દર્શન ( આપણા શાસ્ત્રો )
દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.
Side 4A –
– વૈદિક દર્શનોના બબ્બેના જોડકા બનાવ્યા એટલે થઇ ગયાં ત્રણ. હવે બીજું જોડકું છે એનું નામ છે સાંખ્ય અને યોગ. સાંખ્યના રચનાર છે મહર્ષિ કપિલ અને યોગના રચનાર છે મહર્ષિ પતંજલિ. સાંખ્ય દર્શન અત્યંત મહત્વનું છે. સાંખ્ય નામ સંખ્યા પરથી પડ્યું. @3.20min. થોડી સંસ્કૃતના વ્યાકરણની વાત સાંભળો. @8.54min. મૂળમાં બેજ તત્વો છે તે પ્રકૃત્તિ અને પુરુષ. એ પૌરાણિક પદ્ધતિમાં શિવ અને પાર્વતી થયા. શિવ-પાર્વતી ઐતિહાસિક નથી. પ્રકૃત્તિમાંથી 24 તત્વોની ઉત્પત્તિ થાય. પ્રકૃત્તિમાંથી બ્રહ્માંડો થાય છે તે વિષે સાંભળો. સાંખ્ય શાસ્ત્રની બહુ મોટી અસર ગીતા ભાગવત, મહાભારત અને મનુસ્મૃતિ ઉપર છે. ગીતામાં જે સાંખ્ય સિદ્ધાંત છે એ શૈશ્વર છે એટલે ઈશ્વર સહિતનો છે. પ્રકૃતિ એટલે સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોની સામ્યાવસ્થાનું નામ છે પ્રકૃત્તિ. સામ્યાવસ્થા એટલે પ્રલય. ઉત્પત્તિ થવાની હોય એને વિષ્માવસ્થા કહેવાય એ વિષે સાંભળો. સત્વ, રજસ અને તમો ગુણ વિષે વધુ સમજણ. @15.55min. સાંભળો સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? સાંખ્ય લોકો કહે છે કે સૌથી પહેલું તત્વ બુદ્ધિ થાય છે, એટલે પાર્વતીનો પહેલો દીકરો ગણેશ છે. શ્રી ગણેશની ઉત્પત્તિ વિશેની એટલેકે દાર્શનિક વાતને પાત્રો દ્વારા કેવી રીતે આકાર આપીને પૌરાણિક કરી તેનું રૂપક જરૂર સાંભળો. આ એટલા માટે સાંભળવાની જરૂર છે કે કદાચ કોઈ બીજા ધર્મવાળો પૂછે તો પણ તમે જવાબ આપી શકો કે અમારે પહેલા ગણપતિ કેમ? સ્વામીજીના “શિવ તત્વ નિર્દેશ” માં બધી વાતો લખેલી છે. @28.32min. જમણી સૂંઢના ગણપતિ, જમણો શંખ, ગૌરી શંકર, એક મૂખી અને પંચ મૂખી રુદ્રાક્ષ વિશે સાંભળો. @31.13min. અમારા ઓળખીતા એક સાધુ, બોરસદમાં સૂર્ય મંદિરની સ્થાપના વખતે આવેલા તે 11 રૂપિયામાં એક એમ,એક કોથળો ભરીને રુદ્રાક્ષનામણકા વેચ્યા હતા. @35.31min. અહંકાર એટલે પોતાના અસ્તિત્વનું સતત ભાન. એ કુદરતી છે. એ દુઃખદાયી કે નુકશાનકારક નથી, પણ જીવન માટે જરૂરી છે. એમાંથી 16 તત્વો ઉત્પન્ન થાય તે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને 16મું મન વિશેની સમજણ. @43.08min. તન્માત્રા તથા પન્ચીકરણની સમજણ. 47.21min. આરંભવાદ અને પરિણામવાદ વિષે સાંભળો.
Side B –
– આરંભવાદ અને પરિણામવાદ ચાલુ. પ્રકૃતિ પોતેજ દૂધમાંથી દહીંની જેમ વિશ્વમાં બદલાય ગઈ. એટલે આમ સતથી અસતની ઉત્પત્તિ(નૈયાયિક), અસતથી સતની ઉત્પત્તિ(બૌદ્ધ), અસતથી અસતની ઉત્પત્તિ(બૌદ્ધ)સતથી સતની ઉત્પત્તિ(સાંખ્ય). ભગવદ ગીતાના સ્લોકોમાં આની અસર છે, “नासतो विद्यते भावो….तत्व्दर्षिभि:…(गीता 2-16). હે અર્જુન અસતથી કદી સત ઉત્પન્ન થાય નહિ અને સતથી કદી અસતની ઉત્પત્તિ થાય નહિ. (ઘણી રસપ્રદ વાતો છે એટલે અહીંથી સાંભળવું જરૂરી છે.) આ જુદા જુદા મતની, સૃષ્ટિની રચના ઉપર અસર થાય છે. @10.20min. સાંખ્યવાળાનું કહેવું છે કે જે, છે એજ ઉત્પન્ન થાય છે. નૈયાયિકોનું કહેવું છે કે સતમાંથી અસત થાય છે. અસત એક ક્ષણ રહે, કાયમ નહિ. બૌદ્ધોનું કહેવું છે કે અસતમાંથી અસતની ઉત્પત્તિ થાય છે. ઉદાહરણોથી સાંભળો. @13.51min. ત્રણ ગુણો વિષે. (ગુણત્રય વિભાગ યોગ-ગીતા), સત્વગુણ વધારવાની પ્રક્રિયા વિષે સાંભળો. @19.31min. જીવન માટે જેટલો સત્વગુણની જરૂર છે, એટલોજ રજોગુણની અને તમોગુણની જરૂર છે. કેમ જરૂરી છે? કે રજોગુણથી પ્રવૃત્તિ થાય છે અને તમોગુણમાંથી સૃષ્ટિ થાય છે. એટલે બધાના જીવનમાં સમય-સમયે બધા ગુનોની જરૂર છે. @25.34min. સાંખ્યવાળા કહે છે કે આ ત્રણે ગુણો અવિનાભાવ છે એટલે કે એક-બીજા વગર રહી શકે નહિ. આ ત્રણ ગુણોને વર્તમાન યુગમાં લઇ આવો તે ઈલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટ્રોન. આ ત્રણે ગુણો પરમાણુંમાં છે. વધુ આગળ સાંભળો એટોમ બોમ્બ કેવી રીતે બનાવવામાં આવે છે? આ સાંખ્ય પદ્ધતિને નૈયયિકો કેમ માનતા નથી? તે સાંભળી લેવું. સાંખ્યવાળાનું કહેવું છે કે તમે જેને પરમાણું કહો છો, જેનું ખંડન-વિખંડન નથી થતું એનો વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટમાંથી જે ઉત્પન્ન થાય છે તે ઊર્જા, શક્તિ છે. આઈનસ્ટાઇનનું કહેવું છે કે પદાર્થને તોડતાં-તોડતાં-તોડતાં પદાર્થ ગાયબ થઇ જાય છે. આપને કહીએ છીએ કે એ ઊર્જા પદાર્થ ન હોય પણ શૂન્ય નથી, એ શક્તિ છે અને એનું નામ છે મહાકાલી. આપણે શક્તિના ત્રણ રૂપો માનીએ છીએ. સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા. આ ત્રણ રૂપથી એકજ બ્રહ્મ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ થાય. @33.26min. બ્રહ્મ પોતાના દ્વારા વિભાજીત નથી થતું પણ શક્તિઓના દ્વારા વિભાજીત થાય છે તે ઉદાહરણથી સાંભળો. આ જે શક્તિઓ છે તેના એક-એકના ત્રણ ભેદ થયા એટલે થઇ નવ દુર્ગા, એ વિસ્તારથી સાંભળો. @38.16min. અંગ્રેજ અને ઉપનિષદ. @42.00min. Instrument – શહનાઇ – રાગ માલકૌંસ
Leave A Comment