જળ ક્રાંતિ – આટકોટ ની પાસે જસાપરમાં રૂડા ભગતના કાર્યને બિરદાવવા માટેની સભા

Side B –
– @2.02min. પ્રશ્નોની દ્રષ્ટીએ માણસોના પાંચ રીતે વર્ગીકરણ. 1- ગમે ત્યાં મુકો પ્રશ્નોજ ઊભા કરે, 2- પ્રશ્નો ઊભા ન કરે અને ઉકેલે પણ નહી, જેમ તેમ કરીને જીવન પૂરું કરવા માંગે, આ નમાલો વર્ગ છે. રસ્તે ચાલતી બહેનોમાંથી રૂપાળી બહેનને ઉપાડી જનારનું ઉદાહરણ સાંભળો. કોઈ દ્રૌપદીના ચીર ખેંચાય તો ખેંચાય, આપણે શું? 3- માત્ર પોતાનાજ પ્રશ્નો ઉકેલે છે, અમદાવાદ સ્ટેશનનું ઉદાહરણ. માત્ર પોતાનાજ પ્રશ્નો ઉકેલનારા ગાંધી નગર કે દિલ્હી ન પહોંચી જાય તેની કાળજી રાખજો. 4 – જે પોતાના પ્રશ્નો ઉકેલે છે પણ સાથે સાથે બીજાના, સમાજના, દેશના પ્રશ્નો પણ ઉકેલે છે. રૂડાભાઈનું ઉદાહરણ. રૂડાભાઈ આ ધરતીનું રતન છે, એક સામાન્ય ખેડૂતના દીકરાએ શૂન્યમાંથી બહુમોટું સર્જન કર્યું. @9.35min.શાંતિ નાક પકડવાથી કે ભોંયરામાં બેસવાથી નથી મળતી, શાંતિ તો પ્રશ્નો ઉકેલવાથી મળે છે. એનું નામજ સાધના છે. જ્યારે પ્રજા પોતાના પ્રશ્નો સમજી નથી શકતી, ત્યારે ખોટી સાધના કરતી થઇ જાય છે. આ એકજ માણસે પોતાની ફેક્ટરીમાંથી ૫૫ લાખ રૂપિયા ઉપાડી, જોતજોતામાં ચેકડેમ બાંધી દીધા. જો આ ચેક ડેમ ન બંધાયા હોત તો કિનારે રહેનારી અડધી પ્રજાને હિજરત કરવી પડી હોત. @13.05min. ભાઈશ્રી કાપુરિયાની વાતની સ્પષ્ટતા. સુપર પ્રજાના લક્ષણો-સ્થળાંતર કરો અને ધંધો બદલો. પહેલાં દુકાળના સમયમાં અખંડ ધૂન કે યજ્ઞો કરતા, એમાંથી રાખ ચોળવા સિવાય કશું મળતું નથી. ઇઝરાઈલ, જાપાન કે અમેરિકામાં કોઈ યજ્ઞ નથી કરતુ. ગાંધીજીએ બહુ કુશળતાથી યજ્ઞોનું રૂપાંતર શ્રમ યજ્ઞમાં, નેત્ર યજ્ઞમાં, દંત યજ્ઞમાં કર્યું. @19.54min. ભાઈ શ્રી રૂડાભાઈનો પ્રશ્નો ઉકેલવાનો ફાળો સાંભળો. ભાઈ શ્રી દેવપ્રસાદે જામનગરનું લખોટા તળાવમાં ૯૦ લાખ ખર્ચી પાણીનો પ્રશ્ન ઉકેલ્યો. 5 – છેલ્લો અને પાંચમો પ્રકાર, જે પોતાના નહિ પણ માત્ર લોકોનાજ પ્રશ્નો ઉકેલે છે. મહાત્મા ગાંધીજી આ પાંચમી કક્ષામાં હતા. એમણે પોતાનો કે પોતાના છોકરાનો વિચાર કર્યા વગર માત્ર લોકોનાજ પ્રશ્નોનો વિચાર કર્યો. સાચા અર્થમાં એને સંત કહેવાય, કે જે માત્ર લોકોના પ્રશ્નોજ ઉકેલવા જીવતો હોય. અત્યારે પરલોકની વાત ભૂલી જાવ અને લોકોના પ્રશ્નો ઉકેલો. @24.55min. કોઈ જગ્યાએ તળાવ ન પૂરશો. તળાવ પૂરવું એ મહાપાપ છે. ભાઈ શ્રી મનસુખભાઈ સુવાગીયાએ ઘણું સારું કામ કેવી રીતે કર્યું તે સાંભળો. @31.30min. બહુ મંદિરો બાંધ્યા, હવે નક્કી કરો કે આવતા પાંચ વર્ષમાં કોઈ નવું મંદિર બાંધવું નહિ, અને એ બધા પૈસા ચેકડેમમાં આપો. ચેકડેમનું મંદિર અમર થઇ જશે. @35.21min. હમણાં એક જગ્યાએ એક જયંતી ઉજવાઈ રહી છે, મને જાણવા મળ્યું કે એક કરોડ રૂપિયાનું દારૂખાનું જાપાનથી મંગાવ્યું છે. શાને માટે, ભગવાનને રાજી કરવા? ના, ના, વિરોધીઓને બાળવા માટે. આવું થતું હોય ત્યાં પીકેટીંગ કરો. તમારા સામાજિક ખર્ચા ઓછા કરો, પૈસાનો સદુપયોગ કરો અને સમૂહ લગ્ન કરો. @41.19min. એક ઓળખીતા સજ્જનની દીકરીએ કરિયાવરમાં આપેલું સોનું પાછું આપી દીધું અને તેના પૈસા ચેકડેમમાં વાપર્યા. @43.43min. ખરો માણસ એજ છે, જે સન્માનનો ભોગી ન હોય. આપણાં બુદ્ધિશાળી માણસોની કદર કરો, સાધુ સંતોને એટલા માટે બોલાવ્યા છે કે આ બાબતમાં સહકાર આપે. @49.11min. જળક્રાંતિનો ખરો પ્રણેતા મનસુખભાઈ છે. બધા સંતોને હાથ જોડીને પ્રાર્થના કરુંછુ કે આપણે બધા ચેકડેમના કામમાં લાગી જઈએ. @50.42min. સ્વામીજીની સંસ્થા તરફથી ચેકડેમ માટે એક લાખ રૂપિયાનું દાન. આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત.