સાચું દાન – ગણપત વિદ્યાનગર

Side A –
-પાંચ ગામ લેઉઆ પાટીદાર સમાજ – @1.32min.માણસોને પાંચ ભાગમાં વિભાજીત કરી શકાય. એક કમાવા માંગતો નથી, બીજો કમાવા માંગે છે પણ કમાઈ શકતો નથી, ત્રીજો પેટ ભરાય એટલુજ કમાય છે, ચોથો અઢળક કમાય છે પણ વાપરતા નથી આવડતું. પાંચમને કમાતાં પણ આવડે છે અને વાપરતા પણ આવડે છે. એક ભિખારી દશ રૂપિયા નથી લેતો, વધારાનું ખાવાનું પણ લેતો નથી. આ ભિખારી નથી પણ બાદશાહ છે. @5.30min. જાત્રા કરવા ગયેલા ત્યાંનો અનુભવ.એક ગરીબ વૃદ્ધ માણસનો અનુભવ, સુદામા હજી જીવે છે.ખરા ભિખારીઓ તો અમે સાધુઓ છીએ. ગામે ગામ બસ ઉઘરાણાજ ઉઘરાણા. એક પટેલ સજ્જનની વાત. @10.56min. જો તમને “ભારત મહાન” એવું કહેવાની ટેવ પડી ગઈ હોય તો તમે ટકાવારી કરજો કે આખી દુનિયામાં ભીખ માંગનારી વસ્તી ક્યા વધારે છે? @14.44min. બીજો માણસ છે તેને ભીખ નથી માંગવી. કમાવું છે પણ કમાઈ શકતો નથી. એક બ્રહ્મભટ્ટ સજ્જન સતચંડી યજ્ઞ, વિશ્વ-શાંતિ માટે આમંત્રણ આપવા આવ્યો, ચાર-પાંચ લાખનો ખર્ચ થાય. સ્વામીજીએ એને રોજી યજ્ઞ કરવાનું કહ્યું કે જેથી ૫-૨૫ છોકરાઓને રોજી મળે. બે વર્ષ પછી બ્રહ્મભટ્ટ ૨૦૦ માણસોને રોજી આપવાની વ્યવસ્થા કરી પાછા આવ્યા. @19.53min. એક ગામમાં હોલના ઉદઘાટન પ્રસંગે એક પટેલ સજ્જન ઊભા થયા અને ડૂમો ભરાઇ આવ્યો, ત્યાર પછીની વાત સાંભળો. રોજીથી મોટો કોઈ યજ્ઞ નથી.આપણા સમાજમાં શ્રમની પ્રતિષ્ઠા નથી પણ આડંબરની પ્રતિષ્ઠા છે.@25.50min. એક માણસ એવો છે જેને કમાતાં તો આવડે છે પણ માંડ પોતાનું પેટ ભરાય તેટલુંજ. એક માણસ એવો છે કે જેને ઢગલાબંધ કમાતાં આવડે છે. એક સિંધી યુવાનનું ઉદાહરણ. સાંજ પડતાંજ માત્ર ટેલીફોનથી લાખ-બે લાખ કમાઈ શકે છે. આવા ઘણા માણસોને પૈસા વાપરતાં નથી આવડતા. વાપરે છે તો પૈસામાંથી પાપ ઊભું કરે છે. @30.30min.વૃંદાવનમાં ભણવાની તકલીફ વીશે. માધુકરી (ભિક્ષા) લેવા જવા વિશે. “पैसे वालेने कुछ न दिया.” બીજે દિવસે મધ્યમ વર્ગમાં ઝૂંપડા જેવા ઘરમાં ભરપૂર ભિક્ષા મળી. એક માણસ એવો છે કે જેને પૈસા કમાતા અને વાપરતા પણ આવડે છે. આ બહું દુર્લભ માણસ છે.જે દ્રષ્ટિ ન આપે તેને સંત કહેવાયાજ નહિ. તમે દિક્ષા લો અને દ્રષ્ટિ ન મળે તે ઘેટાં દિક્ષા છે. જેમાંથી જીવનને સાચી દિક્ષા મળે તે સાચી દિક્ષા છે. @35.04min. મફતભાઈ ગગલના અરવિંદભાઈ અને તેના ગુરુ રણછોડદાસ મહારાજે કેવી દિક્ષા આપી તે સાંભળો. તમે લાખો કરોડોનું દાન કરો પણ એવી જગ્યાએ આપો કે તે ઊગી નીકળે. અત્યારે એવું ગાંડપણ ચાલ્યું છે કે ધર્મને રાખવા બસ મંદિરો બાંધો, મંદિરો બાંધો. @40.38min. કાશીમાં સંકટ મોચન હનુમાન અને ત્યાંના વિદ્યાર્થીઓ. @47.53min. ઊમિયા પરિવાર તથા ગણપતભાઈ, અનિલભાઈને ધન્યવાદ કે તેઓ અમેરિકા ગયા અને દ્રષ્ટિ મળી. @48.50min. સ્વામીજીની સંસ્થા તરફથી ૧,૦૧૦૦૦ રૂપિયાનું દાન.