ગ્રહો, ઉપગ્રહો અને પુર્વગ્રહો, જેસીસ, નડીઆદ

Side A –
– દુનિયાની ચાર જાતની પ્રજા વિશે. સૌથી આગળ ચાલતી, પાછળ ચાલતી, ઘસડાતી અને ઊંધી દિશામાં ચાલતી પ્રજા. ઘસડાતી પ્રજા કોઈને કોઈ પૂર્વ-ગ્રહોથી બંધાયેલી હોય છે. રીવર્સ ચાલતી પ્રજા દુનિયાની સૌથી નીચામાં નીચી, દુઃખી, કરુણ દશા ભોગવનારી પ્રજા છે. @4.24min. બ્રહ્માંડોનું વ્યાપક ક્ષેત્રવિશે. @8.00min. અતિ ધાર્મિક દ્રષ્ટિ વિજ્ઞાનને ન્યાય નથી આપી શકતી. ક્યાં તો તમે અતિ ધાર્મિક બનીને જીવન જીવો કે પછી વૈજ્ઞાનિક બનીને, આ બંને છેડાની વસ્તુઓ છે. આપણે આપણાં જીવનને ગ્રહોની સાથે સજ્જડ જોડી દીધું કે કુંડળી જોયા વગર કોઈ લગ્ન નથી કરતુ. ઉદાહરણ સાંભળો. @11.10min. વધારે પડતી ધર્મિકતાથી, મુહુર્ત અને ચોગડીયા જોવાના કારણે પાણીપતના યુદ્ધમાં ૧૦૦,૦૦૦ મરાઠા સૈનિકો મરાયા. @13.02min. ૮૫% બહુમતિવાળી પ્રજાની ૨૫૦૦ વર્ષોની ગુલામી કેમ? ગુજરાત પર તો બહારના લોકોએજ રાજ કર્યું છે. સંપ્રદાયોના ગુરુઓ બધા બહારના છે, લીલા લહેર કરે છે, ગુજરાતીઓ બધા દક્ષિણા આપનારા, પગ ધોનારા અને આરતી ઉતારનારાઓ છે.ગુજરાતે એક વાઘ જેવો, સિંહ જેવો ધર્મગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતિ પેદા કર્યો પણ તેને ગુજરાતના લોકોએ અપનાવ્યો નહિ. એની કદર પંજાબે, હરિયાણાએ, પશ્ચિમ-ઉત્તરે કરી, કેમ? પ્રજા કોઈને કોઈ પૂર્વગ્રહથી પકડાયેલી છે. હું જ્યાં જાઉં છું ત્યાં લોકોને કહું છું, ભલા થાવ, જુવાનીયાઓ તમે સાધુ ન થાવ, ટોકરા ખખડાવવાથી કશું વળવાનું નથી, એરફોર્સમાં, નેવીમાં જોડવો. @21.10min. આપણે ખરેખર દુનિયાની બહાદુર પ્રજા છીએ? અને નથી તો આપણી કાયરતામાં ધર્મ અને પૂર્વગ્રહો કોઇ મહત્વનો ભાગ ભજવે છે? સાંભળો, એક અમેરિકનનો પ્રશ્ન. ઈઝરાઈલના મુઠ્ઠીભર લોકો ૧૬ દુશ્મન દેશ વચ્ચે જીવે છે. @24.23min. કાશ્મીરનો પ્રશ્ન વર્ષો પહેલા ઉકલી જવો જોઈતો હતો. નિઝામ-હૈદરાબાદનો પ્રશ્ન સરદાર પટેલે કેવી રીતે ઉકેલ્યો તે સાંભળો. આપણે ત્યાં ધાર્મિક પૂર્વગ્રહોએ ધર્મને નામે પ્રજાને કેવી રીતે દુર્બળ બનાવી તે સાંભળો. @31.30min. મહર્ષિ દયાનંદ સરસ્વતિ અને વાળંદભાઇની દાળરોટીનો સ્વીકાર.આપણે ત્યાં સોના-ચાંદીને મંદિરો માં ભેગી કરી માનવતા તરફ ન વાળી એટલે એની ગંધ ઠેઠ ગઝની સુધી પહોંચી. અને શું થયું તે બધાને ખબર છે. મંદિરોએ દેશને ગુલામી આપી. ગાંધીજીને હું એક સાચા આધ્યાત્મિક પુરુષ માનું છું પરંતુ મારે એની સાથે ઘણા મતભેદો છે. એમના અર્થ તંત્ર, કોમી પરિસ્થિતિ, લશ્કરી વ્યવસ્થાની તારવણી સાથે હું સંમત નથી. મુંબઈમાં એક શેઠનેત્યાનું મંદિર વિશે. ક્રિશ્ચિઅનો આપણને ભગવાનના દર્શન હોસ્પીટલમાં, સ્કુલમાં, અનાથાશ્રમમાં કરાવે છે એટલે એ લોકો આખી દુનિયામાં ફેલાઈ જાય છે. તમારા જેટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી કરતી છતાંયે આપણો ધર્મ બિચારો પરિણામ વિનાનો થઈને રહે છે ત્યારે આઘાત લાગે છે એનું કારણ, આપણી પાસે વ્યવસ્થિત આયોજન નથી, પૂર્વગ્રહો છે, ઉત્તર ગ્રહો નથી, સ્પષ્ટતા નથી અને એજો આવી જાય તો તમારો ધર્મ આખી દુનિયામાં જય-જયકાર કરે. @39.50min. શીખોએ ધાર્મિક પૂર્વગ્રહો છોડ્યા અને બળવાન બન્યા. ઔરંગઝેબના દાંત ખાટા કરી નાંખ્યા. @46.40min. બંગાળના કાલા પહાડે(બ્રાહ્મણ) ધર્માન્તર કર્યા પછી કરેલા અત્યાચારો જરૂર સાંભળો, કારણકે પાછો એનો બ્રાહ્મણોએ સ્વીકાર ન કર્યો.

Side B –
– કેરળમાં સૌથી પહેલા આરબો આવ્યા. જાન્બુરીયન રાજાની દીકરી ન્હાય અને એનું કપડું આરબ પર પડ્યું તે રાજાએ જોયું અને રૂઢી પ્રમાણે તે રાજાનો જમાઈ બની ગયો. આજે ત્યાં મુફ્લીસ્તાન બની ગયું અને ત્યાં હાહાકાર મચાવે છે. હિન્દુને જમાઈ બનતા નથી આવડતું. શીખો ફક્ત દોઢ કરોડ છે પણ એમનું અસ્તિત્વ છે કારણકે એ બળવાન પ્રજા છે. એમનું ઘડતર એ રીતે કરવામાં આવ્યું. શીખને કોઈ હેરાન ન કરે. @2.15min. નાઇરોબીમાં એક સરદારનો અનુભવ સાંભળો. કહે છે, “आपके धर्मने मुज़े जूती बनाया था, शिख धर्मने मुज़े सरदार बनाया, बताइए स्वामीजी, मैं गलत तो नहीं कर रहा हूँ?” તમારે આ પછાત પ્રજાને સાથે રાખવી હોય તો તમારે તમારા પૂર્વગ્રહોને બદલવા પડશે. જો તમારા પૂર્વગ્રહ ન બદલો તો આપણી ધાર્મિક, રાજકીય અને સામાજિક સ્થિતિ આવનારા દિવસોમાં વધુ દુઃખદાયી બનશે. આજે કાશ્મીરમાંથી, વડોદરામાંથી, કાલુપુરમાંથી, દરિયાપુરમાંથી હિંદુઓ ભાગી રહ્યા છે, ભાગીને ક્યા જશો? @5.45min. સ્વામીજીનો સંદેશ: સમાજના, ન્યાતોના, સંપ્રદાયોના નાના કુંડાળા તોડી એક વિશાળ હિન્દુઓનું ટોળું ઉભું કરો, જેમાં એકે એક માણસ પોલાદનો હોય, આત્મીયતા હોય, ગૌરવ હોય તથા બંધુઓના દુઃખે દુઃખી અને સુખે સુખી થવાની વૃત્તિ હોય. આજે દેશમાં એક ધર્મ, એક ઈશ્વર અને એક શાસ્ત્રના આંદોલનની જરૂર છે. જો આ ન કરી શકાય તો આપણે પૂર્વગ્રહોવાળી ત્રીજા નંબરની પાછળ ચાલતી પ્રજા થઈશું. અમેરિકનો પાસેથી શીખવા જેવી વાત એ છે કે એમણે શૂન્યમાંથી સર્જન કર્યું અને એક એવો સમાજ બનાવ્યો કે એ સમાજની અંદર બહુ મોટી ઉદારતા, વિશાળતા છે. વિવેકાનંદની કદર અમેરિકાએ કરી. અમેરિકન પ્રજા વાડામાં બંધાયેલી પ્રજા નથી. ભારતની પ્રજાને પણ ઉપર આવવું હોય તો ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક પૂર્વગ્રહો છોડવા પડશે. જો પ્રજાને દોડાવવી હોય તો પ્રજાને પકડી રાખનારા વહાણના લંગરોને ઢીલા કરવા પડશે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત. @29.48min. ભારતના લોકોનું ચરિત્ર. @43.34min. ભજન – ઊંચી મેડી તે મારા સંતની રે – શ્રી મતિ હંસા દવે.