દર્શન ( આપણા શાસ્ત્રો )
દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.
Side 2A –
– સંપ્રદાયોની વૈચારિક બાલ્યવસ્થા વિશેની તળાવ, નદી અને સમુદ્રના ઉદાહરણથી સમજણ. નાના બાળકોને એકજ સામાન્ય વાત આખી જીન્દગીભર સંભળાવ્યા કરો તો માણસ બાલ્યાવસ્થાથી મુક્ત ન થઇ શકે, આને વૈચારિક બાલ્યાવસ્થા કહેવાય. તમારી જીજ્ઞાસા જાગે અને વધુ આગળ જઈ શકો, કોઈ પ્રતિબંધ નહિ, તમારું મૌલિક ચિંતન પણ વિકસિત કરી શકો તમે પણ ઋષિ થઇ શકો અને એવી છૂટ હોવાને કારણે આપણે ત્યાં જુદા જુદા દર્શનો પેદા થયા. @4.00min. દર્શનોને બાર ભાગમાં વહેંચી શકાય, છ અવૈદિક અને છ વૈદિક દર્શનો. અવૈદિક દર્શનોની ચર્ચા ગઈકાલે કરી. અવૈદિક દર્શનો જુદા હોવા છતાં આચાર, સંસ્ક્રુતિ કે ધર્મમાં ખાસ મહત્વનો ભેદ રહેતો નથી. ભક્તિ હ્રદયને સ્પર્શનારી વસ્તુ છે, ભક્તિને તર્ક નથી હોતો. તર્ક મસ્તિસ્કમાં હોય છે એટલે જો તમારામાં દલીલ કરવાની, સાંભળવાની અને દલીલ સહન કરવાની તૈયારી હોય તોજ તમે દાર્શનિક થઇ શકો. દર્શનની શરૂઆત પ્રશ્નથી થાય છે. @7.20min. વૈદિક દર્શનો અને તેના રચૈતા વિશે. વૈદિક દર્શનો: ન્યાય, વૈષેશિક, યોગ, સાંખ્ય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ન્યાયના છ દર્શનોના જોડકા બની ત્રણ થયા, ન્યાય, સાંખ્ય અને મિમાંસા. ન્યાયના રચનારા ગૌતમ, વૈશેષિકના કણાદ, યોગના પતંજલિ, સાંખ્યના કપિલ, પૂર્વ મીમાંસાના જૈમીની અને છઠ્ઠા છે, એનું નામ છે ક્રિશ્નદ્વૈપાયન બાદરાયણ વ્યાસ. @11.43min. આ બધાના સમયમાં સૌથી પ્રાચીન સમય કપિલનો છે અને અર્વાચીન સમય પતંજલિનો છે. છ દર્શનોના ત્રણ જોડકા થયા તે સાંભળો. @14.00min. આ ત્રણે દર્શનોનું વૈચારિક ક્ષેત્ર છે, ઇશ્વર, જીવાત્મા અને જગત. દર્શનોમાં દલીલો, તર્કો, વિચાર, ચિંતન આવવાનાં બીજા ધર્મોમાં સીધો અભિપ્રાય આવવાનો, દલીલ થઇ શકે નહિ. અભિપ્રાય એ દર્શન નથી, એ તો તમારી રૂચી છે એટલે અભિપ્રાય ખોટો પણ હોઈ શકે. લાગણીથી ઈતિહાસ લખો તો એ ગાથા કહેવાય. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો. ગુલાબના ફૂલના માધ્યમથી ઉદાહરણ સાંભળો. @18.53min. રામાયણની જેમ રાવણાયણ પણ લખાયું છે. સત્યને શોધવાના ત્રણ મુખ્ય માધ્યમો – ભૌતિક સત્ય વિજ્ઞાનથી, પ્રાચીન સત્ય ઇતિહાસથી અને જીવનનું સત્ય દર્શનોથી. @21.03min. સત્યના શોધકે હંમેશા પૂર્વ ગ્રહોથી મૂક્ત થવું જોઇએ. દા.ત. સંપ્રદાય કે કે પરંપરામાં જકડાયેલો માણસ પોતાનો કક્કો સાબિત તો કરી શકે પરંતુ સત્યને ન શોધી શકે. જેમ ભૌતિક સત્ય શોધવા માટે લેબોરેટરી છે એમ દાર્શનિક સત્ય શોધવા માટેની પણ લેબોરેટરી છે, એનું નામ છે પ્રમાણ. પ્રમાણ એટલે શું? ઉદાહરણથી સાંભળો. @24.54min. પ્રમાણ પ્રમાણે બોલીએ એનું નામ પરિભાષા. “लक्षण प्रमाणाभ्याम वास्तुसिध्धि, नहीं प्रतीग्ना मात्रेण” લક્ષણ અને પ્રમાણના દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે, બોલવા માત્રથી નહિ. લક્ષણના ત્રણ દોષો: અતિવ્યાપ્તિ, અવ્યપ્તી અને અસંભવ. ઉદાહરણથી સમજણ સાંભળો. ચાર પ્રમાણ: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. @31.12min. વિજ્ઞાન માર્તંડ પંડિત અને આર્યસમાજમાં સાત દિવસનો શાસ્ત્રાર્થ. ટેબલ ઉપર લેમ્પ પડ્યો છે, બધા જુએ છે, માર્તંડ પંડિતે સાબિત કરી દીધું કે ત્યાં ટેબલ પણ નથી અને લેમ્પ પણ નથી. આયુર્વેદ અને એલોપેથી વિષે સાંભળો. પ્રત્યક્ષ જગત્તો બહુ નાનું છે, અપ્રત્યક્ષ જગત એટલું મોટું છે કે એનો કંઈ અંત નથી. આ વાતને આપણા પુરાણોમાં પૌરાણિક રીતે કહેવામાં આવી છે તે સાંભળો. @38.00min. એટલે આપણે ત્યાં ઇશ્વરને “અનંત કોટિ બ્રહ્માંધિપતિ” કહીયે છીએ. અપ્રત્ય્ક્ષ જગતને જાણશો કેવી રીતે? સાંખ્યની કારિકા વિષે. અહીંથી આગળ જાતે સાંભળવું જરૂરી છે, કારણકે બધા શબ્દો ના અર્થ ભેદો લખવા સંભવિત નથી.
Side 2B –
– દાર્શનિક પ્રમાણ ચાલુ… દર્શન વ્યાખ્યેય છે. વ્યાખ્યા કરો, ભણો, સમજો તો પછી તમારી ચાંચ એમાં ડૂબે . આ સાત પદાર્થો એ આખા બ્રહ્માંડોના મૂળ તત્વો છે. આ બધા પદાર્થોની અલગ અલગ વ્યાખ્યા સાંભળો. 2700 વર્ષ પહેલા કણાદ અને ગૌતમે આ ચર્ચા કરેલી છે. વિશેષ ગુણના કારણે દર્શનનું વૈશેષિક નામ પડ્યું છે. @6.23min. પરમાણુંવાદ વિશેની સમજણ. ૨૭૦૦ વર્ષો પહેલાં કણાદ અને ગૌતમ ઋષિઓ ભારતના સૌથી પહેલા અને જુના પરમાણુંવાદીઓ છે. પરમાણુંવાદ ગીતામાં કે વેદમાં નથી એટલે ઘણા લોકો એમને અર્ધા નાસ્તિક કહે છે. એવું એમ કહેવાય છે કે આ સમયમાં ગ્રીસમાં પ્લુટો, સોક્રેટીસ, આ બધા દાર્શનિકો થયેલા અને એ બધાનો પરમાણુંવાદ ભારતમાં આવેલો, આ એક પક્ષ છે. બીજો પક્ષ એનાથી ઉલટો છે એટલેકે ભારતમાંથી પરમાણુંવાદ ગ્રીકમાં ગયેલો કારણકે ગ્રીક સાથે ભારતનો જુનો સંબંધ એટલે એકબીજાની વિદ્વાત્તાની આપ લે થતી હતી. આફ્રિકાના ઉધઈના રાફડાની જેમ આ બ્રહ્માંડો બને છે. @11.37min. પ્રલયકાળમાં શું થાય છે, તે સાંભળો. જૈનો પ્રલયને માનતા નથી. આજે વિજ્ઞાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે હિમાલયને આટલા વર્ષો થયાં. ઉત્પત્તિ અને અંત વચ્ચેનો જે પીરીયડ છે તે જગત છે. ખંડ પ્રલય અને મહાપ્રલય વિશે સાંભળો. પૃથ્વી ભોગવી ભોગવી ને જયારે ખોખર ભાઠા જેવી થઇ જાય ત્યારે ખંડ પ્રલય થાય. @17.34min. આવી રીતે 14વાર ખંડ પ્રલય થાય ત્યાર પછી મહા પ્રલય થાય. અત્યારે સાતમો મન્વન્તર ચાલે છે. પ્રલયનો પુરાણ અને બાઇબલમાં ઉલ્લેખો છે. નૈયાયીકાઓનું શું માનવું છે, તે સાંભળો. @21.39min. ઈશ્વરે એક ફોર્મુલા બનાવી રાખેલ છે અને એ પ્રમાણે બધું આપોઆપ ચાલે છે, તે વિષે વિસ્તારથી સાંભળો. 26.39min. પરમાણું દ્વારા સૃષ્ટિની રચના કેવી રીતે થાય છે? એ રચનાના ત્રણ કારણો, સમવાયી, અસમવાયી અને નિમિત્ત. કદી પણ કારણ વિના કાર્ય થઇ શકે નહિ, આ એક સિદ્ધાંત જો આપણા મગજમાં બેસી જાય તો તમે કદી પણ કોઈ ચમત્કારને, ચમત્કાર નહિ માનો. પ્રત્યેક કાર્યનું કારણ હોયજ. આ ત્રણ કારણો, સમવાયી, અસમવાયી અને નિમિત્ત, કુંભારના ઘડાના ઉદાહરણથી સમજો. ઈશ્વર નિમિત્ત કારણ છે એટલે આપણે એને પ્રજાપતિ કહીએ છીએ. @30.40min. INSTRUMENT – શહનાઇ (બિસમિલ્લહ ખાન) રાગ – ભીમ પલાસી.
Leave A Comment