ભારતીયતા એટલે શું? – ગોંડલ
સાહિત્ય વર્તુળ આયોજિત સભા – વિષય છે, ભારતીયતા સતત બદલાતી વિભાવના

Side A –
– હિંદુ અને જૈનોના બે દ્રષ્ટિકોણ. પહેલા બહું સારું હતું અને આજે બધું રસાતાળમાં જઇ રહ્યું છે. પહેલા સત્યયુગ હતો, હવે કળિયુગ છે. જૈનો માને છે કે આ પાંચમો આરો છે અને અત્યારે માણસો ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે. @2.48min. હું તમને એક ખાસ ભલામણ કરું છું કે તમારે જો કોરા ધાર્મિક થવું હોય તો કોઈ દિવસ વિજ્ઞાન કે ઇતિહાસના પુસ્તકોને અડવું નહિ પણ જો તમારે સાચા ધાર્મિક થવું હોય તો તમારે વિજ્ઞાન, ઈતિહાસ, સમાજ અને ધર્મ બધાનું તુલનાત્મક અધ્યયન કરવાનું. જો નહિ કરો તો સત્યને સ્વીકારી, પચાવી ન શકો. સત્યની ઉલટી થયા કરશે અને સત્યની ઉલટી ભયંકર કોલેરો છે. એવું માનવામાં આવતું હતું કે પહેલા લોકો બહુ ઊંચા 100 વાંસ જેટલા હતા અને હવે ઘટતાં ઘટતાં ઠીંગણાં થઇ ગયા, પહેલા માણસો લાખો વર્ષો જીવતા હવે આયુષ્ય બહું ઓછું થઇ ગયું. વૃષભદેવજી 80 લાખ વર્ષ સુધી સંસાર ભોગવે છે, એવું મને જણાવવામાં આવ્યું. આપણે ત્યાં પણ ઋષિઓ હજારો, લાખો વર્ષના છે અને કેટલાક તો ભર્તુહરિ વગેરે મરતાજ નથી, અમર છે. કાઠીયાવાડમાં ચલમ ફૂંકતા એક માણસ મળ્યા, કહે છે કે તમે ચલમ નહિ ફૂંકો તો સાધુ શા માટે થયા? કોઈ અમર નથી, કોઈ સાશ્વત નથી. એક સમારોહમાં એક નિર્ણય એવો કરવામાં આવ્યો કે હવે આ દેશને બચાવવો હોય અને ભારતીયતાને બચાવવી હોય તો 100 વર્ષ જુનું જીવન શરુ કરો. એમને કોણ સમજાવે કે હવે અત્યારે તો નદી કે કુવાનું પાણી પી શકાય તેમ પણ નથી. @9.49min. તમે જ્યારે એકાંગી અધ્યયન કરો છો ત્યારે તમારી અંદર સત્ય નથી આવતું પણ માની લીધેલા સત્યની જગ્યાએ ઘ્રણા આવે છે. હું માનું છું કે પહેલા કરતા આ દુનિયા અનેક ઘણી સારી છે તે સાંભળો. @12.45min. ભારતીયતા શબ્દની વ્યાખ્યા કરી શકાતી નથી. બીજો શબ્દ હિન્દુત્વ વિશે સાંભળો. ભારતીયતા શું છે એ જાણવું હોય તો ચાર ધામ અને અડસઠ તીરથ સિવાયના ભારતની યાત્રા કરો. સિક્કિમ જાવ, ભૂતાન, ત્રિપુરા, નાગાલેંડ, તમિલનાડુ, કેરલા, હિમાચલ પ્રદેશ, જોન્સ આર બાર્બરમાં જાવ, ત્યાં આજે પણ એકજ ભાઈ પરણે છે અને પત્ની બધા ભાઈઓની પત્ની થાય છે અને કહે છે કે અમે તો પાંડવોના વંશના છીએ. ભારત એટલો વિચિત્ર દેશ છે કે દર 100-200-500 કિલોમીટરે ભારતીયતા બદલાય જાય છે. આ બધા પ્રદેશોનો અભ્યાસ ન કરો ત્યાં સુધી તમે ભારતીયતાની વ્યાખ્યા ન કરી શકો. @17.35min. આપણી પાસે એક વૈદિક યુગ હતો એને આપણે ધાર્મિક દ્રષ્ટીએ નહિ પણ તટસ્થ દ્રષ્ટીએ જોવાનો છે. આપણે ક્રમે ક્રમે ઋષિ માટે એવી ભાવના ભરી દીધી કે ઋષિ કોઈ દિવસ ભૂલ કરેજ નહિ. પણ જો તમે ઋષિઓના ગ્રંથ વાંચશો તો ખબર પડશે કે ઋષિઓ પોતાની ભૂલોનો સ્વીકાર કરે છે. રાજા અને રૈક્વ ખેડૂતનું ઉદાહરણ. @23.02min. ભારતીયતા ચાર પાટા ઉપર ચાલે છે, ધાર્મિક, રાજકીય, શૈક્ષણીક અને આર્થિક સ્થિતિ. ઋષિઓની ઉપાસના સાંભળો. ઋષિ ઉન્નત માનવ જીવનની ઉપાસના કરે છે. ગંગા સાગર તીર્થ ગંદકી માટે પ્રસિધ્ધ છે એટલે કહ્યું છે કે “सब तीरथ बारबार और गंगा तीरथ एक बार.” ગંગા સાગરની જેમ ભારતીયતાનું મૂળ ધીરે ધીરે વધતું વધતું વિશાળ થતું જાય છે અને એમાં લોકો ભળતા જાય છે. ગુજરાતમાં બે પ્રકારની પ્રજા છે, સવર્ણ અને આદિવાસી. કાઠીયાવાડમાં ઓછામાં ઓછી 50 પ્રકારની પ્રજા છે. દ્વારિકા તરફ વાઘેર પ્રજા અને કાઠી દરબારોને જોજો, એકદમ યુરોપિયન જેવી ગ્રીક પ્રજા છે જે સેલ્યુકસની જોડે ત્યાં રહી ગયેલી પ્રજા છે. અનેક જાતના લોકો આવ્યા, કાશ્મીરથી માંડી કાઠીયાવાડ, કચ્છ સુધીની એક એક લાઈન છે, બિહાર-ઓરિસ્સા અને એ આખો ભાગ જુદોજ લાગશે, એટલે આપણી ભારતીયતા બદલાતી રહી છે. પંજાબના કટ્ટર હિંદુઓ મુસલમાનો જેવા દેખાય છે. @32.11min. ભારતીયતાનો અર્થ છે, જે પરિવર્તનને સહન કરી શકે, પચાવી શકે, એનું નામજ ભારતીયતા છે. પારસીઓ પરિવર્તનને સહન નથી કરી શકતા એટલે ક્ષીણ થઇ ગયા છે, આપણે સતત પરિવર્તન સહન કરતા રહ્યા છીએ. પહેલેથીજ બધું હતું અને પછી ધીરે ધીરે બગડ્યું એ વાત બરાબર નથી. પહેલાં માણસ ગુફામાં રહેતો, જંગલી જેવો રહેતો, કોઈ સમાજ વ્યવસ્થા ન હતી. લડતો-ઝગડતો, એકબીજાની સ્ત્રી ઉપાડી જતો, પછી ધાર્મિકતા આવી. આર્થિક અને શૈક્ષણિક સમૃધ્ધિઓ આવી. આ બધું ક્રમે ક્રમે થયું. @34.15min. ઋષિઓના(167 નામો) નામ લગભગ સનાતન છે, કારણકે જેટલા રામાયણમાં છે, એ બધા ભાગવતમાં પણ છે. એમનું દર્શન જુદું છે, પરંતુ ધર્મ જુદો નથી. સુવર્ણ જેવો યુગ હોય તો પણ એની જુવાની ઘડપણમાં બદલાય. ક્રમે ક્રમે આખો પુરોહિત વર્ગ તૈયાર થયો. અહી દોઢ કરોડ લોકો ધાર્મિક આજીવિકા પર જીવે છે. જો ધર્મ અને અધ્યાત્મને શુદ્ધ રાખવું હોય તો ધાર્મિક આજીવિકા ઉપર જીવનારા વર્ગને ઓછો કરવો જરૂરી છે, તે તથા એક પાઠ શાળાના આચાર્યની વાત સાંભળો. @38.58min. દુનિયાનો એક નિયમ છે કે જે લોકો એકદમ સચ્ચાઈનો પૈસો નથી કમાતા, ગોરખધંધા કરીને કમાય છે, એમનામાં વધુ પડતી ધાર્મિકતા હોય છે, એટલા માટે કે એમનામાં સતત ભય રહે છે અને એમાંથી બચવા માટે, છૂટવા માટે ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે તૈયાર હોય છે. એક વધુ મોટી વિકૃતિ એ આવી કે યજ્ઞોમાં પશુબલિ વધી ગઈ. સ્વીડનમાં 18થી 20 કલાકની રાત અને દિવસ વિશે. @43.08min. ધર્મના ઉપર, સમાજના ઉપર, રાજકારણના ઉપર, અર્થ કારણના ઉપર થોડીક નજરો એવી હોય કે એને બરાબર જોયા કરે. જો એવું ન થાય તો તરતજ વિકૃતિ આવે. સ્થાપિત હિતનું ઉદાહરણ કે ગુણની જગ્યાએ વંશ પૂજાય. ચાણક્યે લખ્યું છે કે પશુઓની હત્યા કરવાથી સ્વર્ગે જવાતું હોય તો નરકે કોણ જશે? @45.54min. બૌદ્ધોથી ભારતમાં ઘણી તાજગી આવી. ખરેખર ભારતીયતાનો જે અડધા વિશ્વમાં પ્રચાર થયો તે બૌદ્ધોના કારણે થયો. બુદ્ધના 500 વર્ષ પછી પ્રથમ શતાબ્દીની આજુબાજુમાં કનિષ્ક રાજા થયો ત્યારે શકો આવ્યા, તે બૌદ્ધો થયા અને હુણો આવ્યા તે હિંદુઓ થયા, ત્યાર પછી અશોક અને તેના વંશ વિશે સાંભળો. જૈનો અને બૌદ્ધો બંને અહિંસાવાદી છે. બૌદ્ધો અહિંસાવાદી હોવા છતાં માંસાહારી છે, જૈનો એટલા અહિંસાવાદી કે કંદમૂળ પણ ન ખવાય. @48.54min. આશ્રમમાં બે-ત્રણ સાધ્વી આવી તે વિશે સાંભળો.

 

Side B –
– ભારતમાં 40-45 લાખ જૈનો છે, જ્યારે ઉદારતાના લીધે બૌદ્ધો કરોડોની સંખ્યામાં ફેલાયા. હિંદુઓની આભડછેટ અને અયોધ્યામાં ચાલતું અઢી હજાર સાધુઓનું રસોડું વિશે સાંભળો. ઇસ્લામની ઉદારતાના લીધે આખી દુનિયામાં ફેલાયા, પણ તે પહેલાં બૌદ્ધોનો ઉદય થયો હતો. હિમાચલ પ્રદેશમાં બધાજ બૌદ્ધો માંસાહારી છે, માંસ ખાવાની એટલી છૂટ કે ચાર પગવાળું ટેબલ સિવાય બધુંજ ખવાય. હિમાચલ પ્રદેશમાં છૂટથી દારૂ તથા માંસાહાર થતો હોવા છતાં રાત્રે દુકાનોમાં તાળાં લગાવતા નથી. @4.23min. ચિનાબ નદી આગળ એક બકરાવાળાનો અનુભવ. મેક્ષિકો, પેરુ, ગ્વાટેમાલા બધેજ બૌદ્ધો પહોંચી ગયા. ભારતમાં જેટલો વૈરાગ્ય છે એટલો દુનિયામાં કોઈ જગ્યાએ જોવા નહિ મળે, પણ એ વાંઝિયો વૈરાગ્ય છે. એમાં કોઈ મધર તરેસા નથી કે બિમાર માણસોને હોસ્પિટલમાં દાખલ કરે। અહિયાં રીબાઇ રીબાઇને મરનારો વર્ગ છે. હું બૌદ્ધ ધર્મનો સ્વીકાર નથી કરતો પરંતુ હું એટલું માનું છું કે એ વૈદિક પિરીયડ જેટલોજ મહાન બૌદ્ધ પિરીયડ છે. આપણે બહાર ફેલાયા, પ્રસર્યા એ બૌદ્ધોના કારણે છે. બુદ્ધ ધર્મને પણ વૃદ્ધાવસ્થા આવી. વિવેકાનંદ, રામતીર્થ એકલા દુનિયામાં ગર્જે છે, કારણકે એનામાં પોતાનું નક્કરપણું છે. @8.02min. બૌદ્ધ ધર્મના પ્રચારે વૈદિક ધર્મને ઉથલાવી નાખ્યો. જો તમારે મોક્ષ જોઈતો હોય તો પૈસા-પત્ની છોડો અને પરીવ્રજ્યા લઇ લો અને સાધુ થઇ જાવ. આમ દેશ મહત્વકાંક્ષા વિનાનો થઇ ગયો. રાષ્ટ્રને જવા દો, માનવતાને જવા દો. વિધવાઓ, ત્યકતાઓ, અનાથ બાળકો તો એમના કર્મના ફળ ભોગવે છે, માટે એમને મદદ ન કરશો, નહિ તો તમારે પાછો જનમ લેવો પડશે. બિહાર જશો તો પૈસા અને વાહન લઈને જશો નહિ, કારણકે ગુજરાતની ગાડી જોઇને ત્યાના MLA જ તમારી ગાડી ચોરાવે છે અને કહે છે, “तुम गुजराती लोग यहाँ घूमने फिरने आते हो तो कुछ देके जाना पड़ेगा.” એક પટેલની ગાડી છોડાવતા દોઢ લાખ થયા અને જાત્રા અધુરી મૂકી ઘર ભેગા થયા. @12.57min. બૌદ્ધોમાં જે ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા શરુ થઇ એમાંથી ફરી પાછો એક નવો ઉદય થયો તે છઠ્ઠી શતાબ્દિથી આઠમી શતાબ્દિ સુધીમાં શંકરાચાર્ય, ઉદયનાચાર્ય, કુમારિલ ભટ્ટ, માધવાચાર્ય વગેરેથી પરિવર્તન આવ્યું પણ એમાં એક ભૂલ થઇ કે બૌદ્ધોની જે ઉદારતા હતી તે રાખી ન શક્યા અને ફરી પાછી જડબેસલાક વર્ણવ્યવસ્થા આવી અને એની સમાંતરમાં બીજી સંતધારા ચાલી. સંત સ્વયંભુ છે, સાધુ સ્વયંભુ નથી. ગુરુનાનક, મીરાંબાઈ, નરસિંહ મહેતા, કબીર, તુકારામ વગેરે સંતો થયા. દશમી શતાબ્દિ પહેલાં સંતો નથી મળતા અને બુદ્ધની પહેલાં સાધુઓ નથી મળતા. ફક્ત ઋષિઓજ હતા. સંતો બધી જ્ઞાતિઓમાં થયા, એમણે લોકોમાં એક સારી વ્યવસ્થા ઊભી કરી. “हरको भजे सो हरका होई, जात-पात पूछे नहि कोई.” પછાત વસ્તીને આ સંતોએ પકડી રાખી, નહિ તો એ હિંદુ સમાજથી છૂટી પડી ગઈ હોત. સંત માર્ગમાં આભડછેટ નથી, ઉદાહરણ સાંભળો. આભડછેટ એવી કે જો હું કહું કે પટેલના ઘરનું નહિ ખાઉં તો પટેલને વધારે શ્રદ્ધા થાય કે આ મહારાજતો ખોળિયું અભડાવતા નથી. સંતો સુફી માર્ગમાંથી આવ્યા. @19.29min. બાદશાહોએ કેટલાયે સુફીઓને ફાંસીએ ચઢાવ્યા. સુફી મનસુરે ગાયું, “अगर है शौक मिलनेका….. મનસૂરને ફાંસીએ ચઢાવી દીધો, હસતાં હસતાં ફાંસીએ ચઢી ગયો. આ સુફીઓએ હિંદુ-મુસલમાનોમાં એકતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો. @આપણે 16-17-18મી સદીએ પહોંચીએ છીએ ત્યારે, ભારતીયતા એની એજ છે. અને ત્યાં નવો વણાંક ક્રિશ્ચિઅનોનો આવે છે. અહિયાં અંગ્રેજો, પોર્ટુગીઝો આવ્યા અને એમની બહુ મોટી અસર છે કે તમારું રસોડું, સંડાસ પશ્ચિમનું, જમવાનું, વાળ, કપડાં પશ્ચિમના. આ લોકો કેમ ફેલાઈ ગયા? આપણે લવણભાસ્કર ખાતાજ રહી ગયા. વૈદો બધા ભેગા થઈને એલોપેથી વાળાને ગાળો દે છે પણ હાર્ટ એટેક આવે એટલે હોસ્પિટલમાં જવા વગર છૂટકો નહિ. ભારતીયતાનું પરિવર્તન બંગાળથી આવ્યું. અંગ્રેજો જ્યાં વસ્યા ત્યાંથી એટલેકે સુરત, દિલ્હી, બંગાળ વગેરેથી શરૂઆત થઇ. સુરતમાં નર્મદા શંકર, દિલ્હીમાં દયાનંદ સરસ્વતી અને બંગાળમાં રાજા રામ મોહનરાયના પરિવર્તને એક બહુ મોટી શક્તિ ઊભી કરી. એવું કહેવાય છે કે દયાનંદ ન હોત તો પાકિસ્તાનની રેખા દિલ્હી આગળ દોરાઇ હોત, પરંતુ દુઃખ તો એ છે કે કાઠીયાવાડના દયાનંદને કાઠીયાવાડજ ઓળખતું નથી. જે પરિવર્તન આવ્યું તેનાથી પશ્ચિમ અને પૂર્વની એક લીંક બની. વિવેકાનંદ પશ્ચિમ ગયા પછી જોયું કે ક્રિશ્ચીયાનીટીનું બળ એની સેવા છે અને તેથી જો હિંદુ પ્રજાએ પોતાને સુધારવી હશે તો એણે પણ સેવાનો માર્ગ સ્વીકારવો પડશે. @26.37min. આપને ત્યાં માનવતાનો ધર્મ કેટલો હતો? સ્વામીજીનું પોતાનું ઉદાહરણ સાંભળો. આખું દાન વર્ણલક્ષી થયું. જૈનોમાં સાધકની ભક્તિ બરાબર છે, પણ બીજા કોઈને તો કંઈક આપો. પણ નહિ આપે, કારણકે બીજાને ખવડાવશો અને જો તે પાપ કરશે તો તમારે ભોગવવું પડશે. કાઠીયાવાડને બચાવવું હોય તો તમે હજાર અશ્વમેઘ યજ્ઞ કરો, તો એ કશું થવાનું નથી. અક્કલને પણ ગીરો મુકવાની કંઈ જગ્યા હોય. ચેકડેમ બાંધો તો બચાવાશે. હવે અમે બધા સાધુઓ પણ આ કામમાં લાગ્યા છીએ. સ્વામિનારાયણના ઘણા સાધુઓ આ કામમાં લાગ્યા છે એ બહુ આનંદની વાત છે. સ્વામીજીના પ્લેનમાં કે એક ભારતીય બહેન 737 પ્લેન ઉડાવતી હતી. કારગીલના યુદ્ધમાં કેટલીક દીકરીઓ હેલીકોપ્ટર ઉડાવતી હતી તો તમે આ આખા પરિવર્તનને સમજો, આ ભારતીયતા છે. 230.23min. આપણે જો બચ્યા હોઈએ તો એકજ કારણ છે કે આપણે બહુ જલ્દી પરિવર્તન સ્વીકારી લઈએ છીએ અને જેઓ નથી સ્વીકારતા તેઓ પોતાની મેળે આપોઆપ ખતમ થઇ જાય છે. એટલે ગુલામી વેઠીને પણ હિંદુઓ પોતાનું અસ્તિત્વ રાખી શક્યા છે અને એની ભારતીયતાને કશી આંચ આવતી નથી. ભારતીયતા સતત બદલાનારી એક વ્યવસ્થા છે. આવનારા વર્ષોમાં આપણે ઘણું પરિવર્તન સ્વીકારી ગૌરવ પૂર્વક, વિશાળ થઈને આગળ વધીએ એવી પરમેશ્વરને પ્રાર્થના, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @32.45min. વ્યક્તિની યોગ્યતાના વિષય પર સ્વામીજીના પ્રવચનનો શેષ ભાગ જરૂર સાંભળો. @42.08min. कबीर दोहे, श्री जगजीत सिंघ.