીન એક રાજપૂતે પચાવી પાડી હતી તે ઊભા પાકે પાછી આપી દીધી એ વિષે સાંભળો. તો આ મહાદેવની જગ્યા, મન કડવું નહિ પણ કુણું કરવા માટે છે અને જેની સાથે સંબંધ બગડ્યો હોય એને જાતે જઈને પીરસવાનું, પ્રેમથી જમાડવાનો. મરતાં પહેલા સંબંધ સુધારી લો, એનું નામજ જીવન છે. ભગવાન નીલકંઠ સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @15.44min. ઉપનિષદમાંથી ઈચ્છાના ચાર રૂપો.@32.17min. પરમેશ્વરની ન્યાયવૃત્તિ અને એક પંડિતજી સાથે સ્વામીજીનો શાસ્ત્રાર્થ. @42.50min. भजन – जय भोला भंडारी शिवहर – श्री हरिओम शरण.