રાજકારણ અને વિધ્વંશ કાળ – વડોદરા, સૌરાષ્ટ્ર લેઉઆ પાટીદાર સમાજ

Side A – 

– બાંધકામના ત્રણ કાળ આવતા હોય છે. નિર્માણ, સ્થગિત અને વિધ્વંશ કાળ. બધું આપણી મુઠ્ઠીમાં હોત તો આખી દુનિયા આપણી ઈચ્છા પ્રમાણે ચાલતી હોત. આપણે પોતે પણ કોઈ બીજાની મુઠ્ઠીમાં છીએ. સૌને મુઠ્ઠીમાં રાખનાર જે તત્વ છે એનું નામ કાળ છે. “कालाय तस्मै नम:” કાળને વંદન કરીએ છીએ. જ્યારે નિર્માણ કાળ આવે ત્યારે એનું મૂખ્ય પ્રેરક બળ રાજકારણ છે.તમે રાજકારણ પ્રત્યે એલરજી ન કરશો. એલરજી કરવાના પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. પણ સાથે સાથે રાજકારણને કાદવ બનાવીને એમાં ખૂંપી પણ ન જશો. ભારતમાં સૌથી મોટો દુકાળ સાચા રાજકારણીઓનો છે. જેમ બનાવટી સાધુઓ અહી છે તેમ બનાવટી રાજકારણીઓ પણ છે. જે લોકો રાજકારણને સમજતા નથી એવા લોકો રાજકારણમાં પડ્યા છે અને તેઓ પોતાની જાતને, રાષ્ટ્રને અને લોકોને નુકશાન કરે છે. @3.40min. જ્યારે પણ નિર્માણ કાળ આવે ત્યારે સૌથી પહેલાં રાજકારણ સુધરતું હોય છે. ત્રણ લક્ષણો, Law & Order – કાયદો અન્રે વ્યવસ્થા, વ્યવસ્થિત થઇ જાય. મૂડી રોકાણ વધે અને પ્રજાની અર્થ સાહસિકતા વધે તે વિસ્તારથી સાંભળો. @5.08min. Law & Order વ્યવસ્થિત કરવો હોય તો રાજનેતા પરાક્રમી હોવો જોઈએ. ગુજરાતમાં જયારે બહુ તોફાનો અને અશાંતિ થયેલી ત્યારે ગુજરાત સરકારે રીબેરોને માંગેલો તે વિશે. બંગાળમાં ૨૦-૨૫ વર્ષથી સામ્યવાદીઓ રાજ કરે છે, આજે એની ભૂંડી દશા છે. ગુજરાતની સમૃદ્ધિનું મૂળ કારણ મૂડી રોકાણ છે. મૂળમાં તો અહીની પ્રજા વેપારી છે. આપણી પાસે વીરતા કે શૌર્ય નથી એવું નથી, એક લશ્કરમાં જોડાયેલા પટેલના દીકરાનું ઉદાહરણ સાંભળો. @10.00min. “ભાઇ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.” ગુજરાતની પ્રજા ડાહી, શાની અને હળીમળીને રહી શકે છે એટલે સમૃદ્ધ થઇ છે. ત્રણ પ્રકારના નિર્માણ – રાજદરબાર, ધર્મદરબાર અને સમાજનું નિર્માણ. રાજદરબારના નિર્માણ જેટલા મોગલોએ કર્યા એટલા આપણે નથી કર્યા. માણસનું દેવદરબારનું નિર્માણ – આપણા અહી જે ધર્મો આવ્યા તેમાંના એક ધર્મે ઘણા મંદિરોનો અને મૂર્તિઓનો નાશ કર્યો. @16.06min .એક જૈન સજ્જન સાથે દક્ષિણ ભારતના મંદિરોની મુલાકાત. આપણા જે નિર્માણો થયા તે દેવદરબાર કે રાજદરબારમાં થયા. સમાજમાં નહિ. સમાજ હતોજ નહિ. બહુ મોડે મોડે સમાજ નિર્માણો થયા. @20.09min. એક સ્પષ્ટતા તમને કરી દઉં કે મંદિરોના નિર્માણ તરફ હું(સ્વામીજી) બહુ પક્ષપાતી નથી એનો વિરોધી પણ નથી. જ્યાં જરૂર હોય ત્યાં મંદિર જરૂર થવું જોઈએ, પણ દિલ્હીમાં જે અક્ષરધામ થયું તેનો હું સમર્થક છું, એટલા માટે કહું છું કે દિલ્હી તરફ જનારા માણસો બે ચીજોજ જોતા હોય છે, તાજ મહાલ અને કુતુબ મિનાર. આપણા હિન્દુઓનું કોઈ નિર્માણજ નહિ? કોઈ જોવા જેવી વસ્તુજ નહિ? મારે આ લોકોને ધન્યવાદ આપવા જોઈએ કે હવે તાજ મહાલ અને કુતુબ મિનારને પણ ચઢી જાય એવું નિર્માણ કર્યું. લોકો પૈસા આપીને જોવા જાય છે અને કહે છે કે આપણે પણ કઈ નિર્માણ કર્યું કે એનું પેઢીઓ સુધી, વર્ષો સુધી ગૌરવ લઇ શકીએ. બધા દુર્ગુણોનું મૂળ રાજકારણ છે અને સદગુણોનું મૂળ પણ રાજકારણ છે. ચાણક્યની રાજકારણની મુત્સદ્દીગીરી સાંભળો. જયારે રાજકારણ બગડવા લાગે ત્યારે રાજા નબળો, બુદ્ધિ વિનાનો, નમાલો આવે એટલે મૂડી રોકાણ બંધ થશે, વેપારીઓ દેશ છોડી છોડીને બીજે જશે. તમે કદી વિચાર કર્યો કે ભારતનું નાણું સ્વીડનમાં કેમ જમા થાય છે? કારણકે ત્યાં સલામતી છે. જ્યાં જ્યાં નાણું જશે ત્યાં ત્યાં ઉદ્યોગો જશે, મજુરો જશે. ગુજરાતમાં ઓરિસ્સાના, મહારાષ્ટ્રના, ઉત્તર પ્રદેશના, રાજસ્થાનના લોકો આવે છે કારણકે અહિયાં રોજી છે, મૂડી છે અને સુરક્ષા છે. બિહારમાં આજ વિપરીત કારણોસર સ્થગિતતા છે. લોકો ભણે નહિ, વેપાર-ધંધો ન કરે, ચૂપચાપ થઈને બેસી રહે અને પછી ન સુધરે તો વિધ્વંશ કાળ આવે. ચીનના સીન્ધીયાંગ પ્રદેશનું ઉદાહરણ. @26.59min. ભારતમાં એવો વિધ્વંશ કાળ આવ્યો, મંદિરો તૂટ્યા અને મૂર્તિઓ ખંડિત થઇ. આજે ઘણી જગ્યાએ ખોદીએ અને મૂર્તિઓ નીકળે તો આપણે ઘેલા ઘેલા થઇ જઈએ કે ભગવાન નીકળ્યા. પણ ભગવાન અંદર ગયાતા કેમ? જ્યારે આક્રાન્તાઓનું ટોળું આવતું ત્યારે આ વાણિયાઓ ડાહ્યા કે મૂર્તિઓને જમીનમાં દાટી દેતા. થાઈલેન્ડમાં સોનાની પાંચ ટનની બુદ્ધની મૂર્તિનો ઈતિહાસ સાંભળો. તમે ઈચ્છો કે ન ઈચ્છો આવો વિધ્વંશ કાળ પ્રજાના જીવનમાં આવતોજ હોય છે. મૂર્તિઓને જમીનમાં કેમ દટાટી અટકાવવી? તે વિસ્તારથી સાંભળો. આ નિર્માણ યુગ છે. ખાસ કરીને ગુજરાતમાં જે કરોડોના નિર્માણ થાય છે, તે પટેલોની પાસે પૈસા આવ્યા પછી થાય છે. આ જે બાંધકામ થયું તે જોઇને હું બહુ ખુશ થયો. @37.39min. સ્વામીજી તરફથી એક લાખ રૂપિયાનું દાન. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમારો વિકાસ થાય, તમે બળવાન બનો, સંપીલા બનો, ઝગડા ન કરો, એકબીજાના પગ ન ખેંચો. આવનારો સમય બહુ ખરાબ આવી રહ્યો છે, એને તમારી એકતાના દ્વારાજ જીતી શકશો. ભગવાન સૌનું ભલું કરે, આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @39.07min. અંગ્રેજોનો રાષ્ટ્ર પ્રેમ. @43.49min. કાશ્મીરમાં ઈઝરાએલીઓએ કેવી રીતે સામનો કર્યો? @45.47min. ઝવેરચંદ મેઘાણીનું ગીત – ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.