રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ
Side 4A – RAMAYAN SAMIKSHAA, Shree Mali Society, AMDAVAD – રામાયણ સમિક્ષા -અમદાવાદ – રામાયણની ઉત્થાનિકા – જ્યારે કોઇ આધ્યાત્મિક ગ્રંથ વાંચો ત્યારે લેખકનો ઉપક્રમ શું છે એ જાણો તો એના ઉપસંહારને સમજી શકાય. જે ધ્યેય અને જે હેતુ બ્રહ્મસૂત્ર, ભાગવત અને ઉપનિષદનો હતો એજ હેતુ રામાયણનો છે. પ્રેમના આકર્ષણ જેવું બીજું કોઇ આકર્ષણ નથી અને જ્યારે પરમેશ્વરજ પ્રેમરૂપ બન્યો હોય, પછી એના આકર્ષણની શું વાત? એટલા માટે હિંદુઓ મંદિરમાં દર્શન માટે દોડતા જાય છે. દર્શનતો ક્ષણિક હોય અને એજ પ્રભાવશાળી હોય. મંદિરનો પૂજારી ૨૪ કલાક ભગવાનના સાન્નિધ્યમાં રહે તો પણ તેને દર્શન નથી થતા. @8.34min. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજી લખે છે, હું જયારે જયારે રાજચંદ્રને મળવા ગયો ત્યારે આવો મોટો હીરાનો વેપારી, લોકો સાથે સોદા કરતો હોયને જ્યારે ઘરાક દુર થાય, એકલા પડે એની સાથેજ ગજવામાંથી ડાયરી કાઢે અને પરમાત્માની ટાંચણ, ટિપ્પણ નોટ લખ્યા કરે ત્યારે મને એમ થયું કે આ હીરા વેચવા માટે જન્મેલો નથી પણ હીરાને શોધવા માટે નીકળેલો આત્મા છે. @11.30min. તુલસીદાસ એક સાહિત્યકાર છે અને જ્યારે રામાયણની રચના કરી ત્યારે છ(૬) મુખોને સંભળાવી છે, ભગવાન શંકર અને મા પાર્વતિ, કાગભુસંડી અને ગરૂડ, યાજ્ઞ્યવલ્ક્ય અને ભારદ્વાજ. @16.11min. સતીની અપમાન જનક સ્થિતિ અને મરવાની ઈચ્છા. દક્ષને જયારે અધિકાર પ્રાપ્ત થયો એટલે તરતજ બીજાને હલકા બનાવવા માટે યજ્ઞ કર્યો. @27.34min. કપડવંજના એક બ્રાહ્મણની વાત. @33.09min. એકાવન શક્તિપીઠમાંની અંબાજી એક શક્તિપીઠ છે. શાસ્ત્ર આધ્યાત્મિકજ છે એના ઉપરનું સાહિત્ય એક રૂપક છે, એતો લોકોને સમજાવવા, મનોરંજન માટે અને પ્રેરણા મળે તે માટે ગોઠવેલી વસ્તુ છે. @36.17min. લોકોને ઠગતી જ્યોતિષ વિદ્યા અને વૈધ વિશે. માણસોના દુર્બળ માઇન્ડનો લાભ આર્થિક, ધાર્મિક, રાજકીય અને બધાજ ક્ષેત્રોમા લોકો લેતા હોય છે. @44.38min. શિવજીને સમાધિમાં જોઇને કામ(પુષ્પદંત) પણ ભૂલી ગયો કે એને શા માટે મોકલવામાં આવ્યો છે. આવુંજ રામકૃષ્ણ પરમહંસના જીવનમાં બન્યું હતું.
Side 4B – AMDAVAD – @2.30min. મૂળ બ્રહ્મ એકજ છે તેની સમજણ. હાસ્યરસની અંદર સાહિત્યકારો પણ કેટલીકવાર ફીલસૂફીની ગહન વાતો મૂકી દેતા હોય છે. ત્રીદેવ એ ત્રણ સ્વરૂપો નથી પરંતુ એકજ તત્વના ત્રણ રૂપો છે. મૂળ તત્વ એકનું એકજ છે. @7.00min. ભોળનાથ અને ભસ્માસૂરના રૂપક થકી સજ્જન અને દુર્જન વચ્ચેનો તફાવત સમજો. શિવ અને શક્તિ સનાતન છે. સાહિત્યકારોએ, પુરાણકારોએ તેને રૂપકોની અંદર ગોઠવી દીધા છે. ભગવદ્ ગીતા સાથે સરખામણી. @16.30min. પ્રકૃતિના બે ભેદ, લૌકિક ઉદાહરણથી સમજણ. ૫૧ શક્તિપીઠની સમજણ. @21.40 ગણેશની ઉત્પત્તિ વિશે. ઊંડાણમાં શું રહસ્ય છે તે સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે સમજો. રશિયાના એક વિદ્વાને એમ કહેલું કે ભારતના દર્શનોમાં સાંખ્ય દર્શન વિજ્ઞાનથી બહુ નજીક છે. @28.40 Min. સ્વામી માત્રાનંદ @44.54min. भजन – स्तुति – श्री रामचंद्र कृपालु भजमन – श्री जनार्दन और हर्षिदा रावल.
Leave A Comment