વારે ચઢે તે વીર – જીયાપર, કચ્છ

Side A –
– વ્યક્તિત્વના બે ભાગ – સંયુક્ત અને પોતાનું. @2.25min. દિલ્હીમાં પ્રખ્યાત શાયર ગાલીબની સાચી બનેલી ઘટના સાંભળો. આ ગાલીબની વાત સંસારીઓ સુધીજ સિમિત નથી અમારા સાધુઓ પણ દરવાજે માણસ બેસાડી રાખે અને પછી ત્યાંથી ફોન કરે કે મર્સિડીઝ આવી કે ફિયાટ આવી તો એ પ્રમાણે વ્યવસ્થા થાય, સાઇકલવાળાની તો ગણતરીજ નહિ. હવે તમે વિચાર કરો કે અહી ભગવાન રહે ખરો? ભગવાન જ્યાં સમતા હોય ત્યાં રહે. @7.39min. દુનિયાની રીતને સમજ્યા વિના દુનિયામાં રહેશો તો દુનિયામાંથી ફેંકાઈ જશો. આ સંયુક્ત વ્યકિત્વનો પ્રકાર છે. એક બીજું વ્યક્તિત્વ, તમે કયા પરિવારના છો? પરિવારની પાછળ જુદુ જુદું માપ હોય છે. ઈશ્વરે તમને બીજા બે કુદરતી વ્યક્તિત્વ આપ્યા છે. એક સૌદર્યનું અને બીજું સદગુણોનું. ઉદાહરણો સાંભળો. @11.37min. “भार्या रूपवती शत्रु:” (ચાણક્ય) ચિતોડના રાણાની પત્ની “પદ્મિની” એટલી રૂપાળી હતી કે અલાઉદ્દીન ખીલજી લશ્કર લઈને ચઢી આવ્યો. ચીનમાં રૂપાળી સ્ત્રીઓ ત્યાના રાજાથી બચવા પોતાનો ચહેરો બગડી દેતી તે વિશે સાંભળો. એક મુસલમાન સરદારે શિવાજીને રૂપાળી કન્યા ભેટ આપી તે વિશે સાંભળો. @15.00min. વ્યક્તિના અંદરના સદગુણો એ ઢાંકેલું વ્યક્તિત્વ છે. “पुरुष परिखी यही अवसर आये.” (તુલસીદાસ). અંદરનો પુરુષ અવસર આવે ત્યારેજ ખબર પડે એટલેકે વારે ચઢવાનું આવે ત્યારેજ ખબર પડે. પરમેશ્વર માણસની અંદર થોડા ગુણો મુકે છે. સો એ સો ટકા સદગુણો ભગવાન સિવાય કોઈનામાં હોતા નથી. માણસમાં એક મોટો સદગુણ છે તે શૌર્ય એટલેકે વીરતા. પ્રજા બીકણ હશે, કાયર હશે તો રાજ નહિ કરી શકે અને ગુલામ થઇ જશે. હિંદુ પ્રજાની આજ સ્થિતિ થઇ છે તે કેમ? કારણ કે ધર્મે જે શૌર્ય-વીરતાને પ્રોત્સાહન આપવું જોઈએ તે ન આપ્યું. વેલાદાદા અને વહાલાદાદામાંથી શું પ્રેરણા લેવાની તે સાંભળો. @24.32min. રામાયણ અને મહાભારતના ગ્રંથોનો ઉદ્દેશ એકજ છે કે બાળકને વીર બનાવવો, બહાદુર બનાવવો પણ ડરપોક કદી ન બનાવવો. આ દુનિયા કાયમથીજ અશાંત રહી છે. અંગ્રેજોના સમયમાં થોડી શાંતિ રહી. હવે વળી પાછી અશાંતિ થઇ રહી છે. જે મૃત્યુને મુઠ્ઠીમાં લઇને ફરે છે તે લાંબુ જીવે છે અને જે મૃત્યુથી ભાગીને જીવે તે વહેલો કુતરાના મોતે મરે છે. લેઉવા અને કડવા પટેલોનું મૂળ અને ઈતિહાસ સાંભળો. @29.50min. મોટામાં મોટી ભૂલ ક્યા થઇ? ભૂલ ત્યાં થઇ કે પ્રજાને બહાદૂર બનાવવામાં, વીર બનાવવામાં ન આવી. હમણાં હમણાં ૧૦૦૦ હજાર સિપાહીઓ પંજાબથી બોલાવવામાં આવે છે કેમ? તે સાંભળો. @34.26min. વીરતાના ત્રણ ભેદ, ધર્મ વીરતા, રાષ્ટ્ર વીરતા અને માનવતાની વીરતા વિશે સાંભળો. ભારતે આતંકવાદીઓને છોડી દીધા એટલે પ્રશ્નો ભયંકર બનયા. @36.00min. ધર્મ વીરતા સૌથી મોટામાં મોટી વીરતા છે. ગુરુ ગોવિંદસિંહના બે છોકરાઓને દીવાલમાં ચણી દીધા, તેને પકડાવનાર ચંદુ નામનો દિવાન હતો. આજે પણ એજ દશા છે. @44.15min. રાષ્ટ્ર બહાદુરી વિશે. @47.56min. માનવતાની વીરતા વિશે.


Side B – JIYAAPAR, KACHCHH – માનવતાની વીરતા ચાલુ….. પંડિત મહારાજ અને સૈયદબાપુ, જ્યોતિષ વિશે. @5.54min. કચ્છના ગઢશીશા ગામમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં પ્રવચન. @7.59min. લક્ષ્મી નારાયણની પરંપરામાં દાસભાવ છે. એટલેકે પોતાની જાતને શૂન્ય બનાવતા જાવ. બધા ધર્મોનું અધ્યયન કરો, બધા દર્શાનોનું અધ્યયન કરો, બધા વિચારોને સમજવાનો પ્રયત્ન કરો તો તમારું માઈન્ડ વિશાળ થશે. જો તમે એકજ ગ્રંથ કે વ્યક્તિમાં પકડાઈ ગયા તો નેરો-માઈન્ડ થઇ જશો.નેરો-માઈન્ડ જેવી કોઈ બીમારી નથી. જ્યારે બ્રોડ માઈન્ડ થાવ છો ત્યારે એકવાર તો અશાંતિથી આંધી ઊભી થશે. હિંદુ પરંપરાના દેવ-દેવીઓને સમજવાનો પ્રયત્ન કરો. આપણું ઉપનિષદનું બ્રહ્મ નિરાકાર છે. એજ બ્રહ્મને ભાગવતકારે કહ્યું “सत्यं परम् धीमहि.” એજ પરમ સત્ય છે. અને તેને જશોદાના આંગળે રમતું કરી દીધું. આ એનું બીજું રૂપ છે. અહિયાથી હિંદુ ધર્મને સમજવાનો પ્રયત્ન કરો, વધુ આગળ સાંભળી લેવું. સંકુચિતતામાંથી વ્યાપકતામાં જવા વિશે સાંભળો. @13.20min. લક્ષ્મીજીના ભેદ – શ્રમ લક્ષ્મી, હક્ક લક્ષ્મી, ભાગ્ય લક્ષ્મી, પાપ લક્ષ્મી વગેરે સાંભળો. @35.07min. ૐકાર વિશે સમજણ. @39.21min. ભજન – રાજ મને લાગ્યો કુસુમ્બીનો રંગ. શ્રી ચેતન ગઢવી વિગેરે.