દર્શન ( આપણા શાસ્ત્રો ) –  લંડન

દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે છે. દર્શન એ તટસ્થ ચિંતન છે. વિજ્ઞાન, ઇતિહાસ અને દર્શન લાગણી મુક્ત હોવા જોઇએ. જો એમાં લાગણી ઉમેરો તો તમે સત્યને ન શોધી શકો.

Side 1A – 
– શાસ્ત્રના ત્રણ રૂપ છે. થીયરી બતાવનારું શાસ્ત્ર જેને દર્શન શાસ્ત્ર કહેવાય, આચાર આપનારું અને પ્રેરણા આપનારું શાસ્ત્ર, જેમાંથી થીયરી અને આચાર પ્રમાણે માણસને ચાલવાની પ્રેરણા મળે. પ્રેરણા શાસ્ત્રમાં મીથ હોય, એમાં ઐતિહાસિક તત્વ મહત્વનું નથી પણ એમાં ઘટનાના માધ્યમથી પ્રેરણા આપવામાં આવે તેવા ભાગવત, રામાયણ, મહાભારત વગેરે પુરાણોને આચાર શાસ્ત્રો કહે છે. દર્શન શાસ્ત્ર બૌધિક ભૂખની તૃપ્તિ માટે એટલેકે જીજ્ઞાસુઓ માટે. @8.30min. પ્રત્યેક વેદના ચાર-ચાર ભાગ છે, મંત્ર સંહિતા, આરણ્યક, બ્રાહ્મણ અને ઉપનિષદ. વેદોના ચાર ઉપવેદો – ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ છે, જે વેદોનું ભૌતિક રૂપ લોક-કલ્યાણ માટે જરુરી છે, એ ઉપવેદો છે. અજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ, સામવેદનો ઉપવેદ છે ગાંધર્વ વેદ અને અથર્વ વેદ નો ઉપવેદ છે અર્થ વેદ. આ વૈદિક પીરીયડમાં સંસારની ક્યાંય ઉપેક્ષા નથી. મોક્ષની ઘેલછા નથી. આયુર્વેદવાળા એવું નથી માનતા કે તમારું મૃત્યુ અમુક દિવસે નક્કી છે. તમે 100 વર્ષ પણ જીવી શકો છો અને 10 વર્ષમાં પણ મરી શકો છો. પછી પ્રારબ્ધવાદ આવ્યો એણે ઘણું નુકશાન કર્યું છે. પ્લેન તૂટી પડે તો એમાં બધાના પ્રારબ્ધ એવા નહિ હોય. @13.14min. જેમાં આત્મા, પરમાત્મા વિગેરીની ચર્ચા કવામાં આવી એને ઉપનિષદ કહે છે. વેદના છ અંગોમાં જ્યોતિષ છે પણ ફલિત જ્યોતિષ નથી, અંક જ્યોતિષ છે. આ દર્શનોમાં 200 જેટલા ઉપનિષદોમાં 11ને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પ્રસ્થાનત્રયી વિષે સાંભળો. @16.12min. અવૈદિક પરંપરાના દર્શનો: ચારવાક, બૌદ્ધ – ચાર ભાગ – સૌત્રન્ત્રિક, વૈભાશિક, વિજ્ઞાનવાદ, માધ્યાત્મિક(શૂન્યવાદ અને શ્યાદ વાદ( જૈન દર્શન). @18.10min. દર્શન એ ક્લાસીકલ ગ્રંથ છે. પુરાણોમાં તમારી શંકાઓનું સમાધાન નહિ થાય, દર્શનોમાં શંકાઓનું સમાધાન છે. ચારવાકનું ભૌતિકવાદી અને ભોગવાદી દર્શન. હિંદુઇઝમની આ એક જમા બાજુ છે કે તમે તમારા પ્રશંસકોને માનો છો પણ તમે તમારા આલોચકોને પણ માનો છો. એમનો પ્રસિદ્ધ શ્લોક છે, “यावद जीवेत सुखं जीवेत, ऋणं कृत्वा घृतं पिवेत, भस्मी भूतस्य देहस्य, पुनरागमन कृत:” એમની કેટલીક વાતો બહુ સમજવા જેવી છે તે સાંભળો. તમારે હોમ હવાન કરવાની જરૂર નથી, પણ સારો રાજા શોધી કાઢો. વ્રતો તો પેટ ભરનાર બ્રાહ્મણોએ પોતાના પેટ માટે ઊભા કર્યા છે. એ કહે છે કે જેટલા દુઃખો છે એનો ઉકેલ પણ અહીજ છે. @25.11min. એક મહાત્મા, કેમ વધુ જીવ્યા નહિ તેની વાત સાંભળો. ઘણા નિયમો પાળનારા બહુ દુઃખી થઈને મારતા હોય છે. ચારવાક દર્શનનો બહુ વિરોધ થયો એટલે એ દર્શન નષ્ટ થઇ ગયું. @30.02min. બૌદ્ધ દર્શન – બુદ્ધ વિવાદાસ્પદ વાતોમાં મૌન રહ્યા એટલે વધુ સર્વમાન્ય થયા. આનંદનો પ્રશ્ન અને બુદ્ધનો જવાબ સાંભળો. બુદ્ધના ચાર આર્ય સત્યો. દુઃખ સત્ય છે, દુઃખના કારણો સત્ય છે, દુઃખના ઉપાયો સત્ય છે અને દુઃખ મુક્તિ પણ સત્ય છે. આ દુઃખ મુક્તિ એ જ નિર્વાણ છે. બુદ્ધના ચાર દર્શનો વિષે સાંભળો. @38.19min. દરેક દર્શને સત્યની પરિભાષા કરી. બૌદ્ધો કોઇ પરમ શક્તિ કે ઇશ્વરને માનતા નથી. બે ધારાઓ જળધારા અને ચિત્તધારા વિષે સાંભળો. @41.58min. બુદ્ધનું હાસ્યાસ્પદ નિર્વાણ વિષે. પોતાના અસ્તિત્વની સમાપ્તિ એનું નામજ નિર્વાણ. પોતાના અસ્તિત્વનો અંત કોઈને ગમે નહિ. બુદ્ધનું નિર્વાણ વિષે સાંભળો. @46.55min. ચાર ભેદો. બૌદ્ધોનો વિજ્ઞાન વાદ અને શંકરાચાર્યનો વિવર્ત વાદ બંને સરખા છે એટલે શંકરાચાર્યને “પ્રછન્ન બુદ્ધ કહે છે.

Side 1B – 
– વિજ્ઞાનવાદ(યોગાચાર)ની અસર શંકરાચર્યપર છે. “ब्रह्म सत्यम् जगत मिथ्या.” માને છે કે સંસાર જેવી કોઇ વસ્તુજ નથી, જે દેખાય છે તે વાસનાને લીધે છે. વાસનાનો ક્ષય કરો એટલે સંસાર છે જ નહિ. પણ આત્મા(વિજ્ઞાન) છે એટલે નામ પડ્યું વિજ્ઞાનવાદી. ચોથો છે એનું નામ શૂન્યવાદ એટલે માધ્યમિક. કશું નથી, આત્મા નથી, પરમાત્મા નથી અને આ બધું દ્રશ્ય માત્ર છે. આમ આ ચાર બૌદ્ધોના મુખ્ય ભેદ થયા . આ ચારે ચારમાં ઈશ્વર નથી. મહાયાનવાદી સૌથી વધારે શ્રદ્ધાળુ બૌદ્ધો છે. @3.34min. છઠું જૈન દર્શન વિશે. મહાવીર અને બુદ્ધ સમકાલીન રાજપુત્રો છે. બંને ક્ષત્રિયો છે, પરણેલા છે અને બંનેએ પત્નીનો ત્યાગ કર્યો છે અને સાધુ (ભિક્ષુક) થયા છે. મહાવીરના સંપ્રદાયને સમજવાના ત્રણ માર્ગો, કર્મકાંડ માર્ગ, યોગ વિજ્ઞાન માર્ગ અને દેહ દમન વાદ. કર્મકાંડમાર્ગમાં વર્ષોથી ચાલતા યજ્ઞો અને પશુબલિ વિષે સાંભળો. આખું મીમાંષા શાસ્ત્ર યજ્ઞોથી ભરેલું છે અને એણે પ્રજામાં ઘણો મોટો અજંપો ઉભો કર્યો. આ કર્મકાંડ માર્ગ આખી દુનિયામાં હતો. એની સામે બીજો કપિલ અને પતંજલિનો સાંખ્ય યોગનો હતો, આ લોકો કર્મ કાંડમાં નહિ માને ત્યારે શું કરવાનું? કે તમે યોગ કરો અને જ્ઞાન મેળવો. એટલે ધીરે ધીરે તમને અહિયાં શાંતિ મળશે અને મૃત્યુ સમયે શાંતિના હકદાર થશો. ત્રીજો દેહ દમન માર્ગ. એક વૃદ્ધ જૈનનું ઉદાહરણ. @9.39min. જૈનોના તપ વિશે. આશ્રવ, સંવર, નિર્જર, બંધ, અને મોક્ષની વ્યાખ્યા અને સમજણ સાંભળો જૈન ધર્મ સૌથી વધુમાં વધુ પૂર્વના કર્મો પર ભાર મૂકે છે. કઠોર નિયમો અને પાપ વિશે સાંભળો. @12.09min. આખી દુનિયામાં વધુમાં વધુ પાપોની શોધ જૈનોએ કરી છે અને સૌથી ઓછામાં ઓછાં પાપ મુસલમાનોને લાગે છે. એક જૈન સાધ્વી સાથે વાત. આપને એમ માનીએ છીએ કે અ કુદરતની વ્યવસ્થા છે. અને તમારા જીવન માટે જરૂરી છે. જૈનો એવું માને છે કે જ્યાં સુધી તમે દિક્ષા ન લો ત્યાં સુધી તમારો મોક્ષ થઇ શકે નહિ. આપણી મનુની પાપ માર્જનની વ્યવસ્થા સાંભળો. જૈનોની પાપોની ગણતરીથી માનવતા ન આવી પરંતુ જંતુવાદ આવ્યો. જૈનોએ કહ્યું તમારે ડગલે અને પગલે પાપ કવુંજ પડે એટલે બધા સાધુ થઇ જાવ. સાધુઓના ટોળાં અહીંથી આવ્યા. જૈનોનું તપ અને હિન્દુઓનું તપ વિષે સાંભળો. ગીતા માધ્યમ માર્ગી છે. “युक्ताहारविहारस्य…..योगो भवति दु:खहा”….(गीत 6-17). @19.260min. જૈનો, હિંદુઓ અને મુસલમાનોમાં પાપ કેવી રીતે માફ થાય છે? જૈનોનો સંભાવના અર્થમાં સપ્ત્ભંગી સ્યાદવાદ વિશે સાંભળો.. મગનું નામ મરી કેમ નથી પાડતા? આમનો મૂળ સિદ્ધાંત એ છે કે કોઈ જગતનો કર્તા નથી, આ જગત થયુંજ નથી, પણ છેજ. અનંત કાળથી પ્રવાહ રૂપે ચાલ્યું આવે છે. (અહીંથી સાંભળવા વગર સમજણ પડશે નહિ) જૈનોમાં સાધુ સાઘ્વીઓ કેમ વધારે થાય છે? કારણકે દિક્ષા લેવાથીજ મોક્ષ મળે. @28.33min. જીવોના તીર્થંકર થવા વિશે. ચોવીસ તીથંકરમાંથી બે-ત્રણનાજ ઈતિહાસ મળે છે. જૈનોની માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન અત્યારે નરકમાં છે એવું માને છે. જૈનોની મોક્ષ વિશેની માન્યતા. અને આ રીતે આ છ અવૈદિક દર્શનો છે એમને નાસ્તિક દર્શનો પણ કહેવામાં આવે છે @33.00min. લેબોરેટરી માંથી જે સત્ય નીકળ્યું તે વિજ્ઞાન થયું અને મગજમાંથી જે સત્ય નીકળ્યું તે દર્શન થયું.પ્રતિભાના જોરે થયેલા દર્શનોથી ભૌતિક વિકાસ ન થયો અને તેથી દુશ્મનોના સામે ટકી ન શ્ક્યા. નાલંદામાં 200 ઘોડેસ્વાર લઇને આવેલા મહમ્મદ બખ્તિઆરે, 11000 આચાર્યોના ગળા કાપી નાંખ્યા અને દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરીને આગ લગાડી. @36.10min. INSTRUMENT – जैसे सूरजकी गरमिसे, हरे राम हरे.