સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 3A –
– એક કથાના માધ્યમથી કહેવાની વાત સાંભળો. આ કથા ભગવાન બુદ્ધની છે. અગાઉ એનું ઘણું દર્શન થયું છે, એટલે ઉપદેશાત્મક વાક્યોની અહી નોંધ લેશો. જેની પાસે કંઈ વારસો નથી, એને કંઈ દુઃખ નથી પણ બહુ મોટો વારસો હોય અને વારસદાર ન હોય તો એને બહુ અશાંતિ રહે છે. @6.34min. જ્યાં તમે ખટપટોમાં જીવન જીવતા હોવ, ત્યાં તમે લાખ પ્રયત્ન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, કદી શાંતિ ન હોય. ચિંતા પણ જરૂરી છે અને કલ્યાણકારી છે, કારણકે ભગવાને બનાવી છે. ચિંતામાંથી સાધના ઊભી થાય, પુરુષાર્થ પ્રગટ થાય. બિનજરૂરી ચિંતા કરવી નહિ, પણ આવશ્યક ચિંતા તો થવીજ જોઈએ. માણસની બે ઈચ્છાઓ રહેતી હોય છે કે મારા સ્મશાનમાં ઘણા લોકો આવે અને મારા પાછળ મારું નામ રહે. @10.07min. કાશીની સ્મશાનયાત્રા વિશે. જીન્દગીના કોઈ વિભાગનો બોધ-પાઠ જોઈતો હોય તો કૃષ્ણ પાસે મળે. “धीरज धर्म मित्र अरु नारी, आपात काल परिथि यही चारी.” (तुलसीदास) સોનાની કસોટી કાળા પથ્થર પરજ થાય. કાળો પથ્થર એ આપત્તિ છે, દુર્જન છે, એના દ્વારા સોનાની કસોટી થાય. @16.40min. તરસાવી તરસાવીને જે મળે તેનું અદભૂત સુખ હોય. રાજાના સુખનો કોઈ પાર ન હોય. જ્યોતિષીએ કહ્યું કાં તો સમ્રાટ થશે કે સન્યાસી સમ્રાટ થશે. રાજાએ સન્યાસી ન થાય તેની બહું કાળજી રાખવા માંડી. પારકા છોકરાઓને લોકો બાવા બનાવે, પોતાનાને નહિ. માણસના બે ગુરુઓ છે, પોતાની પત્ની અને પોતાના સંતાનો. દામ્પત્ય જામે ત્યારેજ સુખ મળે. @21.17min. માત્ર પ્રેમના કારણે દામ્પત્ય જામતું નથી અને જામતું હોત તો પ્રેમ લગ્ન કરનારા દુઃખી ન થયા હોત. પતિ-પત્ની એકબીજાની અપેક્ષા પૂરી કરે તો પ્રેમ જળવાઈ રહે અને પૂરી ન થાય છતાં પ્રેમ તેવો ને તેવો રહે તો સમજવું કે તમને કોઈ દૈવી પાત્ર મળ્યું છે. રાજકુમારનું(બુદ્ધનું) દામ્પત્ય જામતું નથી. પુરુષ પેઢી જમાવી શકે, પરંતુ દામ્પત્ય તો સ્ત્રીજ જમાવી શકે. એટલે દુર્લભમાં દુર્લભ પ્રાપ્તિ એ છે કે સારું માણસ મળવું. સારું માણસ મળે તો ઝુંપડામાં પણ સ્વર્ગ છે નહિ તો મહેલમાં પણ નર્ક છે. @26.29min. ચરોતરમાં ગ્રીનકાર્ડના લગ્ન થાય છે તે વિશે. તમારા પુરુષાર્થની પણ સીમા હોય, એટલે ઈશ્વરને પ્રાર્થના કરજો કે જેમાં મારું કલ્યાણ હોય તેજ કરાવજે. લાગણીઓનો પ્રેમ અને નફરત વિશે. ભર્તુહરિનું ઉદાહરણ. @31.32min. બુદ્ધનું દામ્પત્ય જામ્યું નહિ, એમને સંતાન થયું. વરસમાં એક વાર પોતાના ઈષ્ટદેવને પગે લાગવા જરૂર જવું. નીતિકારે કહ્યું છે “अभिवादन शीलस्य, नित्यं वृद्धोपसेविन.” જેને નમસ્કાર કરવાનું શીલ છે, જે રોજ કોઈને કોઈ વૃદ્ધની સેવા કરે છે, તેનો બેડો પાર, ઉદાહરણ સાંભળો. જિંદગીનું રહસ્ય નમ્રતામાં, નમસ્કાર, અભિવાદન કરવામાં છે.@38.55min. બુદ્ધની હાથી પાર સવારી, દુઃખી માણસોને જોયા. @42.41min. “अंॻम् गलितं पलितं मुण्डम….गोविन्दं भज मूढ मते.” (शङ्कराचार्य). બુદ્ધે એક સ્મશાન યાત્રા જોઈ, આપણી સ્મશાન યાત્રા વિશે સાંભળો. બુદ્ધનું મન ચગડોળે ચડ્યું કે, મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરવું નથી, મારે અમર થવું છે. @48.46min. આ સમયમાં સૌથી પ્રભાવશાળી સાંખ્ય દર્શન હતું. આ દર્શને એવા બીજ રોપેલા કે આખો સંસાર દુઃખમય છે.

Side 3B –
– માણસ લાખ દુઃખોમાં જીવન જીવી શકે છે, શરત એ છે કે એના જીવનને પકડનારું કોઈ તત્વ હોય તો. માણસને પત્ની અને બાળકોનો પ્રેમ પકડી રાખે છે. આ પકડનારું તત્વ છે એનું નામજ સંસાર છે. એ પકડનારું તત્વ છે એ પણ ભગવાને બનાવ્યું છે. @3.08min. એક ઈલેકટ્રીસિયન બ્રાહ્મણનું ઉદાહરણ. @6.50min. બુદ્ધે નક્કી કર્યું કે એને અમર થવું છે. જે લોકો પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરી શકે છે, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એ અમર થઇ જાય છે. “आब्रह्मभुवनाल्लोका:….पुनर्जन्म न विद्यते…. (गीता…८-१६) સિદ્ધાર્થે(બુદ્ધે) ગૃહત્યાગ કર્યો. ઋષિ પરંપરામાં કોઈ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો.યાજ્ઞવલ્ક્ય અને તેની બે પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયીની વિશે. @11.38min. કમ્બોડીયાની જાત્રામાં ભીખુદાન ગઢવીની વાત. મૈત્રેયીને લઈને યાજ્ઞવલ્ક્ય નીકળ્યા છે. આ ઋષિ માર્ગ છે. એમાં ઋષિ પત્નીનો ત્યાગ અને તેમાંયે ઊંઘતી પત્નીનો ત્યાગ નથી કરતો. અનુભવોથી મોટું કોઈ શાસ્ત્ર નથી, બાકીના શાસ્ત્રો તો તમારા અનુભવો સાથે મેળવવા માટે છે. સાધુઓની કહેવત – “घूमे सो शूरा, बैठे सो पूरा.” @19.06min. બુદ્ધ ફરતા ફરતા સાંખ્યના એક બહુ મોટા ગુરુ આલાન-કલાન પાસે પહોંચ્યા. એક વર્ષ સુધી ત્યાં રહ્યા. એવી રીતે રહ્યા કે કોઈને ખબર ન પડે કે, આ રાજાનો દીકરો છે. તમારી મોટાઈ તમારા માટે આગળ આગળ સગવડ કરે અને અગવડ પણ કરે તે વિશે સાંભળો. તમને જો જ્ઞાનની ભૂખ હોય તો ઘણા ગુરુઓ કરજો. મોક્ષ જોઈતો હોય તો કોણીએ ગોળ વળગાડે એવા એકજ ગુરુની જરૂર છે. ૨૫૦૦ વર્ષ ઉપર ઉત્તર ભારતમાં અમર થવાના ઘણા સંપ્રદાયો હતા. તેમાં મુખ્ય ત્રણ ધારાઓ હતી. કર્મકાંડવાદ (મિમાંસકોની), દેહદમન વાદ, વિવેક માર્ગ – જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ બહુ નાનો માર્ગ હતો. બુદ્ધને થયું કે મારે મોક્ષ મેળવવો હોય તો દેહ-દમન કરવું પડે. બુદ્ધ બિહારમાં બોધિસત્વ વૃક્ષ નીચે ઉપવાસ કરવા બેસી ગયા, ૪૫ દિવસે ગુરુ મળ્યા પછી સાંભળી લેવું. @30.45min. “जो इच्छा करी हो मन मांही, राम कृपा कछु दुर्लभ नाही”…(तुलसीदास). તમને સાચી અને સારી ઈચ્છા થાય તો ભગવાન પૂરી કરે છે. સુજાતાએ ખીર ખવડાવી અને બુદ્ધે પારણાં કર્યા. @35.44min. આદર્શો દ્વારા કર્તવ્ય વિમુખતા. @40.14min. સાધ્વી અને સાધુનું પાણી વગર મૃત્યુ. @44.35min. कबीर भजन – मोको कहाँ ढूंढे रे बंदे…श्री शेखर फाटक.