સ્વાધ્યાય પ્રવચન – સુરત

Side 2A –
– @3.54min. પ્રવચનની શરૂઆત. આપણું શાસ્ત્ર વેદ છે, અને તે ચાર છે. ઋગવેદ, અજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તમારા ધર્મે કેટલા લોકોને મોક્ષ આપ્યો એ મહત્વની વાત નથી, એનો કોઈ પુરાવો નથી. માનો કે તમારો ધર્મ લોકોને મોક્ષ આપે છે, પણ મોટો પ્રશ્ન એ છે કે તમારા ધર્મે રાષ્ટ્રને, સમાજને અને માનવતાને શું આપ્યું? માત્ર મોક્ષજ આપતો હોય અને રાષ્ટ્ર, સમાજ અને માનવતાને માટે કશું નહિ કરતો હોય તો એમ સમજવાનું કે ધર્મને સમજવામાં કંઈ ભૂલ થઇ રહી છે. જે ધર્મ અહીના પ્રશ્નો ન ઉકેલે તો મર્યા પછીના પ્રશ્નો ઉકેલવામાં એની શું મહત્તા છે? @7.12min. વૈદિક પરંપરામાં પરલોક કરતા આ લોક પર વધારે ધ્યાન અપાયું છે. ચાર વેદના ઉપવેદ – ઋગવેદનો ઉપવેદ ધનુર્વેદ- આ શસ્ત્રો માટેનો ઉપવેદ છે, એમાં લખ્યું છે કે રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય તો કદી પણ શસ્ત્રની ઉપેક્ષા કરવી નહિ. ઉદાહરણ – ડચો આવ્યા અને બે તોપોના ધડાકાથી રાજાનો મહેલ ઉડી ગયો, રાજા મરી ગયો. અજુર્વેદનો ઉપવેદ આયુર્વેદ, એના ઋષિએ કહ્યું કે તમારું શરીર બળવાન હોવું જોઈએ. આત્માની વાતો કરીને શું કરવાના હતા? આત્મા અમર છે, પણ તમારું શરીર કેવું છે? આયુર્વેદ કહે છે, તમારું શરીર સુધારી આયુષ્ય વધારી શકો છો. સાધુ માર્ગ કહે છે, બધું નાક્કીજ છે કે ક્યારે મરવું, ક્યાં મરવું, કયી તિથીએ મરવું વિગેરે. ઋષિ પુરુષાર્થવાદી છે, સાધુ નિયતિવાદી છે. @11.10min. ઋષિની રોજની પ્રાર્થના – “शतं जीवेम शरद:….शरद सतात.” અર્થ સાંભળી લેવો. ક્યારે, ક્યાં મરી જવાનું બધું નાક્કીજ હોય તો આવી પ્રાર્થના કરવાની શી જરૂર? @16.57min. भोज्यम् भोग शक्तिश्च नाल्पष्य तपस: …(चाणक्य). તમારા ઘરમાં ભોજ્ય પદાર્થ હોય અને એને ભોગવવાની શક્તિ હોય, એ બે એક સાથે ભેગા નથી થતા. બહુ મોટાં તપ કાર્ય હોય તો ભેગા થઇ શકે. આયુર્વેદનો ઋષિ કહે છે, અમે બતાવેલા રસ્તે ચાલો તો શરીર સારું બનાવી લાંબુ જીવી શકો છો. @20.08min. સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ – આપણાં ઉપર એક મોટો દોષ છે કે આપણે રમત-ગમત લલિતકળામાં ભાગ નથી લેતા. ગાંધર્વવેદમાં સંગીત, કળા, નૃત્ય વિગેરે બધી કળાઓ આવે છે. @23.53min. એક ભોંયરામાં ભરાઈ રહેતા સાધુની વાત. વૈરાગ્ય હોય તો એકાંત અમૃત છે પરંતુ જો વૈરાગ્ય ન હોય તો એકાંત ઝેર છે. સાધના કરનારા માણસોએ એકાંતમાં નહિ પરંતુ સમૂહમાં રહી સહજ પ્રક્રિયા કરવી. @27.40min. ઋષિ કહે છે કહે છે જીવનમાં થોડું સંગીત હોવું જોઈએ. સંગીત થરેપીથી ગાયો વધારે દૂધ આપે છે અને ખેતરમાં સારા છોડ થાય છે, સારા ફળો મળે છે. આપણા બે ભગવાન કૃષ્ણ અને મહાદેવ બંને સંગીતના સમ્રાટ છે. આ ઉપવેદનો ઋષિ કહે છે જો તમારે જીન્દગીની મઝા લેવી હોય તો લલિત કળામાં રસ લો. @29.18min. અથર્વવેદનો ઉપવેદ છે અર્થવેદ. સાધુઓ કહે છે, પૈસો પકડાય નહિ પરંતુ પૈસાદારને પકડાય. ઋષિ કહે છે જીવનની કરોડરજ્જુ પૈસો છે. પૈસો નહિ હોય તો જીવન ખોઈ બેસશો. પ્રજાએ હંમેશા વૈભવી જીવન જીવવું જોઈએ. તમારા વૈભવમાંથી બીજાને રોજી-રોટી મળે છે. જો સાદું જીવન જીવશો તો દેશ ગરીબ થઇ જશે. @34.25min. ઋષિ માર્ગ જીવનનો સ્વીકાર કરીને ચાલે છે અને જીવનના જે ચાર મહત્વના ક્ષેત્રો છે તે ચારેચારની વ્યવસ્થા કરે છે. એક એક વેદના ચાર ચાર ભાગ છે. સંહિતા, આરણ્યક, બ્રાહ્મણ અને ઉપનિષદ. મહત્વનો ઉપનિષદનો ભાગ છે. જ્યારે કોઈ આચાર્ય પોતાનો ખાસ સિદ્ધાંત રાખવા માંગે તો તે સિદ્ધાંત ઉપનિષદમાંથી સિદ્ધ કરવો પડે. ઉપનિષદનો વિદેશમાં પ્રચાર કરનાર પહેલો માણસ મુસલમાન, શાહજહાંનો દીકરો દારા હતો. દારા સંસ્કૃત અને ફારસીનો બહુ મોટો વિદ્વાન અને લોકપ્રિય હતો. ઔરંગઝેબે વિદ્રોહ કરીને દારાને મારી નાખ્યો અને શાહજહાંને જેલમાં પૂર્યો. એક વિદેશી ઉપનિષદને માથાપર મૂકી નાચેલો, એણે લખ્યું છે કે મેં આખી જીન્દગી ઉલ્લુઓની વચ્ચે કાઢી નાંખી, આ પ્રકાશ મને હવે મળ્યો. @40.14min. આપણાં દર્શનોમાંસૌથી સ્થૂળમાં સ્થૂળ ચર્વાકનું દર્શન છે. ચારવાક કોઈનું નામ નથી. હુલમણું(તખલ્લુસ) નામ છે. ખરું નામ છે બૃહસ્પતિ. નાસ્તિક પરંપરાના આચાર્ય છે અને એને પણ ઋષિ પગે લાગે છે. એના પ્રત્યે કોઈ ધિક્કાર નથી. જીવનમાં સ્પર્ધા થાય તોજ વિકાસ થાય. ચારવાકના ચિંતન પાછળ શું કારણ છે? મોટાં ભાગનું ચિંતન રીએક્શન હોય છે. કર્મકાંડનો, તપનો, ભોગવાદ, અતિભોગવાદનો અતિરેક વિશે સાંભળો. પહેલાંના કર્મકાંડમાં પશુઓની બહુ મોટી હિંસા થતી હતી.

Side 2B –
– એક સાધુએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી “सतयुग आएगा” એવું દીવાલપર લખવામાં લાખોનો ગેરુ બગાડ્યો. ઘણા લોકોને કંતાન પહેરાવ્યા. પ્રજા પણ એવી કે જેમ વાળો તેમ વળે. દેશમાં ઉપભોક્તા વર્ગ હોય તો તમારા દેશના કારીગરોને તમે રોજી આપો છો. અભોગવાદ એટલે નકારાત્મક દ્રષ્ટિ છે, એનું રીએક્સન અતિભોગમાં આવ્યું. ગીતા મધ્યમાં ચાલે છે. @4.05min. માણસના બે આવેગો, કુદરતે ઊભા કરેલા અને માણસે પોતે ઊભા કરેલા. ચારવાકનું કહેવું છે કે ઈશ્વર, પરલોક, આત્મા જેવું કંઈ નથી. જે છે તે અહિયાં છે, ભોગવાય એટલું ભોગવી લો. યજ્ઞો શા માટે કરો છો? સ્વર્ગની કામના માટે. પહેલાં સ્વર્ગજ હતું. મોક્ષ પાછળથી આવ્યો. સજોડે યજ્ઞ કરવાથી જો પુરુષને અપ્સરા અને હુરો મળે તો એમની ઘરવાળીને શું મળશે? સ્ત્રીઓ માટે કોઈ વ્યવસ્થા નથી અને કદાચ થાય તો મંજુર થાય ખરી? એટલે ચારવાક કહે છે, આવું કશુંજ નથી, તમે ખાઓ, પીઓને મઝા કરો. તો કોઈકે કહ્યું કે અમારી પાસે કશુંજ નથી તો શું કરવું? ચારવાકે કહ્યું “ऋणं कृत्वा घृतम् पिवे, यावद जीवे सुखं जीवे. भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कृत:” જ્યાં સુધી જીવો ત્યાં સુધી સારી રીતે જીવો, દેવું કરો અને ઘી પીઓ.

દેહ ભસ્મીભૂત થઇ જાય પછી પુનરાગમનની ચિંતા કરવાની જરૂર નથી. લોકોને આ વાત ગમી. આ ચારવાકનું સ્થૂળ દર્શન બહુ ચાલ્યું નહિ. @10.21min.રશિયા અને ચાઈનાના ચર્ચોને જમીનદોસ્ત કર્યા, પાદરીઓને મારી નાખ્યા, અને અત્યારે ફરી પાછા બની રહ્યા છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્રદ્ધા અને પ્રેમનો નાશ ન કરી શકાય. સ્ટાલીન પોતે નાસ્તિક પણ એની પુત્રી બિલકુલ આસ્તિક. પ્રહલ્લાદનું ઉદાહરણ. @17.37min. નાસ્તિકતાને ગમે એટલા જોરથી લાવો, એ બે રીતે નથી આવતી. સત્તાના દ્વારા અને વૈચારિક રીતે, કારણકે એમાં વાસ્તવિકતા નથી. સ્વામીજીનું સેન્ટ ઝેવીઅર્સ સ્કુલમાં પ્રવચન વિશે. હિંદુઓમાં હજાર દોષો છે એટલે કમજોર છે, પરંતુ હજાર ગુણો પણ છે. અમે જીસસની જેમ કોઈને ફાંસીએ નથી ચઢાવ્યા. અતિભોગ ચાલી ન શક્યો. @22.26min. ચારવાક દર્શનનો પણ આપણે સ્વીકાર કર્યો છે. એનું જમા પાસું અને ઉધાર પાસું બંને છે. જમા પાસું એ છે કે આ જીવનની ઉપેક્ષા ન કરો. પરલોક-પરલોક કરીને આ જીવનને ધૂળ-ધાણી ન કરો, એવું ન રીબાવો કે કશું સુખજ ન મળે. ઉધાર પાસું એ છે કે આ સુખ, ભોગો છે એની પણ એક લીમીટ છે, એ લીમીટ તમે નહિ બાંધો તો અતિભોગ તમને ખીણમાં ધકેલી દેશે. બીજું પતિ-પત્ની, ભાઈ-બહેન, માં-દીકરાના સંબંધો કેવી રીતે રહે શે? કોણ કહેશે કે આ પુણ્ય છે અને આ પાપ છે? એની વ્યાખ્યા કોણ કરશે? ભગવાને આ સૃષ્ટિની રચના કરી છે અને પછી ધર્મનું સર્જન કર્યું પછી બધા સુખી થવા લાગ્યા. ગરીબની રૂપાળી સ્ત્રીને ગુંડાઓની સામે કેવી રીતે સાચવી શકાય? ધર્મે કહ્યું એ ના થઇ શકે. આ ચારવાક દર્શન પહેલાંયે ન ચાલ્યું અને અત્યારે પણ નથી ચાલતું. ચાર્વાક દર્શનના પણ બે ભાગ છે. એક વર્ગ ઈશ્વરને, આત્માને કે પરલોકને નથી માનતો, પણ સાથે સાથે એ અનાચારને પણ નથી માનતો. એક બીજો વર્ગ એવો છે કે તમે બધા ઘોડાઓને લગામ વગર છૂટા મૂકી દો. @26.34min. રજનીશનું ઉદાહરણ. @30.10min. સાહિત્યકાર કરસનદાસ માણેક આસ્તિક બન્યા.@38.07min. સંતની વિશેષતા. @43.05min. ભજન – હૃદય સુનું હરિનામ વિના – શ્રી નારાયણ સ્વામી