રાજનેતા, ટીફીન સંસ્થા, અમદાવાદ
Side A –
– રાજનેતાની અનિયમિતતા વિશે સાંભળો કે સ્વામીજી હંમેશાં રાજનેતા આવવાના હોય તો એ સભામાં આવવાનું ટાળે છે, કારણકે રાજનેતા કોઈ દિવસ સમયસર આવતા નથી હોતા. જો તમારે વ્યક્તિનું કે પ્રજાનું ઘડતર કરવું હોય તો એને સમયબદ્ધ બનાવો. તમારા બાળકનું કે કોઈ પણ વ્યક્તિનું ઘડતર સમય બદ્ધતાના એકડાથી શરુ થાય છે. રાજનેતાઓની બીજી પણ ખાસિયત શું છે તે સાંભળો. ડંખીલી પ્રજા કેવી હોય તે સાંભળો. @5.59min. રા’નવગણ જ્યારે મરણ પથારીએ હતો ત્યારે તેના પુત્ર પાસે પ્રતિજ્ઞાઓ લેવડાવીને કહ્યું કે ફલાણા બારોટના ગાલ ફાડી નાંખજે, ઉમેટાના દરબારનું માથું કાપી નાખજે અને સિદ્ધરાજનું નાક કાપી નાખજે. આ પ્રતિજ્ઞાઓ કેવી રીતે પાર પાડી તે સાંભળો. @10.50min. વર્ષો પહેલાં ચાણક્યે લખું છે “भार्या रूपवती शत्रु:” બહુ રૂપાળી સ્ત્રી પતિ માટે શત્રુનું કામ કરે છે. એ સારી હોય, સાચી હોય, નિષ્ઠા વાળી હોય તો પણ લોકો એને જીવવા ન દે. મારી આ વાત જો તમારે ગળે ઉતરે તો તમે સ્ત્રીનું રક્ષણ કરજો. બહેનોને પણ હું કહું છું કે તમે પોતાની મર્યાદામાં રહેજો. @15.46min. રાખેંગાર સિદ્ધરાજની પત્નીને ઉપાડી લાવ્યો એટલે એ મરાયો અને જૂનાગઢનું ધૂળધાણી થયું. ડંખના કારણે જૂનાગઢનો વિનાશ થયો. એમ રાજકીય ક્ષેત્ર, ખાસ કરીને સત્તાનું ક્ષેત્ર, જો માણસની અંદર વિશાળતા હોય તો એ તરત ડંખ રાખે. રાજનેતા શ્રી પુરુષોત્તમ રૂપાલા એક જુદી માટીના બનેલા હોય એવું લાગે છે. કેટલાક રાજનેતાઓ એવા હોય છે કે એમના મૂળ કોમવાદમાં હોય છે. કેટલાક રાજનેતાઓના મૂળ પૈસામાં હોય છે, ગુંડાઓમાં હોય છે. @20.03min. બહું થાડા રાજનેતાઓના મૂળ પૂરી પ્રજામાં હોય છે. પુરુષોત્તમ રૂપાલાના મૂળ પૂરી પ્રજામાં છે. જેણે લોકોમાં મૂળ રાખવા હોય એણે લોક જેવા થઈને રહેવું જોઈએ અને એટલા માટે એમણે દર મહિનાનો ત્રીજો ટીફીન રવિવાર રાખ્યો છે કે તમારે જાતે પોતાનું ટીફીન લઈને આવવાનું. પાણી અને પાથરણાંનીજ વ્યવસ્થા કરવાની. આવી એકજ વ્યવસ્થા સ્વાધ્યાયવાળા કરે છે, સારું કરે છે, પાણી, પાથરણું અને પ્રકાશ. એક ઓળખીતા સજ્જને વાત કરીકે અમુક સંપ્રદાયના સાધુઓને મારે ત્યાં જમવા આવ્યા તો એમને માટે 60 માઈલ દૂરથી બાસમતી ચોખા લાવવા પડ્યા હતા. જેને રાજા અને પ્રજા કહેતા, તે હવે નેતા અને જનતા કહેવાય. આખી જનતાને સુખી અથવા દુઃખી બનાવવાના ચાર મુખ્ય ઘટકો છે. ધર્મ, સમાજ, અર્થ અને રાજ. ધર્મ જો પ્રજાના પ્રશ્નો ઉકેલે તો પ્રજા સુખી થાય, પરંતુ જ્યારે ધર્મ, ધર્મ મટીને સંપ્રદાય બની જાય ત્યારે તે પ્રશ્નો ઊભા કર્યા વિના રહી શકે નહિ. અફઘાનીસ્તાનમાં ધર્મ નથી પણ છેડાનો સંપ્રદાય છે. રશિયાનો ગયા પછી એ લોકો એક સાથે રહી શક્યા નથી. જે પ્રજા માત્ર શસ્ત્રધારી હોય છે, એ સંપીલી નથી હોતી. @27.11min. કેટલીયે વાર સોનું લૂંટીને પણ એ પ્રજા આજે દુનિયાની ગરીબમાં ગરીબ, દરિદ્રમાં દરિદ્ર , અશિક્ષિતમાં અશિક્ષિત છે અને જે લોકો લૂંટાતા, તે આજે પૈસાદાર છે. અંગ્રેજો કેમ સફળ રહ્યા તે સાંભળો. તલવારના જોરે તમે સત્તા સ્થાપિત કરી શકો પણ ઐશ્વર્ય કે સમૃદ્ધિ ન આવી શકે. સમૃદ્ધિ તો ત્રાજવાંથી આવે. અમેરિકાએ આ દેશને(અફઘાનિસ્તાનને) રશિયાની ચંગુલમાંથી છોડાવ્યા પણ પછી ચુસ્ત મુસલમાનો તાલિબાનો આવ્યા, એણે હાહાકાર મચાવી દીધો. તમારે નાસ્તિક થવું હોય તો થજો પરંતુ ચુસ્ત સાંપ્રદાયિક કદી ન થશો. નાસ્તિકમાં થોડી માનવતા હશે પરંતુ ચુસ્ત સાંપ્રદાયિક તો શેતાનનો દીકરો છે. હમણાં જે પખ્તુનો, વિરોધમાં આવ્યા એમને તાલિબાનોએ કંટેઇનરમાં બંધ કરીને તડકે મૂકીને રીબાઈ રીબાઇને માર્યા. ધર્મ કોઈ આવું શીખવાડે નહિ પરંતુ આ સંપ્રદાયની છેડાની ચૂસ્તતા છે. ધાર્મિક ક્ષેત્રમાં માણસ જેટલો ગાંડો થાય એટલો બીજા કોઈ ક્ષેત્રમાં ગાંડો થતો નથી. તલવારના જોરે તમે સત્તા સ્થાપિત કરી શકો પણ ઐશ્વર્ય કે સમૃદ્ધિ ન આવી શકે. સમૃદ્ધિ તો ત્રાજવાંથી આવે. અમેરિકાએ આ દેશને(અફઘાનિસ્તાનને) રશિયાની ચંગુલમાંથી છોડાવ્યા પણ પછી ચુસ્ત મુસલમાનો તાલીબાનો આવ્યા એણે હાહાકાર મચાવી દીધો. તમારે નાસ્તિક થવું હોય તો થજો પરંતુ ચુસ્ત સાંપ્રદાયિક કદી ન થશો. નાસ્તિકમાં થોડી માનવતા હશે પરંતુ ચુસ્ત સાંપ્રદાયિકતો શેતાનનો દીકરો છે. હમણાં જે પખ્તુનો, વિરોધમાં આવ્યા એમને તાલિબાનોએ કંટેઇનરમાં બંધ કરીને તડકે મૂકીને રીબાવી રીબાવીને માર્યા. ધર્મ કોઈ આવું શીખવાડે નહિ પરંતુ આ સંપ્રદાયની છેડાની ચૂસ્તતા છે. ધાર્મિક ક્ષેત્રમાં માણસ જેટલો ગાંડો થાય એટલો બીજા કોઈ ક્ષેત્રમાં ગાંડો થતો નથી. @32.53min. દંતાલી ગામના એક પટેલ જૈન ધર્મ પાળતા હતા, પણ પછી એની ઘરવાળી સ્વામીનારાયણ વાળી આવી અને એણે આખા ઘરનો રંગ બદલી નાંખ્યો. ઘરવાળા રંગ ન બદલે, એટલે બહું વિચાર કરીને ઘરવાળી લાવજો. ફોન આવે અને જો તમે જય સ્વામીનારાયણ ન બોલો તો ફોન મૂકી દે. આ સાંપ્રદાયિકતા છે. ધાર્મિકતા અલગ વસ્તુ છે. આ દેશના ઘણા પ્રશ્નો સંપ્રદાયોએ ઊભા કર્યા છે. ધર્મ છે, એ પ્રશ્નોને ઊકેલે છે અને સમષ્ટિના પ્રશ્નો જે ઊભા કરે ત્યારે એ ધર્મ, ધર્મ મટી જાય છે. સમાજ અને સમાજના પ્રશ્નો વિશે સાંભળો. સમાજનું બદલાયેલું સ્વરૂપ સાંભળો. @39.03min. સમાજના પ્રશ્નો છે એ સમાજ ઉકેલે અને અર્થના પ્રશ્નો છે એ અર્થશાસ્ત્રી ઉકેલે. 60-70 વર્ષ પહેલાં જો આવી સભા ભરાય હોય તો 70% લોકોના કપડાં થીંગડા મારેલાં હોય. હું તમને ખાસ ભલામણ કરું છું કે ભલા થઈને કદી પણ અમેરિકા કે પરદેશના ઉતરેલાં કપડાં પહેરશો નહીં. અર્થશાસ્ત્રી આખા દેશની કાયા-પલટ કરે છે. સફળ રાજનેતાના લક્ષણો. રાજનેતાએ પણ લગ્નના જેવા ફટાણા સાંભળવાની ટેવ પાડવી જોઈએ. @45.30min. કોઈ પ્રારબ્ધથી કે પૂર્વના કર્મે ભિખારી થતું નથી પેલો અર્થ શાસ્ત્રી છે તે અર્થતંત્રના દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલે છે. એ ધારે તો આખા દેશને સમૃદ્ધ બનાવી શકે અને ધારે તો આખા દેશને પાયમાલ કરી શકે છે. ભારતને ગરીબ બનાવવામાં ઘણાં લોકોએ ભાગ ભજવ્યો છે, એમાં સૌથી વધારે અમે સાધુ લોકોએ ભજવ્યો છે, કેમ? તે સાંભળો. એક્સીડન્ટને અટકાવી શકાય છે અને માણસને પાંચ-પચ્ચીસ વર્ષ વધારે લાંબુ જીવાડી શકાય છે, પણ વાતવાતમાં પૂર્વના કર્મને લાવો તો પ્રજા કોઈ બહાદૂરીનું કામ ન કરી શકે. ઉપદેશ વૈરાગ્યનો હોવો જોઈએ પણ વૈરાગ્ય કર્તવ્ય પરાયણ હોવું જોઈએ. શિવાજીએ કહ્યું હું ભજન કરીશ, સ્વામી રામદાસે કહ્યું તું તલવાર ફેરવ, હું માળા ફેરવીશ.
Side B –
– ધંધો જાહેર ખબરથી ચાલે અને ધર્મ-સ્થાનો ચમત્કારોથી ચાલે છે. ઉદાહરણ સાંભળો. જે મંદિરમાં ચમત્કારો ન થતા હોય, જે મહારાજ ચમત્કાર ન કરતા હોય ત્યાં કાગડાજ ઉડતા હોય. જો તમને ચમત્કારની વાતો જમાવતાં આવડે તો લાઇનની લાઇન લાગે. અર્થશાસ્ત્રી, અર્થતંત્રના દ્વારા દેશને ઊંચો લાવે છે. આઝાદી પછી આ દેશને 30 વર્ષ સુધી ચરખામાં લગાવી દીધો ને આપણે ગરીબ બન્યા. મેં સૌથી પહેલાં વિરોધ કર્યો તો મારા પર બધા તૂટી પડ્યા. સૌથી મોટો સમૂહનો પ્રશ્ન રાજકીય છે. ધર્મ અને રાજકીય પ્રશ્નો બંનેને મેળ છે. ઋષીઓ રાજકીય પ્રશ્નોથી ભાગતા નથી. મહાભારતનું શાંતિપર્વ અને ભીષ્મપર્વમાં એકલી રાજનીતિ ભરેલી છે. રાજકારણ રાજનેતાને આધીન છે. પ્રજા માટીનો પીંડ છે. @5.40min. રાજનેતા રાજનીતિનો જનક છે અને એ રાજનીતિ છે એ પ્રજાને ઊંચે લઇ જાય છે અને ખાડામાં પણ નાંખે છે. પૃથીરાજ ચૌહાણનું ઉદાહરણ સાંભળો. બહાદુર, મહાન છે પણ મુત્સદ્દી નથી. આખો ઈતિહાસ સાંભળો અને પૃથ્વીરાજ કેવી રીતે હાર્યો તે સાંભળો. આપણે સ્ત્રી માટે લડીએ છીએ. કારણકે ભારતમાં પુરુષની આબરૂ સ્ત્રીમાં છે. રાજનેતા ત્રણ પાયા ઉપર ઊભેલો છે. પહેલાંમાં પહેલી એની પાસે મુત્સદ્દીગીરી હોવી જોઈએ. (બે કલાકનું આ પ્રવચન માત્ર એક કલાક પુરતુંજ ઉતરી શકાયું છે એટલે આગળનો ભાગ ઉતરી શક્યો નથી તેનો ખેદ છે.) @10.35min. સરદાર પટેલ સેવા સમાજ અમદાવાદમાં પ્રવચન. સંસ્કૃતમાં બે ગ્રંથો બાળકો માટે રચાયેલા છે. હિતોપદેશ અને પંચતંત્ર. વ્યાપારી નીતિ, શિક્ષણ નીતિ વિગેરે બીજી બધી નીતિઓનું પરિણામ થોડાક માણસોનેજ ભોગવવું પડે છે, જયારે રાજનીતિનું પરિણામ સમગ્ર દેશને ભોગવવું પડે છે, એટલે રાજનીતિ બહુ મહત્વનો ગ્રંથ છે. @13.24min. એક રાજાએ બધા પંડિતોને બોલાવી પોતાના બાળકોને ૬ મહિનાની અંદર રાજનીતિ શીખવવાનું આહવાન કર્યું ત્યારે ફક્ત ચાણક્યે તેને સ્વીકાર્યું. જો તમને આ સાચી વાત લાગતી હોય અને તમે રાજકારણમાં પડ્યા હોવ તો વહેલામાં વહેતી તકે જઈને આ પંચતંત્ર અને હિતોપદેશ ખરીદી આવો અને જુઓ એમાં શું શીખવાડ્યું છે. પંચતંત્રની કથા – એક ઋષિના ત્રણ દીકરા, મહાબુદ્ધિ, પ્રચંડબુદ્ધિ અને અગમબુદ્ધિની કથા સાંભળો. @20.04min. મહા બુદ્ધિ હાડકું ખોળી લાવે છે તો પ્રચંડ બુદ્ધિ, જેનું હોય તેને સજીવન કરવા જાય છે એટલે અગમ બુદ્ધિએ કહ્યું મને ઝાડ પર ચઢી જવા દો. હાડકામાંથી વાઘ ઉત્પન્ન થયો અને પેલા બેને ખાઈ ગયો. આમ રાજનેતા પણ ત્રણ પ્રકારના હોય છે. હાડકું ખોળનારા, હાડકાને સજીવન કરનારા અને હાડકામાંથી ઊભા થનારા જે પ્રશ્નો છે, એ પ્રશ્નોથી બચી જવા માટે ઝાડ ઉપર ચઢી જનારા.હવે સમજી શકો છો કે તમે વલ્લભ ભાઈને ક્યાં ગોઠવશો? સરદાર પટેલ વર્ષો પહેલા સમજી શકેલા કે ભારતની પ્રજાને સેંકડો વર્ષો સુધી નિર્ભય થઈને આઝાદી ભોગવવી હોય તો અગમ બુદ્ધિ થવું. @24.25min. બુદ્ધિના બે ભેદ છે, એક રાજકીય બુદ્ધિ અને બીજી રાષ્ટ્રીય બુદ્ધિ વિશે સાંભળો. આ બંને વચ્ચે સંઘર્ષ થાય છે. અમેરિકા અને બ્રિટનમાં રાષ્ટ્રીય બુદ્ધિ છે. 9-11 પછી આખું અમેરિકા એક થઇ ગયું, ભારતમાં તરતજ ફાંટા પડી ગયા. એક નથી થઇ શકતા. ભારતમાં આતંકવાદની શરૂઆતતો છેક આઠમી સદીથી થયેલી, તે સાંભળો. મહંમદ બિન કાસમ, ૧૭ વર્ષનો છોકરો સિંધ ઉપર ચઢી આવ્યો બૌધ રાજાને હરાવ્યો. @30.33min. કરાચીનું પતન થયું. ભારતમાં આરબોનું પહેલું રાજ થયું. એટલે તમે જોશો કે આખા દેશમાં સૌથી વધુમાં વધુ મુસ્લિમ અસર સિંધીઓ ઉપર છે. મહંમદ બિન કાસમ બીજી વાર આવ્યો ત્યારે વિધવા રાણી રાજ કરતી હતી અને એની બે જુવાન દીકરીઓને ભેટ આપવા લઇ ગયો ત્યારે એ દીકરીઓએ મહમ્મદ બિન કાસમને બકરાના ચામડાંમાં સીવડાવીને કેવી રીતે મરાવી નાંખ્યો તે સાંભળો. મહંમદ ગઝની એકવાર ઉત્તર ભારતમાંથી ૫૫૦૦૦ સ્ત્રીઓને ગુલામ બનાવી લઇ ગયેલો અને ગઝનીમાં ચાર-ચાર આનામાં વેચેલી. હજી કોઈની આંખ નથી ઊઘડતી. આ આતંકવાદ તો પહેલેથીજ છે. @33.56min. સરદાર પટેલ ફક્ત ભારતના નેતાઓમાં એકજ અગમ બુદ્ધિના હતા. પહેલાં રાષ્ટ્રને પ્રેમ કરો અને પછી ધર્મને પ્રેમ કરો. @37.34min. શાહજહાંના ટાઈમમાં અંગ્રેજોનો રાષ્ટ્રપ્રેમ. @40.48min. જોન ઓફ આર્ક, ફ્રાન્સની ઐતિહાસિક ઘટના. @43.26min. देश भक्तिके फ़िल्मी गीत – जहाँ डाल डाल पर सोनेकी चिड़िया करती है बसेरा, अब कोई गुलशन न उजड़े अब वतन आज़ाद है. – महम्मद रफ़ी साहब.
Leave A Comment