વ્યક્તિ, રાષ્ટ્ર, પ્રજાની કરોડરજ્જુ – અમદાવાદ – પુસ્તક પ્રેમી પરિવાર સંસ્થા

Side A –

– વ્યક્તિ રાષ્ટ્ર અને પૂરી પ્રજાની કરોડરજ્જુ પૈસો છે. જો તમારી પાસે કરોડરજ્જુ રૂપી પૈસો હશે તો ટટ્ટાર બેસી શકશો, ખુમારીથી માથું ઊંચું રાખી શકશો. તમારા ચહેરાપર એક જાતની તેજસ્વીતા આપશે, પરંતુ જો પૈસો ન હોય તો લોચા થઇ જશો, ઢીલા થઇ જશો. કુદરત પૈસો આપે છે એનું ઉદાહરણ આરબ દેશો છે. @2.45min. સ્વામીજીની દુબઈની મુલાકાત. દુબઈના સમૃદ્ધ આરબો આજે પણ ગુજરાતી વેપારીઓનું બહુમાન કરે છે. શેખ લોકો એમ કહે છે કે અમે તો અહી ગધેડા ઉપર બેસીને આવેલા પણ તમે અમને મર્સિડીઝમાં બેસાડ્યા. સમૃદ્ધિનું મૂળ વેપાર-ઉદ્યોગ છે. ગુજરાતીઓ વેપારીઓ પેદા કરે છે, સેનાપતિઓ પેદા નથી કરતુ. જે પ્રજા યોદ્ધાઓ-સેનાપતિઓ પેદા નથી કરતા એનો રાજકીય ઈતિહાસ ભવ્ય હોય નહિ. રાજકીય ઈતિહાસ તલવારની ધારમાંથી નીકળતો હોય છે. અંગ્રેજો પાસે ત્રાજવા, તલવાર અને કલમ ત્રણે હતા. આપણી પાસે ફક્ત કલમ હતી. કુદરતે જેને કશુંજ આપ્યું નથી તે લોકો વધુ સમૃદ્ધ છે, એનું કારણ ત્યાં અર્થશાસ્ત્રીઓ સારા છે. અર્થશાસ્ત્રી બરાબર ન હોય તો સોનાની ખાણપર બેઠા હોય તો પણ ભિખારીજ રહેવાના. @8.54min. વિશ્વના જે અર્થશાસ્ત્રો છે એને ત્રણ ભાગમાં વહેંચી શકાય. અમેરિકા, રશિયા-ચાઈના અને આપનું ગાંધીવાદી અર્થશાસ્ત્ર. ગાંધીવાદી અને લેનીન-માર્ક્સનું અર્થશાસ્ત્ર લગભગ સરખા છે પણ ગાંધીવાદી અર્થશાસ્ત્રમાં હિંસા નથી. ગાંધીજીએ કહ્યું કે જે આ દેશનો ગરીબમાં ગરીબ વર્ગ છે એનું ભલું કરો, કેવી રીતે? રેન્ટીઓ કાંતો. આ માત્ર પેટ ભરવાની રોજી હતી. એનાથી રાષ્ટ્રને વૈભવી-સમૃદ્ધ ન બનાવી શકાય એટલે રાષ્ટ્ર આપોઆપ દુર્બળ બની જાય. આપણે ત્રીસ વર્ષ આ અર્થતંત્રની પાછળ વેડફી નાખ્યા. સામ્યવાદીઓએ નીચેના વર્ગને સાચવીને ઉપરના વર્ગને મારી નાખ્યો. સ્ટાલીને બે કરોડ માણસોને મારી નાખેલા. મેં ફરીને જોયું તો રશિયા હાવ ભંગાર દેશ છે. રશિયામાં દશ લાખ બાળકો અનાથ માં-બાપ વિનાના છે. ૭ કરોડ માણસો યુદ્ધમાં મરાયા. ૩૫% પુરુષો અને બાકીની સ્ત્રીઓ છે. @16.25min. स्त्रीषु दुष्टासु वाष्ण्रेय जायते वर्णसंकर:…(गीता १-४१). ગમે એવા બગડેલા પુરુષને સુધારી શકાય પણ સ્ત્રીને કદી સુધારી શકાય નહિ. જે દુષણ રશિયામાં થયું તે દુષણ અમેરિકા, જર્મની કે બ્રિટનમાં ન થયું, કારણકે ત્યાં ધર્મની, સમાજની અને રાષ્ટ્રની પકડ હતી. @20.30min. રશિયા ગરીબ કેમ થઇ ગયું? પાયાની ભૂલ એ થઈકે ઉપરના વર્ગને પતાવી દીધો. રોજી બધી ઉપરના વર્ગ થકી આવતી હોય છે. એક અંબાણી લાખ માણસોને રોજી આપે છે. આપણે ત્યાં કહેવત છે કે “લાખ મરજો પણ લાખનો તારણહાર ન મરજો.” ગાંધીજી પણ એજ રસ્તે ચાલ્યા, ઉપરના માણસોને મારી નાખવાની વાત ન કરી અને મજુર મહાજનનો મેળ કર્યો એ સારું થયું. @24.45min. શ્રી મદ રાજચંદ્રના એક ઘણા ઉપકારી અનુયાયી જૈન સજ્જન આશ્રમમાં આવતા તેની સાંભળવા જેવી વાત સાંભળો. રાજવ્યવસ્થા તમને પ્રમાણિક રાખે અને અપ્રમાણિક પણ બનાવે છે તેના બે દ્રષ્ટાંતો સાંભળો. @31.14min. રશિયાના ગોર્બોચોવે ક્રાંતિ કરી રશિયા બદલાયું. એનો ચાઈનાએ વધારે સારી રીતે ઉપયોગ કર્યો અને વધારે સમૃદ્ધ કેવી રીતે થયું તે સાંભળો. આપણાં અહી કેટલાયે કાયદાઓ એકપક્ષીય છે. મજુરોનું રક્ષણ થવું જોઈએ પણ સાથે સાથે માલિકોનું પણ રક્ષણ થવું જોઈએ. એક ઓળખીતા પટેલ સજ્જને એનો ભાડે આપેલો બંગલો કેવી રીતે ખાલી કરાવ્યો તે સાંભળો. @36.20min. અર્થચિંતન સમય સાપેક્ષ હોય છે, એટલે એમાં યુગદ્રષ્ટા હોવો જોઈએ. આપણે ત્યાં પણ પરિવર્તન આવ્યું અને છેલ્લાં ૧૦-૧૫ વર્ષમાં ખુબ સારું કાઠું કાઢ્યું છે. રાષ્ટ્રને સમૃદ્ધ કરવું હોય તો પૂંજીનું ભરપુર રોકાણ થવું જોઈએ પણ સાથે સાથે Law & Order પણ વ્યવસ્થિત હોવા જોઈએ. આખા દેશની મૂડી ગુજરાત તરફ વળવા માંડી છે એનું એજ કારણ છે. @41.07min. ગાંધીજીના અર્થતંત્ર સાથે એક મુદ્દો આવ્યો કે તમારી ઓછામાં ઓછી જરૂરિયાત હોવી જોઈએ, આ ગરીબીનું મૂળ કારણ છે. અમે લોકોએ પણ આવુજ કર્યું છે. પરાવલંબી સાધુ વર્ગ ઉત્પન્ન કર્યો. ચાણક્યે લખ્યું છે કે પ્રજા વૈભવી હોવી જોઈએ, આજે એનાથી ઉલટું થયું છે. અમારા આશ્રમો અને સાધુઓ વૈભવી થયા છે, તે સાંભળો. @46.31min. વર્ષો પહેલા એક વેદાન્તી સન્યાસી આશ્રમમાં આવેલા તે વિશે. “પહેલું સુખ તે જાતે નર્યા” તમે બીમાર થાવ ત્યારે આત્મા તો ક્યાં નો ક્યાં ભાગી જાય છે. ભારતમાં કેમ ક્રાંતિ ન થઇ? ૧૮૫૭ન૦ બળવો પબ્લીકનો ન હતો, એ તો સૈનિકોનો હતો. પબ્લિક ન વિફરવાનું કારણ અમે છીએ, હંમેશાં સમજાવીએ છીએ કે આ કળીયુગ છે, કળીયુગમાં આવુજ હોય અને ભગવાન અવતાર લેશે પછી શાંતિ થઇ જશે. “सत्ययुग आयेगा” એવું દીવાલ પર લખાવનાર સાધુએ ૧૦ લાખ રૂપિયાનો ગેરુ બગડ્યો. જાપાનમાં કોઈ વેપારી ગલ્લા ઉપર ભગવાનનું ચિત્ર કેમ નથી રાખતો? @52.57min. એક ઓળખીતા ભગવાનના ભક્ત દુકાનમાં ભગવાનનું ચિત્ર રાખી શું કરે છે તે સાંભળો. ધર્માંભાષ વિશે સાંભળો. મોરલથી વધારે કોઈ મિત્ર નથી. ચાણક્યે કહ્યું કે હંમેશા બે ધંધા કરવા તે વિશે સાંભળો. સજ્જનો, બહુ આનંદ થયો, મેં મારા વિચારો રાખ્યા. ગુજરાત યોદ્ધાઓ અને સેનાપતિઓ નથી પકવતો એટલે આપણાં ઉપર બહારના લોકોએ રાજ કર્યું છે. ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો પેદા કર્યા અને એમણે અદભૂત પ્રદાન કર્યું, એ જમાનો જુદો હતો. ગાંધીજી જેવો માર્ગ સજ્જનો સામેજ ચાલતો હોય છે. ગોવામાં, કાશ્મીરમાં કે નીઝામમાં ન ચાલ્યો.