બ્રહ્મા અને વિશ્વકર્મા – વલ્લભ વિદ્યાનગર, આર્કિટેક કોલેજમાં વિદ્યાર્થીઓના પદવીદાન સમારંભ નિમિત્તે

Side A –
-સંસારના વિકાસમાં બે તત્વો બહુ મહત્વના ભાગ ભજવે છે, તે અસંતોષ અને સ્પર્ધા. આ બંનેને સંસારમાંથી કાઢી નાખવામાં આવે તો સંસારનો જરા જેટલો પણ વિકાસ થઇ શકે નહિ. માણસ જ્યાં છે ત્યાં એને અસંતોષ રહે છે અને હંમેશા બીજા કરતાં ચઢીયાતા થવાની ઈચ્છા રહે છે, રેસના ઘોડાનું ઉદાહરણ સાંભળો. @3.00min. આપણે ત્યાં ખાસ કરીને સ્થપતિ અને ઈજનેર – આર્કિટેક અને એન્જીનીયર આ બે ક્ષેત્રોનું પણ દર્શન છે. આપણી બે મૂર્તિઓ બ્રહ્મા અને વિશ્વકર્મા ધ્યાનથી જુઓ. તમારે હિંદુઈઝમને સમજવું હોય તો મૂર્તિ રચનાની ઉપેક્ષા ન કરશો, જો ઉપેક્ષા કરશો તો તમે હિંદુઈઝમને અન્યાય કરી બેસશો. એની પાછળ શું દર્શન છે? શું રહસ્ય છે તે સાંભળો. બ્રહ્મા સૃષ્ટિની રચના કરનાર આર્કિટેક છે, પ્લાન બનાવે છે. સૃષ્ટિની રચનાનું વિચાર, દર્શન, એના પાયાના ચાર ક્ષેત્રો બ્રહ્મા પાસે છે, એટલે આપણે બ્રહ્માને ચતુર્મુખ બનાવ્યા છે, તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે વ્યવસ્થા. આ જે વ્યવસ્થા કેવી રીતે સારી રહી શકે એ ધર્મ છે. એની સ્થાપના કરનારનું કામ એન્જીનીયરનું છે, એટલે કે વિષ્ણુંનું છે. @7.08min. જીવનના મહત્વના ચાર ક્ષેત્રોમાં વધુમાં વધુ પાયાનું ક્ષેત્ર છે, એ વ્યવસ્થા છે. તમે પોતે દુઃખી થાવ છો અને બીજા બધાને પણ દુઃખી કરો છો, તો તમે માળા ફેરવીને, સ્નાન કરીને પણ અધાર્મિક છો. એક સજ્જનનું ઉદાહરણ સાંભળો. “यस्मान्नोद्विजते लोको……..मे प्रिय:” ….(गीता 12-15). જેનાથી લોકો ઉદ્વેગ ન પામે અને જે લોકોથી ઉદ્વેગ પામતો નથી, એ મારો ભક્ત મને પ્રિય છે. ધર્મથી પ્રજાનું ધારણ થાય છે. કોઈપણ સંસ્થા, રાષ્ટ્ર કે ટ્રષ્ટ તૂટી પડે એ અવ્યવસ્થાથીજ તૂટી પડે. @10.32min. ચિંતનનું બીજું ક્ષેત્ર છે, અર્થ, પૈસો, લક્ષ્મી. આપણે વૈદિક પરંપરામાં ત્યાગી નથી, અનાશક્ત છીએ. આખા રાષ્ટ્રને, આખા સમાજને ત્યાગી ન બનાવી શકાય પણ અનાશક્ત બનાવી શકાય. અનાશક્ત છે એમાં પૈસાને ફેંકી કે બાળી દેવાનું નથી પણ સદુપયોગ કરવાનો છે. ગાંધીજીએ લાખો રૂપિયાના ટ્રષ્ટ ચલાવ્યા અને એકેએક પૈસાનો સદઉપયોગ અનાશક્ત રહી કર્યા. અથર્વવેદનો ઉપવેદ અર્થવેદ છે. અને અર્થવેદનું મૂળજ છે કે દેશ ધન-ધાન્યથી ભરપુર હોય, સમૃદ્ધ હોય. સમૃદ્ધિ અને ગરીબી તમારા મગજમાં બેઠેલી છે. કોઈપણ દેશની સમૃદ્ધિનું માપ એની પાસે કેટલું હુંડીયામણ છે તે છે. હોંગકોંગનું, તાઇવાનનું ઉદાહરણ. જો તમે અર્થતંત્રની બાબતમાં સચોટ આર્કિટેકો પેદા ન કરો તો ગરીબ થતા જશો. @15.21min. ચાર મહત્વની શાખાઓ છે, જેને આપણે મુખ બનાવ્યા છે, એવીજ રીતે કામ (સેક્ષ) પણ એક મુખ છે. આપણે ત્યાં અર્થ અને કામ આ બંને ઉપર સાધુઓએ ઘ્રણા કરાવી. પૈસો મેલ છે અને સ્ત્રી માયા છે, આ જીવનના બે ક્ષેત્રોનું ચિંતન કરવાની તો વાત જવા દો, પણ એની બિલકુલ ઉપેક્ષા કરાવવામાં આવી. કોણ પૈસો નથી અડતો કે કોણ સ્ત્રીનું મોઢું નથી જોતો કે સ્ત્રીના હાથનું જમતો નથી એના આધારે લોકોએ મહાપુરુષોના નિર્ણયો કરવામાં આવ્યા. એનું શું પરિણામ શું આવ્યું તે સાંભળો. ઋષિ પિરિયડમાં વાત્સ્યાયન ઋષીએ લખ્યું છે કે ધર્મ, અર્થ, કામ એ મોક્ષ માટે છે. @18.38min. બ્રહ્મા એ આર્કિટેક છે, એનું એન્જીનીયરીંગ રૂપ વિશ્વકર્મા છે અને વિશ્વકર્માને પાંચ મુખ છે અને એ પાંચ મુખમાંથી આખું નિર્માણ થાય છે. આ પાંચ નિર્માણ મુખો છે તે માટી, પથ્થર, લોખંડ, લાકડું અને કિંમતી ધાતુઓ. પહેલાંનું બ્રહ્માંડ માટીમાંથી થયું. આફ્રિકામાં ઉધઈના રાફડા અને સૌરાષ્ટ્રના, યુરોપના, દક્ષિણ અમેરિકાના માટીના મકાનો વિશે. માણસની શરૂઆતની જીદગીની શરૂઆત માટીથીજ થઇ. પછી પથ્થરોનું નિર્માણ થયું. પ્રજાને તોપ કે બંદૂકથી મારવાની જરૂર નથી, ફક્ત એની મહત્વકાંક્ષાને મારી નાંખો તો આપોઆપ મરી જશે. @23.40min. સતીપ્રથાનું મૂળ કારણ શું છે? પિરામીડમાં પણ કેટલીયે રાણીઓને દાટી દીધેલી. કોઈ સતો થતો તમે જોયો? મિશ્ર(ઈજીપ્ત)ની પિરામીડ બનાવવામાં 900 માઈલ દૂરથી એટલા પથ્થરો ખેંચી ખેંચીને લાવવામાં કે આખા ફ્રાંસની ફરતે એની દીવાલ કરી શકાય. એનો ઉપયોગ શું? “सत्यम् शिवम् सुन्दरम्” અર્થ સાંભળો. @29.14min. ભારતમાં બૌદ્ધકાળમાં સ્તુપોનું નિર્માણ થયું, એમાં કોઈ જગ્યાએ બુદ્ધનો દાંત તો કોઈ જગ્યાએ નખ તો કોઈ જગ્યાએ વાળ રાખ્યો વગેરે. આપને ઊંચા ઊંચા મંદિરો કેમ બનાવીએ છીએ? મસ્જિદોના મિનારાઓ કેમ ઊંચા છે? કારણકે લોકોને ઊંચાઈ ગમે છે. માણસ પથ્થર યુગમાં અટક્યો નહિ. અમેરિકા, કેનેડા, મલેશિયાના સ્થાપત્યો વિશે. કાષ્ટયુગમાં જ્યાં ઠંડા પ્રદેશો છે ત્યાં લાકડાના મકાનો થયા. ભારતમાં પણ કાષ્ટશિલ્પ પર બહુ કામ થયું. મુસ્લિમોએ શિલ્પો ન બનાવ્યા કારણકે અલ્લાહનો કોઈ આકાર નથી એટલે શિલ્પો ન થયા. તાજમહેલની ડીઝાઇન બનાવનાર ઈરાનિયન છે. દક્ષિણ ભારતમાં મંદિરનું સ્થાન ગોપુરમ લઇ લે છે. અહિયાં જે સોમપુરા સલાટો થયા તે વિશ્વકર્માનું મુખ છે. @37.38min. આ બધા સ્ટ્રકચરો થયા તે સમય સમયની વિશેષતા છે. આપણે ત્યાં શાસ્ત્રોને સનાતન બનાવવાથી વિકાસ અટકી ગયો. સોમપુરાના શાસ્ત્રમાં ફેરફાર થઇ શકતા નથી. સનાતન પરમાત્મા અને કુદરતી વ્યવસ્થા છે. હાવડા બ્રીજની અને કેલીફોર્નિયાના ગોલ્ડન બ્રીજની રચના સાંભળો. ગોલ્ડન બ્રીજનો વાયર ભારતની ટાટા કંપનીએ સપ્લાય કર્યો હતો. @42.02min. એક બહું ઊંચા, સારા વિદ્વાનની વાત સાંભળો, કહે છે રશિયાનું રોકેટ ચંદ્ર પર પહોંચ્યુજ નથી, કહે છે, ” कभी अखबारोंको पढना नहीं, ये कलयुगी भेद है. अभी दक्षिणायन चल रहा है, उत्तरायणमें जानेका रास्ता बनता है.” નાસામાં આપણાં વૈજ્ઞાનિકો વિશે. @45.22min. “सत्यम् शिवम् सुन्दरम्” તમે સારામાં સારું મજબુત મકાન બાંધો એ સત્યમ છે, ધરતીકંપમાં પણ ટકી શકે તો એ શિવમ છે અને એનો ત્રીજો ભાગ સુંદરમ છે. જ્યારે સૌન્દર્ય આવે ત્યારે માણસ ઊભો ઊભો જોયાજ કરે. ગાંધીનગર અને ચંદીગઢની સરખામણી.

 

Side B –
– આપણે સગવડો વધારીને કેવી રીતે આગળ વધવું? આ કામ સ્થપતિઓજ કરી શકે. આ પાયાનું શાસ્ત્ર છે. આજે તમને સર્ટીફીકેટ આપ્યા એ પાયાના શાસ્ત્રના છે. તમારા અંદર બ્રહ્મા, વિશ્વકર્મા બેઠેલો છે, એને જગાડવાની જરૂર છે. વેદના, પીડા વિના નવું વિજ્ઞાન ન નીકળે, એ તપ છે અને એ તપ જો કરવાની મનમાંને મનમાં પ્રતિજ્ઞા લેશો તો તમારા અંદરથી નવો બ્રહ્મા, વિશ્વકર્મા પેદા થશે અને તમારી ડીઝાઈનો આખી દુનિયા ઉપર ફરી વળશે. તમારા અંદર સુતેલા દેવને જગાડવાની આ વ્યવસ્થા છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ કોલેજ દ્વારા સ્થપતિ બનાવવાની પ્રવૃત્તિ ફળે, ફૂલે, વિકશે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @3.09min. ચાલુ પ્રવચનમાં એક મુદ્દો ખાસ કહેવાનો રહી ગયો તે સાંભળો. ભારતમાં સ્થાપત્ય વિશે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઇ અને થઇ રહી છે, ત્યાં હમણાં હમણાંથી વાસ્તુ શાસ્ત્રના નામે કેટલીક અંધશ્રદ્ધા પણ ચલાવવામાં આવી છે અને ગમે તેમ બંગલામાં દ્વાર, રસોડું, બાથરૂમની તોડાતોડ કરાવે છે. એવું કર્યા પછી પણ પરિસ્થિતિ તે ની તેજ રહે છે. રાજકારણમાં પણ આજ પ્રવૃત્તિ ચાલી રહી છે. મારી સમજણ પ્રમાણે સ્થાપત્યને અને આવા વહેમોને કશું લેવાદેવા નથી, એટલે તમે બધા વિદ્યાર્થીઓ જ્યારે સ્થાપત્યોની રચના કરવા બેસો ત્યારે આવા વહેમોને એકદમ ફગાવી દેશો. કોઈ મુહુર્ત નહિ, કોઈ ચોઘડિયું નહિ, કોઈ પ્રકારનો કશો વહેમ નહિ, હા, એટલું જરૂરી છે કે જ્યારે કોઈ મહેલ, મકાન, ફેક્ટરી બનાવવાની થાય ત્યારે એને આરોગ્યની દ્રષ્ટીએ વધુમાં વધુ હવા, ઉજાસ મળે તે વિચાર કરવાનો, આ હોલાજ એનું ઉદાહરણ છે કે અહિયાં એક પણ લાઈટ કરવી નથી પડી કે પંખો ચલાવવા નથી પડ્યો એટલે એ દેશ-કાળ સમજીને રચેલું સ્થાપત્ય કહેવાય. મુદ્દાનો વિષય એજ છે કે તમે વહેમીલા અંધશ્રદ્ધાળુ ન થશો. તમારી ડીઝાઇન સો-બસો-પાંચસો વર્ષ સુધી અણનમ રહે એ માટેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખજો. મકાનની ખરી કસોટી ધરતીકંપમાં થતી હોય છે. સ્થાપત્યો નીચેથી મોટા મોટા ધરતીકંપો ચાલ્યા જાય તો પણ મકાન, પુલ, બાંધ, ફેક્ટરીઓને વાંધો ન આવે, એટલે મકાનની મજબૂતાઈ, ઉપયોગીતા અને સુંદરતા પણ જોવાની. @9.11min. વિશ્વકર્માના જે આ પાંચ સુપુત્રો છે તે કુંભાર, સલાટ, લુહાર, સુથાર અને સોની-કંસારા વગેરે. આ પાંચેપાંચ વિશ્વકર્માના પુત્રો પોતાની બુદ્ધિ ખુબ વિકસિત કરે અને ભારતમાં તથા દુનિયાભરમાં ન હોય એવા સારાસારા સ્થાપત્યો, શિલ્પો સ્થાપિત કરી ભારતનું નામ રોશન કરે એજ અભ્યર્થના. @9.53min. કોઈ એન્જીનીયરીંગ કોલેજમાં આપેલું પ્રવચનનો શેષ ભાગ. પ્રજાના પ્રકારો. બેઠેલી પ્રજા, ચાલતી પ્રજા અને દોડતી પ્રજાના ઉદાહરણો . ઈચ્છાઓનો ત્યાગ શક્ય નથી, ત્યારે દુરઈચ્છાઓનો ત્યાગ સદઈચ્છાઓથી કરો. @16.45min. સદઈચ્છા કંઈ દોષ કે પાપ નથી, એમાંથી નિર્માણ થાય છે. એમાંથી સમાજયોગ, માનવતાયોગ, રાષ્ટ્રયોગ ઊભો થાય છે. પૂજ્ય મોટાનું જીવન વિશે સાંભળો. જે કંઈ વિશ્વમાં પરિવર્તન દેખાય છે, એ બધાના મૂળમાં ગોરી પ્રજા છે તે સાંભળો. @20.15min. કીટલીના વરાળથી ઉડતા ઢાંકણને જોઇને ગોરી પ્રજાને વિચાર આવ્યો તે આપણને કેમ ન આવ્યો? કોઈપણ ક્ષેત્રમાં ચઢિયાતી પ્રજા ઊતરતી પ્રજા પર હંમેશા રાજ કરતી હોય છે. @25.02min. અધ્યાત્મનો અર્થ ફક્ત માળા નહિ, અધ્યાત્મ તો ત્રાજવામાંથી પણ નીકળે. આજે જે લોકોએ કરોડ-કરોડ રૂપિયા આપ્યા છે એ પણ અધ્યાત્મ છે. મારું અધ્યાત્મ માળા અને ભગવાન વચ્ચે સીધું નથી ચાલતું પણ વાયા માનવતા સમાજ ચાલે છે. જે અધ્યાત્મથી સમાજ ઊંચો ન આવે, માનવતાનું ભલું ન થાય અને રાષ્ટ્રનું ભલું ન થાય એ અધ્યાત્મને શું કરવું છે? ગાંધીજી પૂરેપૂરા અધ્યાત્મવાદી છે, કહે છે, કરોડોની વસ્તી અસ્પૃશ્ય હોય, પશુઓ કરતા એના સાથે ભૂંડો વહેવાર થતો હોય અને હું પરલોક સુધારવાની વાત કરું? જે દોડી રહી છે એ સુપર પ્રજા છે. ભારત પાસે બધું છે, માત્ર આયોજનની જરૂર છે. ભારત જેટલું દાન કરે છે, એટલું દુનિયામાં કોઈ જગ્યાએ થતું નથી. અહીયાં કરોડો રૂપિયા સપ્તાહો, સામૈયામાં અને અગ્નિમાં હોમાય છે. મને આનંદ છે કે હવે દિશા બદલાઈ રહી છે. @30.16min. પુનામાં એક ફેક્ટરીની મુલાકાત. ઉત્તર ગુજરાતના લેઉઆ પટેલ 9000 રૂપિયા લઈને મહારાષ્ટ્રમાં આવ્યો હતો, 15-16 વર્ષમાં 200 કરોડ રૂપિયાનું એસ્ટેટ છે. આ એન્જીનીયરીંગ કોલેજ માત્ર ગુજરાતનુંજ નહિ પણ આખા દેશનું પૂરક તત્વ છે. જે દાતાઓએ મન મૂકીને દાન આપ્યા છે, એને મારા તરફથી ખુબ ખુબ ધન્યવાદ આપું છું. @34.36min. સ્વામીજીની સંસ્થા તરફથી એન્જીનીયરીંગ કોલેજને રૂપિયા 1,25000નું દાન. @35.09min. રાજા-રાણી અને વહીવટી તંત્ર. @41.35min. ભજન – પરથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી – શ્રી રાસબિહારી દેસાઈ.