હિંદુત્વ અને વિવેકાનંદ – સુરત મહાનગર પાલિકા

Side A –
-વિશ્વભરમાં જે ઘણાં વાદો, મતો, પરંપરાઓ, આચારો-વિચારો, પ્રચલિત છે એમાં અને હિન્દુત્વમાં એક બહુ મોટો પાયાનો ભેદ છે. હિન્દુત્વને સાત રંગ છે, જેમ સૂર્યના કિરણમાં સાત રંગ છુપાયેલા છે. @3.06min. હિન્દુત્વ એક એવી નદી છે, જેના કિનારા ઉપર બહું નેંડાણ છે અને આગળ વધતાં ઊંડાણ પણ છે, દુર્ભાગ્ય એ છે કે લોકો જેને હિંદુત્વ તરીકે સમજે છે, એ કિનારાના નેંડાણ ભાગને સમજે છે. એનું જે ઊંડાણ છે એ માત્ર થોડાક લોકોને ખેડવાની વસ્તુ સમજી બેઠા છીએ. કોઈ યોગી, કોઈ જ્ઞાની, કોઈ બ્રહ્મવેત્તા, કોઈ મહા પંડિત ઊંડાણ સુધી જાય અને સામાન્ય પ્રજા છે, જે એના નેંડાણના ભાગમાં છબછબીયાં કરે છે એને આપણે હિંદુત્વ માની બેઠા છીએ. એટલે હિંદુત્વને સમજવા આપણે બહું પ્રાચીન કાળથી એક દ્રષ્ટિપાત કરવો પડશે. હિંદુત્વનું રૂપ કાયમનું નથી, સેંકડો હજારો વર્ષોથી પરિવર્તિત થતું રહ્યું છે. હિંદુત્વએ હંમેશાં નવીનતાનો સ્વીકાર કર્યો છે અને છોડવા જેવી વસ્તુઓ છોડી છે અને વિરોધીઓ સાથે બળનો નહિ પણ બુદ્ધિનો વહેવાર કરે છે. જયારે બુદ્ધિની દુર્બળતા હોય ત્યારે માણસ હાથ ઉપાડતો હોય છે અને જે હાથ ઉપાડતો હોય છે, એથી કંઈ બુદ્ધિના પ્રશ્નો ઉકેલી નથી શકતા હોતા. આ દેશમાં, પરંપરાની અંદર નાસ્તિકો થયા છે, કોઈને ફાંસીએ નથી ચઢાવ્યા. વિરોધીઓ થયા છે, કોઈને કાંકરો સરખો નથી માર્યો. ચારવાક બૃહસ્પતિનું ઉદાહરણ સાંભળો. હિંદુત્વ એક બહું મોટી વિચારોની સહિષ્ણુતા લઈને ચાલે છે. આચારોની સહિષ્ણુતા ઓછી છે. કોઈ વિચારોને ગુંગળાવવા, દબાવવા કે મારી નાંખવામાં નથી આવ્યા. @8.02min. સ્વામી વિવેકાનંદે ઘણી જગ્યાએ કહ્યું છે કે તમે જંગલમાં જઈને લોખંડના સાત પડદા લગાવીને બોલો અને તમારા બોલવામાં જો દમ હશે તો એ સાત પડદા ચીરીને, ફાડીને તમારી વાણી વિશ્વવ્યાપી થઇ જશે પણ તમારી વાણીમાં જો દમ નહિ હોય, વિચારોમાં દમ નહિ હોય તો આખી દુનિયામાં લાઉડસ્પિકર લગાવીને ગમે એટલો ઘોંઘાટ મચાવશો તો તે ઘોંઘાટ કદી ચિરંજીવી રહેનારો નથી. હિંદુત્વની શરૂઆત, એનું કલેવર, હિંદુત્વનું સ્વરૂપ આ અર્થમાં સમજજો કે એમાં છેક વૈદિક કાળથી ઘણી વિશાળતા, ઘણી વિવિધતા અને ઘણી અનેકતા એમાં સમાયેલી છે. આપણે ત્યાં ઘણા ઋષીઓ છે અને તેઓ સંયુક્ત રૂપે હિંદુત્વનું ઘડતર કરે છે. આ ઋષિઓને કોઈને કશો મતભેદ ન હોય એવું બનેજ નહીં. મતભેદ હોવો એ દોષ નથી એ તો ચિંતનની નિશાની છે, પણ મતભેદને દબાવી દેવો અને વ્યક્ત ન થવા દેવો એ ચિંતન માટેની મોટામાં મોટી, ભૂંડામાં ભૂંડી નિશાની છે, કાયરતાની નિશાની છે. ભારતનું, હિંદુત્વનું આ એક બહું મોટું જમા પાસું છે કે અહિયાં લોકોને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની પ્રાચીન કાળ થી પૂરેપૂરી છૂટ રહી છે, નિંદા કરવાની ગાળો દેવાની પણ છૂટ છે. વેદોના માટે કેટલાક લોકોએ લખ્યું છે કે “त्रयो वेदष्य कर्तारो नट भाण्ड निशाचरा” આ ત્રણ વેદોના રચનારામાં એક નટ બીજો ભાંડ અને ત્રીજો નિશાચર હતો. આવી અપમાન જનક વાત લખનાર પર કોઈએ એક કાંકરી નથી ફેંકી, હુમલો નથી કર્યો, જીવતો સળગાવ્યો નથી. @12.15min. લંડનમાં એક હાઇડ પાર્ક છે, ત્યાં કોઈપણ વ્યક્તિ બ્રિટનની રાણી સિવાય, બીજા કોઈના માટે ગમે તેવું બોલી શકે છે. હિંદુત્વની આ ગળથૂથીની વાત છે કે એ ઉદારતા, સહિષ્ણુતા અને વિશાળતા લઈને આવે છે એટલે, એના કારણે અહિયાં આટલાં ઋષીઓ થયા છે, એમના વચ્ચે મતભેદ પણ છે, એ બતાવે છે કે અહિ મતભેદને સ્થાન છે, બ્રહ્મસુત્રમાં એના ઉદાહરણો મૂકેલાં છે. @14.33min. જેને આપણે હિંદુત્વ કહીએ છીએ એ હિંદુત્વ શું છે? વ્યક્તિમાં ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિ ત્રણ ભેગાં થાય ત્યારે વ્યક્તિત્વ આવે. આ ત્રણે જયારે નિશ્ચિત થાય અને એની અસર વ્યક્તિ, પ્રજા પર પડે એનાથી એક હિંદુત્વ ઉભું થતું હોય છે. એટલે હિંદુત્વ એ ધર્મ, અધ્યાત્મ અને સંસ્કૃતિનું રૂપ છે. દુર્ભાગ્યવશ ધર્મનું સ્થાન સંપ્રદાયોએ લીધું છે. સંપ્રદાયો ભલે રહે પણ ગાડી પાટા ઉપર ચાલે એમ સંપ્રદાયો પણ મૂળ ધર્મના પાટા ઉપર ચાલતા હોવા જોઈએ, અવતારો ભલે રહે પણ મૂળ બ્રહ્મની સાથે રહેવા જોઈએ. ઋષિઓથી માંડીને ગાંધીજી, સરદાર પટેલ બધા ધાર્મિક પુરુષો છે, સાંપ્રદાયિક નથી. ગાંધીજી વૈષ્ણવ પરંપરામાં અને સરદાર સ્વામીનારાયણ પરંપરામાં જન્મ્યા હતા પણ તેઓ સાંપ્રદાયિક ન રહ્યા એટલે તમે ધર્મ અને સંપ્રદાયને સમજી શકો તો સમજવામાં બહુ મોટું કામ કર્યું કહેવાય. આપણે ધર્મને સનાતન માનીએ છીએ, ખરેખર તો ધર્મને સનાતન કહેવાની પણ જરૂર નથી. કુદરતે જે વ્યવસ્થા મૂકી છે એનું નામજ સનાતન ધર્મ છે. કરોડો વર્ષોથી, વગર શાસ્ત્રે, વગર ગુરુએ, પશુ, પક્ષી, જીવ-જંતુ માત્ર કુદરતી વ્યવસ્થામાં જીવે છે. એટલે એમને ત્યાં કદી ધર્મનો નાશ થવાનો ભય પેદા થતો નથી કારણકે ધર્મ સનાતન છે, સંપ્રદાય સનાતન નથી. પશુ-પક્ષીઓ બગડતા નથી કારણકે તેઓ માત્ર કુદરતી વ્યવસ્થામાં જીવન જીવે છે પરંતુ માનવ કુદરતી વ્યવસ્થા સાથે માનવીય વ્યવસ્થામાં પણ જીવન જીવે છે. માનવ જે પોતાની વ્યવસ્થા ઉભી કરે છે એનું નામ સંસ્કૃતિ છે, અધ્યાત્મ છે, સભ્યતા છે. તમે ડાબા હાથે ગાડી ચલાવો એ માનવીય વ્યવસ્થા છે, એનું એક બીજું કારણ એ પણ છે કે માણસ કુદરતી વ્યવસ્થા સુધી અટક્યો નથી, એનો વિકાસ કદી પૂરો થતો નથી એટલે એ સતત વિકસિત થનારૂ પ્રાણી છે. એટલે આખી દુનિયામાં માણસોની સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓ જુદી જુદી છે. આ બધી વ્યવસ્થાઓ એક-બીજાના ગળે નહિ ઉતરે એવી હોય તો પણ ચાલે છે, એમાં સતત સુધારો થતો હોય છે, કારણકે આ વ્યવસ્થા કેટલીક દુઃખદાયક પણ હોય છે. જ્યાં સતત સુધારો નથી થઇ શકતો હોતો, એવી પ્રજા રૂઢીવાદી થઇ જતી હોય છે. હિંદુ પ્રજાનું આ સદભાગ્ય છે કે એણે સતત સુધારાનો સ્વીકાર કર્યો છે. જૈનો, બૌદ્ધો અને હિંદુઓ પાસે ધાર્મિક ફિલોસોફી છે પરંતુ મુસ્લિમો અને ક્રિશ્ચિઅનો પાસે નથી, એટલે કે એમાં પ્રશ્ન પૂછવાની કે જીજ્ઞાસા કરવાની છૂટ નથી. @23.33min. 1971માં બસમાં મુસાફરી કરતી વખતે એક પાદરી જોડે સ્વામીજીની થયેલી ધર્મચર્ચા સાંભળો. અંતે પાદરી હારીને કહે છે કે તમે હિંદુઓ ફિલોસોફીમાં અમને ડુબાવી દો છો. ચાણક્યે પુછ્યું, “रुक्षान्स् छित्वा पशुन्ह्त्वा कृत्वा रुधिर कर्दमम्, यद्एवं गम्यते स्वर्गम् नर्के केन गम्यते” આ જે પશુઓને તમે મારો છો તો કેટલું પાપ લાગશે? કે નહિ, એ બધા સ્વર્ગમાં જાય છે. તો પછી ચાણક્ય કહે છે, તમારા માં-બાપનેજ મોકલોને? પાદરી કહે છે તમારા પ્રશ્નનો અમારી પાસે જવાબ નથી. આપણે ત્યાં પ્રત્યેક પ્રશ્નના જવાબ છે, કારણકે પ્રશ્ન પૂછવાની છૂટ છે. પેલી જગ્યાએ કહેવામાં આવ્યું કે અમે કહીએ છીએ તે માની લો. રજનીશ, બુદ્ધ, મહાવીર આપણીજ પરંપરામાં છે. બુદ્ધના સમયમાં 65 સંપ્રદાયો હતા. આ બધાનું મૂળ છે, કઠોર નિયંત્રણનો અભાવ, એનો લાભ પણ મળ્યો અને નુકશાન પણ થયું. લાભ એ થયો કે તમે મહાપુરુષો પેદા કરી શક્યા અને નુકશાન એ થયું કે તમે સંગઠિત ન થઇ શક્યા. મોટા ભાગના મહાપુરુષો વિભાજક બન્યા, એમણે નાના-મોટાં ગ્રુપ કાર્ય, એટલે પ્રજા દુર્બળ થઇ. @30.43min. હિંદુ શબ્દ બહું પ્રાચીન નથી. આપણાં મૂળ શાસ્ત્રોમાં હિંદુ શબ્દ નથી. આપણે ત્યાં જુનો “આર્ય” શબ્દ છે. એટલે વર્ષો સુધી આર્યત્વ રહ્યું. આર્યત્વમાંથી જે હિંદુત્વનું પરિણામ થયું એને હું ખરાબ કે ખોટું માનતો નથી, કારણકે ભારતમાં આર્યોની સાથે બહારની બીજી ઘણી પ્રજાઓ ભળતી રહી. શકો, ગ્રીકો, માલ્લવો, હુણો, શીથીઅનો કોણ જાણે કેટલીયે પ્રજા આવી. એ બધા જે આવ્યા તે પોતાનું લઈને ભળતા રહ્યા જયારે ઇસ્લામમાં જે ભળ્યા તે પોતાનું છોડીને ભળતા રહ્યા. એટલે ઇન્ડોનેશિયાનો, ભારતનો, અબ્રસ્તાનનો, અફઘાનિસ્તાનનો મુસ્લિમ હોય તેને ધર્મની બાબતમાં બિલકુલ સરખાપણું હોય, કોઈ ખાસ મતભેદ નહીં. નામ છોડ્યા, વસ્ત્રો, રીવાજો, ખાનપાન છોડ્યાં અને ભળતા ગયા. ભારતમાં જે શિવલિંગ ની પૂજા છે, તે શકોની છે, એટલે ઉત્તરનો દેવ દક્ષિણમાં ગયો. શકો શિવોપાસના, લિંગોપાસના લઈને આવ્યા. આપણે એમ માનીએ છીએ કે રાવણ શિવજીને લઈને દક્ષિણમાં ગયો. નાગ પૂજા આર્યોની નથી, પણ એ બહારની પ્રજા લઈને આવેલી. ઈઝરાઈલની બેદુઇન પ્રજા આજે પણ ત્યાં ભટકતું જીવન જીવે છે. એમનો ચહેરો, કપડાં, ઊંટો, બકરાં બધું અહીંના માલધારીઓ સાથી મેળવી શકો છો. એટલે આ પ્રજા ત્યાંથી ખસતી ખસતી આવીને ભારતમાં સ્થિર થઇ. @35.43min. આપણી પાસે કટ્ટર ધર્મ હતોજ નહી એટલે આ બધી પ્રજાઓ પોતાનું રાખીને આપણામાં ભળતી ગઈ. અહિયાં બે છેડાની પ્રજા રહે છે, એકદમ માંસાહાર કરનારી અને બિલકુલ ડુંગળી, લસણ, બટાકા ન ખાનારી. તમે જો આખા ભારતમાં પ્રવાસે નીકળો તો નવાઈ લાગશે કે આપણે આટલા બધા માંસાહારી છીએ? હિમાલયમાં બૌદ્ધ તીર્થ, ત્રિલોકી નાથ આગળ સ્વામીજીનો અનુભવ સાંભળો. એક તરફ ચૂસ્ત શાકાહારી અને બીજી તરફ ચૂસ્ત માંસાહારી, આ બંને હિંદુ છે. ઉદયનાચાર્ય જેણે, બુદ્ધ સામે ટક્કર લેવા ઈશ્વર સિદ્ધિ ગ્રંથ લખેલો તે વિષે સાંભળો. @40.19min. અહિયાં એક તરફ અત્યંત ઊંચામાં ઊંચું જીવન જીવનાર આદર્શ રામ જોવા મળશે, પત્ની એકજ હોવી જોઈએ, પતિ એકજ હોવો જોઈએ અને બીજી તરફ રાજા-મહારાજાઓ બહું પત્ની ધરાવતા જોવા મળશે. અંગ્રેજોના સમયમાં હિંદુ કોડ બીલ પસાર થયું એટલે બહું પત્ની કરવા પર પ્રતિબંધ મુકાયો. આચારો-વિચારોમાં ભિન્નતા હોવા છતાં આપણે સાથે રહી શકીએ છીએ, કોઈ કોઈને મારી નાંખતું નથી, કોઈ કોઈની નિંદા તિરસ્કાર નથી કરતું, આપણે સૌનો સ્વીકાર કરીએ છીએ. મેઘ ધનુષ્યના રંગોની જેમ હિંદુ ધર્મના પણ રંગો છે, તે વિસ્તારથી સાંભળો. બુદ્ધ અને મહાવીરનો સમય આવતાં આવતાં ધર્મ ઉપર ધર્મના નામે હિંસા છવાઈ ગઈ. પરલોક મેળવવા માટે હિંસા અને એના માટે શાસ્ત્રો રચાયા, કર્મકાંડો રચાયા અને એનો પ્રતિકાર થયો. બુદ્ધ પોતે એક સુધારક છે. પરમેશ્વરને રીઝવવા માટે, પરલોક પ્રાપ્ત કરવા માટે પશુબલિની જરૂર નથી. પ્રાચીન કાળના બધા ધર્મો બલિદાન આપતા હતા. ઇસ્લામમાં તો બલિદાન છેજ અને બાઈબલનો “OLD TESTAMENT” તો આખો બલિદાનોથી ભરેલો છે. “NEW TESTAMENT”માં બલિદાનની વાતો દુર થઇ. આપણે ત્યાં પણ બુદ્ધ અને મહાવીર પછીનું હિંદુત્વ આવ્યું ત્યારથી આવા રીવાજો બંધ થતા ગયા. આજે પણ નવચંડી યજ્ઞ થાય ત્યારે ક્ષત્રિય “अस्त्राय फ़ट्” એમ બોલીને કોળું કાપે છે. આ કોળું પશુની જગ્યાએ છે. જ્ઞાન અને યોગ આવ્યો એટલે એમાં સુધારો થયો. આ જે પરિવર્તન આવ્યું એને લોકોએ સ્વીકાર્યું. @45.20min. એક બીજો પ્રશ્ન ઉભો થયો. મારા અનુભવ પરથી કહું છું કે બહું યોગ કરનારા, બહું ધ્યાન કરનારાઓ નિષ્ક્રિય અને મહત્વાકાન્ક્ષા વિનાના થઇ જતા હોય છે, કારણકે તમે મસ્તિષ્કના એવા કેન્દ્ર પર વારંવાર હેમરીંગ કરો છો કે જેમાંથી મહેચ્છા અને મહત્વાકાન્ક્ષા નીકળતી હોય છે. ઈચ્છા શક્તિ મંદ થઇ જાય છે, આપણાં લોકો એને અધ્યાત્મ સમજી બેઠા છે. આ દેશમાં સાધુઓનાં ટોળે ટોળાં કેમ થયા? અંતર્મુખતા થોડા સમય માટે રહે તે સારી છે પણ તમે સતત અંતર્મુખ થયા કે નિષ્ક્રિય થઇ ગયા. આખા દેશને ઈચ્છા વગરનો કરી નાંખો તો તમે સેનાપતિઓ ન પેદા કરી શકો. વાસ્કો-ડી-ગામા, કોલંબસ ન પેદા કરી શકો, કારણકે શું કરવું છે? કાલ તો મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી. એકજ ચોર્યાસી લાખ યોનીની વાત કે હવે પરલોક સુધારી લો. દેશમાં પલાંઠી વાળવા વાળા તો બહું થશે પણ સેનાપતિઓ નહિ થાય, સાહસ વીરો, ચક્રવાર્તીઓ, રાજનેતાઓ ન થાય. આખું ભારત દક્ષિણમાંથી ઉત્તરમાં હિમાલય તરફ દોડ્યું અને પલાંઠી વાળીને બેસી ગયું. @48.50min. લંડનમાં ટ્રાફલગર સ્ક્વેરનો ઈતિહાસ સાંભળો.