ઈશ્વર પેટલીકર – વલ્લભ વિદ્યાનગર
Side A –
– વ્યક્તિત્વના બે પ્રકાર, એક જોડાયેલું અને બીજું બિન જોડાયેલું. તમારી પાસે વસ્ત્રો છે, દાગીના છે, શણગાર છે, ઐશ્વર્ય છે, આ બધાના દ્વારા પ્રગટ થતું વ્યક્તિત્વ એ જોડાયેલું વ્યક્તિત્વ છે. અમારા વ્યક્તિત્વમાં ગાડીના ઉમેરાથી પણ સત્કારમાં ફરક પડે છે, તે સાંભળો. જોડાયેલું વ્યક્તિત્વથી માણસ લાભ પ્રાપ્ત કરતો હોય છે. @3.59min. બીજું બિન જોડાયેલું સ્વયંભુ વ્યક્તિત્વ હોય છે. આ વ્યક્તિત્વ ચાર ભાગમાં વહેંચાયેલું છે. મસલ્સનું વ્યક્તિત્વ, તમે પહેલવાન છો? ગ્રીકનો હર્ક્યુલીસ અને ભારતનો ભીમ એ મસલ્સના વ્યક્તિત્વો છે. બીજું સૌન્દર્યનું, તમે રૂપ રૂપના અંબાર છો, ગમે તેવા કપડા પહેરો, મેક-અપ કરો કે ન કરો, પ્રત્યેક એંગલથી આ વ્યક્તિનું સૌન્દર્ય નીખરી રહ્યું છે. ત્રીજું કંઠનું, તમારી પાસે કંઠનું વ્યક્તિત્વ હોય તો તમે ગાઓ ત્યારે નાગ જેવી વ્યક્તિ, જેનો ફુંફાડા મારવાનો સ્વભાવ છે, એ પણ ડોલવા લાગે. ભારત એક હતું ત્યારે, સિંધમાં પુષ્કળ ડાકુઓ ગામને લુંટવા આવ્યા ત્યારે ગામની વચ્ચે કુંવરલાલ ભગત વ્યાખ્યાન કરે, ભગતે ગાવા માંડ્યું, અઢી કલાક પછી લુંટનો માલ ભગતની આપી ચાલવા માંડ્યું. લતાનું વ્યક્તિત્વ કંઠમાં છે. @10.50min. ચોથું અને વધારે મહત્વનું મસ્તિષ્કનું વ્યક્તિત્વ છે. અષ્ટાવક્ર, આઈનસ્ટાઇન, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ આ બધા સમર્થ ઋષીઓ છે, એમની પાસે મસ્તિષ્ક છે. આ બધા પાસેથી મસ્તિષ્ક લઇ લેવામાં આવે તો શું રહે? સૌદર્ય અને મસલ્સ પોતે પરિચય આપે છે. કંઠ અને મસ્તિષ્કનું વ્યક્તિત્વ સમય આવ્યે પરિચય થતો હોય છે. @12.57min. એક યાત્રામાં વખાણ કરવાનું પરિણામ સાંભળો. ” शक्तिहि कार्य गम्या “‘ કાર્યના દ્વારા શક્તિ પ્રગટ થાય છે. જે શક્તિ પુરુષાર્થના દ્વારા આવી ન હોય પણ આકસ્મિક રીતે પ્રાપ્ત થઇ હોય એને ઈશ્વરની બક્ષીસ માનવામાં આવે છે. લતાને જે ગળું મળ્યું તે કુદરતી બક્ષીસ છે. કુદરતી બક્ષિસનો અહંકાર ન કરો તો એ તમારા માટે આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની જાય. કેટલીક વાર આવી પ્રતીતિ કરાવવા માટે ભગવાન, કોઈ કોઈ ઘટનાઓ ઘટાવતો હોય છે. @17.16min. ” मत्त: स्मृतिर्ग्नानंअपोऽनन्च….चाहम्.” ….(गीता …15.15), અર્જુન હું જ્ઞાન આપનારો છું અને જ્ઞાન ઉપર પોતું ફેરવનાર પણ છું. પૂર્વ બંગાળનો કવિ નજરૂહ ઇસ્લામનું ઉદાહરણ સાંભળો. એના ગીતોની અંદર હિન્દુઇઅમ છે, એના ઘરમાં હિંદુ દેવ-દેવીઓના ફોટાઓ છે, પરંતુ છેલ્લે એમની સ્મૃતિ લુપ્ત થઇ ગઈ હતી. અહીંથી ભક્તિમાર્ગ શરુ થાય છે કે આ તારી આપેલી શક્તિ છે, તારા કામ માટે ઉપયોગ કરીશ. @21.54min. શ્રીમદ વલ્લભાચાર્યના પુત્ર ગોસાંઇજી મહારાજ, અકબરનો સમય, તાનસેનનો ડંકો વાગે. હરતો ફરતો મથુરા આવે, કોઈને પૂછ્યું કે અહિયાં કોઈ સંગીતનો પારખુ માણસ છે? રવિશંકરનો અનુભવ સાંભળો. ગોસાંઇજીનેત્યાં તાનસેનની સાથેના માણસ એક દોહરો બોલ્યો પછી શું થયું તે સમજવા જેવી વાત છે તે જરૂર સાંભળો. તાનસેનનું અભિમાન ઊતરી ગયું. @28.59min. આ હરિદાસનું સંગીત મહારાજાઓના પણ મહારાજા એક માત્ર ઈશ્વર માટે છે, આ ભક્તિ માર્ગ છે. વર્ષો સુધી પણ આ સંગીત મરવાનું નથી. સ્વામીજીની અમેરિકાનું મ્યુઝીયમ જોવા ગયેલા ત્યાં 12 ફૂટનું મસ્તિષ્ક બનાવેલું તેની વિગતો સાંભળો. @34.15min. કુદરત જ્યારે કોઈને કંઈક દોષ આપે છે તો એને ઢાંકવા માટે એક વધુ ગુણ પણ આપે છે. ક્રોધી માણસો ઘણા ઉદાર હોય છે. માણસનું મસ્તિષ્ક વધારેમાં વધારે 15% વિકાસ પામે ત્યારે કોઈ આઈનસ્ટાઇન, શંકરાચાર્ય, હેમાચાર્ય બને છે. આ જે મસ્તિષ્કની અદભૂત દેન છે, તે કુદરતી છે. કેટલાક માણસો બખ્તર વિનાના હોય છે, જેવા અંદર તેવા બહાર. તમે એની ઘ્રણા કરો તોયે ભલે અને પ્રેમ કરો તોયે ભલે. ઈશ્વર પેટલીકરની આ ખાસિયત હતી. પેટલીકર એટલે પેટલી ગામના. એમણે સાહિત્યના ક્ષેત્રમાં ઘણું પ્રદાન કર્યું. મૂળમાં પાટીદાર. મારું માનવું છે કે પાટીદારોના હાથમાં બહુ મોડે મોડે કલમ આવી. 60-70 વર્ષ પહેલાંનો પાટીદાર કવિ, સાક્ષર, મહા કવિ થયો હોય તો બતાવજો . જે કંઈ થયું તે છેલ્લા 50-60 વર્ષમાં, કેમ? તે સાંભળો. @39.14min. એક મુંબઈના વાણીયાઓની સભાનો અનુભવ. પ્રેમગાથા, ભક્તિગાથા અને શૌર્યગાથા આ ત્રણે એકબીજા સાથે ઓતપ્રોત થયેલા છે અને ત્રણેયની પરકાષ્ટા બલિદાન છે. સાહિત્યકાર પાસે આ ત્રણેય વસ્તુઓ લઇ લેવામાં આવે તો સાહિત્યકાર લખે તો શું લખે? અહિયાં જે આચાર્યો થયા તેમાંના કોઈએ સમાજને સ્પર્શ્યો નથી. કયા આચાર્યે સતી-પ્રથાના વિરુદ્ધમાં અને અસ્પૃશ્યતા નિવારવાના પક્ષમાં લખ્યું? ઉલટાનું સમર્થન કર્યું. બીજી તરફ એ પક્ષમાં લખનારા કવિઓ થયા, કબીર, નાનક, મીરાં, તુલસી, અખો વગેરે, પણ એમની સમાજ ઉપર પકડ રહી નહિ. સમાજ ઘડનારાઓ પાસે સામાજિક જ્ઞાન કરુણા, દયા પ્રેમ ન હોય તો એ ક્રૂર સમાજ ઘડશે. @45.18min. એક પટેલ સજ્જનના ઘરમાં માથાં મુન્ડાવવા વિશેની વાત. દુલા ભાયા કાગ અને શીહોરનો યજ્ઞ. ખ્રિસ્તીઓનું સેવાકાર્ય. પાદરીઓ ગામડે ગામડે ફરીને દવા આપે, કપડાં આપે, અનાજ આપે, એમનો ધર્મ વધે એમનો જયજયકાર થાય અને આપણે અહી યજ્ઞોના ભડકા કરીએ, આ કવિનો આક્રોશ છે. ઈશ્વર પેટલીકર આવોજ એક સામાજિક માણસ, એમની એક એક વાતની અંદર સમાજના, જ્ઞાતિઓના, આંતર લગ્નના પ્રશ્નો, અસ્પૃશ્યતાના પ્રશ્નો એ બધાએ-બધાને એમની કલમની અંદર કોઈવાર કાંતાસમિત ઉપદેશથી તો કોઈવાર સીધા સંબંધથી તો કોઈવાર બીજી આડકતરી રીતે લખ્યા, એમાં સમાજનું દર્શન થશે. તમે જો તમારા ધર્મને વ્યવસ્થિત નહિ કરી શકો તો ધર્મના દ્વારા તમે દુખી થશો, સમાજને વ્યવસ્થિત નહિ કરી શકો તો તમે સામાજિક રુઢીઓમાં, ઘરેડોમાં દુઃખી થશો અને રાજકીય પરિપેક્ષને વ્યવસ્થિત ન કરી શકો તો આઝાદી સાચવી નહિ શકશો અને ગુમાવી બેસશો.
Side B –
– આ ત્રણે ત્રણ કર્યો કોણ કરશે, અને કોના દ્વારા થશે? જેની પાસે શુદ્ધ રાજ દર્શન, સમાજ દર્શન અને ધર્મ દર્શન છે એવા વ્યક્તિઓના દ્વારા. ઈશ્વર પેટલીકર પાસે સ્પષ્ટ દર્શનો હતા, તે આજે પણ પ્રસ્તુત છે, આજે પણ એટલુંજ ઉપયોગી છે. આવા એક સમર્થ સાહિત્યકાર, પત્રકાર, લેખક, કટાર લેખક, સમાજ નિરિક્ષક, સમાજ સુધારક વ્યકિતના વ્યક્તિત્વને અંજલિ આપવા એકત્રિત થયા છીએ, ત્યારે હું પમેશ્વરને પ્રાર્થના કરું કે મારા દેશની અંદર આવાજ વ્યક્તિત્વવાળા કલમના ધણીઓ પેદા થાય. આપણે ત્યાં સમાજનો જે સમર્થ વર્ગ છે, જેની પાસે થોડું પણ ચિંતન, બુદ્ધિ, દ્રષ્ટિ કંઈ હોય એવા વર્ગની એક બહુ મોટી જવાબદારી છે કે સમસ્ત તલવારવાળા અને સમર્થ કલમવાળાનું રક્ષણ કરે. ચારૂતર મંડળ પ્રતિવર્ષ જે આ આયોજન કરે છે એ બદલ એને અભિનંદન અને પરમેશ્વરને હું પ્રાર્થના કરુ છું કે આ એક મહાન સાહિત્યકારના સંદેશને ગામ ગામ સુધી ઘર ઘર સુધી આપણે પહોંચાડવાનું કાર્ય કરી શકીએ એવી આપણને સૌને ભગવાન શક્તિ આપે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @2.53min. મેવાડા સુથાર, પંચાલ ભાઈઓના યજ્ઞોપવિત સંસ્કારના કાર્યક્રમમાં આપેલું પ્રવચન. જનોઈના ત્રણ તાંતણા અને પ્રત્યે તાંતણાની અંદર બીજા ત્રણ તાંતણાની સમજણ. જનોઈ ધારણ કરવા પાછળનો હેતુ વિસ્તારથી સાંભળો. કૃતઘ્નતા અને કૃતજ્ઞતાનો ભેદ સમજો. ભષમાસુરનું ઉદાહરણ. @11.09min. આપણાં ઋષિઓએ કહ્યું કે જે માણસ જન્મે છે, એના ઉપર ત્રણ દેવા હોય છે એને ઋણ કહેવાય.એ ત્રણ દેવોના ભાર ખભા ઉપર ઊંચકવા માટે ત્રણ તાંતણાવાળી જનોઈ મૂકી છે. એ ત્રણ ઋણો છે ઋષિઋણ, પિતૃઋણ અને દેવઋણ તે વિસ્તારથી સાંભળો. @24.36min. અમૃતસરમાં શાસ્ત્રાર્થ. @34.07min. भजन – को बिरहिनी को दुःख जाणे हो., माँई मारा सपनामा परणया रे दीनानाथ, उडजा रे कागा – श्री मति लता मंगेशकर.
Leave A Comment