ત્યાગ, વૈરાગ્ય અને કર્તવ્ય – દંતાલી આશ્રમ
Side A –
– ગોસ્વામી તુલસીદાસ વિરચિત રામચરિત માણસના પ્રસંગોના આધારે આપના સૌના જીવનના પ્રસંગોની કથા ચાલી રહી છે. ભરત ગાદીએ બેસવા તૈયાર નથી, રામ પાછી ગાદી લેવા તૈયાર નથી. બંને ભાઈઓ વચ્ચે સંપત્તિ લેવાનો ઝગડો નથી પણ સંપત્તિ આપવાનો ઝગડો છે. ચાર શબ્દો યાદ રાખજો – ત્યાગ-ગ્રાહ્ય, વૈરાગ્ય-રાગ. આ દ્વંદ્વો છે. ત્યાગ ગુણ નથી, વૈરાગ્યનું પરિણામ છે. ગુણોનું કામ ક્રિયા કરાવવાનું છે. ક્રોધ ઉત્પન્ન થાય તો ક્રોધની ક્રિયા થાય, કરુણા ઉત્પન્ન થાય તો દુઃખ હરવાની, દાનની ક્રિયા થાય વગેરે. કોઈપણ ગુણ કદી સ્થાયી નથી હોતો, તે વિસ્તારથી સાંભળો. @5.09min. ગુણ બદલાય છે એટલે માણસ બદલાય છે. સવારનો, બપોરનો અને સાંજનો માણસ જુદોજ હોય છે. એના અંદરના ગુણો બદલાય છે, ગુણો સતત પરિવર્તનશીલ છે. સાધુઓની અંદર જે તીવ્ર વૈરાગ્ય હોય, લાખ રૂપિયા ઠોકરે મારતો હોય, તે વૈરાગ્ય ઠંડો પડતાં બબ્બે રૂપિયા ખોળતો થઇ જાય છે. એના પર ઘ્રણા કરવાની જરૂર નથી. કદી કોઈના પર ઘ્રણા ન કરશો. રામાયણ ત્યાગની કથા છે, પણ અહિયાં ત્યાગ કરનારા બધા સંસારી છે. રામ, સીતા, લક્ષ્મણ, ભરત એકેએક ત્યાગી છે. આપણે ત્યાં ત્યાગીઓના ત્રણ રૂપો થયા. ઋષિઓનો, સંસારીઓનો અને સાધુઓનો એટલેકે શ્રવણોનો ત્યાગ. આ ત્રણ ભેદને તમે નહિ સમજો, તો તમે ત્યાગને ન સમજી શકો. @7.40min. त्यागा शान्ति अनन्तरं …(गीता). ભગવદ ગીતામાં વારંવાર કહે છે. ઋષિઓના ત્યાગમાં કર્તવ્ય કેન્દ્રમાં છે. ઋષિઓ વ્યક્તિગત સુખોનો ત્યાગ કરે છે, પણ કર્તવ્યનો ત્યાગ કરતા નથી. ત્યાગ જુદી વસ્તુ છે અને અપરિગ્રહ જુદી વસ્તુ છે. “लोकसंग्रः मेवापि संपष्यन्त कर्तुमहर्षि…(गीता). બીજાના સુખ માટે ભેગું કરવું એ લોકસંગ્રહ કહેવાય, લોકસંગ્રહ કરવોજ જોઈએ. ગાંધીજી જેવો કોઈ ત્યાગી માણસ ન હોય. હું એમને બહુ મોટા ત્યાગી માનું છું. એમને કરોડોના ત્રસ્ટો બીજાના દુઃખ દૂર કરવા કર્યા. ઋષિ અને ઋષિ પત્ની બંને ત્યાગી છે. પર્ણકુટીમાં રહે છે, એમની પાસે એટલી વિદ્યા છે કે મોટા નગરોમાં આલીશાન ઘર બનાવી રહી શકે છે. એક ઓળખીતા આચાર્યની વાત જરૂર સાંભળો, કહે છે કે મારો છોકરો 12-13 વર્ષનો હતો ત્યારે બાજુના ઘરમાં TV હતો, કહે છે કે પપ્પા જ્યારે તમે તમારા પૈસાનો TV લાવશો ત્યારે જોઇશ. આજે આ છોકરો MBBS થઇ ગયો. એકવાર કહે છે કે પપ્પા આ હાઇસ્કુલની પેન્સિલ તો નથીને? ઋષિ કદી કર્તવ્ય નથી છોડાવતા. @13.17min. કાશી અને મગધના રજવાડાની વાત સાંભળો. મગધના રાજાએ વિષાદથી રાજપાટ છોડી દીધાં. ભગવદ ગીતાની દ્રષ્ટીએ આ કર્તવ્ય ત્યાગ કહેવાય. આપણે આવા ત્યાગના રવાડે ચઢ્યા. કૃષ્ણ કહે છે તું યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. યુદ્ધ છોડવામાં તો પલાયનવાદ છે. @17.40min. બુદ્ધનો ત્યાગ એ કર્તવ્ય ત્યાગ છે, તે વિગતે સાંભળો. કર્તવ્ય ત્યાગ એ બહુ મોટો અનર્થ છે. ભારતનું પતન એનાથી થયું. આપણે ત્યાં માનવતા માટેનો ત્યાગ બિલકુલ ન રહ્યો. કોલંબસ અને વાસ્કો-ડી-ગામા ત્યાગી છે તે સાંભળો. આપણે ત્યાં ફક્ત મોક્ષનીજ વાતો હતી. બધું છોડો અને મોક્ષ મેળવી લો, એને માટે બે વસ્તુઓનો ત્યાગ જરૂરી છે તે કંચન અને કામિની. રામ ત્યાગી છે પણ કંચન કામિનીના ત્યાગી નથી. @24.25min. ઋષિ કદી પણ શરીર પર ખોટી ઘ્રણા કરાવતા નથી. એ શૃંગાર પ્રેમી નથી પરંતુ કહેછે “शरीर माध्यं खलुधर्म साधनं ” દેહ દુર્લભ છે અને એ ધર્મનું સાધન છે. ઘ્રણામાંથી થયેલો વૈરાગ્ય, વાસ્તવિક વૈરાગ્ય નથી કારણકે દૂધપાકની ઘ્રણા કરે છે પણ દૂધપાક છોડતા નથી. આ હવા ભરેલા રબરના દડા જેવો વૈરાગ્ય છે. ત્યાગની પર્કાશ્ટા ક્યા સુધી પહોંચી, કે મહારાજ તો ચંપલ પણ નથી પહેરતા, તો નહિ પહેરવાથી શું થાય? એક સંપ્રદાયના સાધુની વાત. લોકો કહે છે કે અમારા સાધુઓ હવે બહેનોનું પીરસેલું ખાવા લાગ્યા. રામાયણમાં રામ પોતે શબરીના બોર ખાય છે. @29.17min. સહજાનંદ જેતલપુરમાં યજ્ઞ કરે અને ત્યાં શું થયું તે સાંભળો. મહારાજે કોળીનો રોટલો ખાધેલો તે આખો પ્રસંગ સાંભળો, આ ત્યાગ છે. @34.25min. હક્ક છોડવો એ ત્યાગ છે, વસ્તુ છોડવી એ ત્યાગ નથી. દિગંબર સાધુ કે જેણે બે મીટર કપડાના માટે પચ્ચીસ માણસોને રોકી રાખ્યા હોય એ ત્યાગ કેવો કહેવાય? જે ત્યાગ તમને લાચાર પરાધીન બનાવે એ ત્યાગ, ત્યાગ નથી. રામ ત્યાગી છે, સીતા, લક્ષ્મણ, ભરત બધા ત્યાગી છે અને અમે બધા મઠો માટે, આશ્રમો માટે લડાલડી કરીએ છીએ. ગુરુ-ચેલાનું ઉદાહરણ સાંભળો. ગ્રહણ-ત્યાગનો વિવેક જેને આવડે તે સુખી થાય, પણ સમય ઉપર સોનું પકડ્યું હોય અને છોડતાં ન આવડે તો સોનાના દ્વારા દુઃખી થાય. ડૂબતા માણસે સોનું પણ ફેંકવું પડે. @39.28min. એક ધ્યાન કરતા મુની અને નવા પરણેલા યુગલની વાત સાંભળો. ઋષિ માર્ગ બહુ સહજ અને હકારાત્મક માર્ગ છે. @46.19min. સહજાનંદ સ્વામીએ કહ્યું છે કે કદી પ્રારબ્ધવાદીનો યોગ ન કરવો અને શુષ્ક વેદાન્તીનો સંગ ન કરવો.
Side B –
– રામાયણમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરત, ઊર્મિલા આ બધા પાત્રો સંસારી હોવા છતાં ત્યાગી છે. ગીતા અને રામાયણમાંથી આજ બોધ પાઠ લેવાનો છે, કંઈ છોડવાનું નથી પણ સુધારવાનું છે. એવું નક્કી થયું કે ભરત ગાદીએ બેસશે નહિ પણ રામની પાદુકા ગાદીએ બેસશે. રામ મક્કમ છે તો ભરત પણ ત્યાગમાં મક્કમ છે. રામે જે ચૌદ વર્ષ ભોગવ્યા તે ખસતા ખસતા દક્ષીણમાં ગયા. @2.59min. પંચવટીનો અર્થ થાય છે કે જ્યાં પાંચ જાતનાં વૃક્ષો ઘનીભૂત થયા હોય તેને પંચવટી કહેવાય. આ પાંચ વૃક્ષો છે વડ, પીપળો, અશોક(આસોપાલવ), ઉદંબર અને બીલીપત્ર. આ પાંચે વૃક્ષોને આપણે ત્યાં બહુ મહત્વ આપવામાં આવ્યું છે. રામ ત્યાગી છે પણ કર્તવ્યહિન ત્યાગ કે પ્રદર્શિત ત્યાગ નથી. પત્નીને પ્રેમ આપવો કે પતિને પ્રેમ આપવો એ કોઈ પાપ નથી, પણ ન આપવો એ પાપ છે. સ્ત્રીને તલવારથી કે બંદૂકથી ન સાચવી શકાય, પણ પ્રેમથીજ સાચવી શકાય. નીતિશાસ્ત્રમાં લખ્યું છે કે રાજાની પાસે, દેવની પાસે, સંતપુરુષની પાસે અને પોતાની પત્ની પાસે પણ ખાલી હાથે ન જવું. વસ્તુનું મહત્વ નથી પણ એ વસ્તુ તમારા જીવનમાં પ્રેમ ઘોળી આપશે. @7.15min. પત્નીને પોતાના પતિના પ્રેમની ઝંખના હોય. રામ જ્યારે સીતાને પોતાના હાથે વેણી લગાવી રહ્યા હતા ત્યારે બરાબર એજ સમયે ઇન્દ્રનો પુત્ર જયંતે આકાશમાં વિચારી રહ્યો હતો ત્યારે આ દ્રશ્ય જોયું. સૌન્દર્ય, શૃંગાર અને રક્ષણ આ ત્રણનો યોગ હોય તો જ બરાબર. જો રક્ષણ ન હોય તો લૂંટાય જવાના. જયંતે કાગડાનું રૂપ ધારણ કરી, સીતાજીના સ્તનમાં ચાંચ મારી એવું લખ્યું છે. તુલસીદાસ માટે આ સહ્ય નથી, એટલે એમણે મર્યાદા રાખી અને લખ્યું કે પગમાં ચાંચ મારી. રામે જોયું કે મારી પત્નીની છેડતી કરનાર કોઈ નીકળ્યો. નીતિકારે લખ્યું છે કે “भार्या रूपवती शत्रु” @12.omin. રામે ધનુષ્ય બાણ ઉપાડ્યું અને કાગડો ભાગ્યો, રસ્તામાં નારદ મળ્યા પછી શું થયું તે સાંભળો. રામાયણમાં શૃંગાર પણ છે અને શૌર્ય પણ છે. @18.32min. રામ અને લક્ષ્મણ અત્રી ઋષિ પાસે બેઠા અને સીતાજી અનસુયા પાસે ગયા. અનસુયાએ સીતાજીને ઊંચા આસને બેસાડ્યા પછીનો વાર્તાલાપ સાંભળી લેવો. જેને બીજાના ગુણો દેખાય એનું નામ સંત કહેવાય. સીતાજીએ કહ્યું કે મને બે શબ્દો સંભળાવો, મારે ચૌદ વર્ષ વનમાં વિતાવવાના છે. દીકરીને જ્યારે વિદાય કરો ત્યારે આ અનસુયાની ચોપાઈઓ એક પત્રમાં લખી આપજો કે “બેટા દુનિયામાં સ્ત્રી માટે સૌથી વધુમાં વધુ સુખદાતા હોય તો એ પતિ છે. @23.00min. “अमित दानी भरता बैदेही, अधम सो नारी जो सेवन तेहि.” એ સ્ત્રીને અધમ સ્ત્રી કહેવી જોઈએ કે જેને આવો સારામાં સારો પતિ મળ્યો હોય અને એની સેવા ન કરે. અનસુયા એમ કહે છે કે સીતા, તારા કેટલા મોટા ભાગ્ય કે તને રામ જેવા પતિ મળ્યા એટલે તું રામની સેવા કરજે. સ્વારથનાં સગાં કરી-કરીને એકબીજા ઉપર ઘ્રણા નહિ કરાવવાના પણ સ્વારથના સગાં ન થઈને પરમાર્થના સગા કરવાના આ રામાયણનું તાત્પર્ય છે. @27.31min. અપક્રાંતિ અને ઉત્ક્રાંતિ – સૌરાષ્ટ્રના એક રજવાડાની વાત. भजन – जय रघुनंदन जय सियाराम, हे राम हे राम
Leave A Comment