રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ

 


Side 2A – RAMAYAN SAMIKSHAA – Shree Mali Society, AMDAVAD, રામાયણ સમિક્ષા, અમદાવાદ – શ્રી મદ ભાગવત રહષ્ય, પરમહંસોની સંહિતા (કથા) છે, ઘટના નથી કે ઇતિહાસ નથી, તેની સમજણ. પરમેશ્વરના ગુણો વિશે. @5.27min. શ્રી કૃષ્ણ કોણ છે? ગુણ પોતે નિરાકાર છે અને એ નિરાકાર ગુણ જ્યારે સગુણ ભાવમાં આવે ત્યારે એને સાકાર રૂપ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણ પરમેશ્વરના ગુણોનો કોઈ પર નથી. જો પરમેશ્વરના ગુણો ન હોત તો આ જીવમાં ગુણો ક્યાંથી આવત? અંશીમાં હોય તોજ અંશમાં આવે છે. બધા ગુણોની અંદર ત્યાગ એ મોટામાં મોટો ગુણ છે, જેનાથી પૂર્ણતાનો અનુભવ થાય. ત્યાગ પણ દોષ વિનાનો હોતો નથી. બધા ગુણોનું પ્રક્ષાલન જે ગુણ કરે એ પ્રેમ છે. બધા ગુણોનો રાજા પ્રેમ છે, પ્રેમ એ ગુણોની પરાકાષ્ટા છે એટલે આપણે શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. પ્રેમમાં સહિષ્ણુતા છે એટલે ઇર્ષ્યા, દ્વેષ, નિંદા ખતમ. શ્રી કૃષ્ણ એ પ્રેમ રૂપ છે એટલે એ સૌના માટે છે. જગતમાં એવું કોઇ પ્રાણી નથી કે જેને પ્રેમની ભૂખ ન હોય. પ્રેમ લક્ષણા ભક્તિ કેવી રીતે ભક્તો કરે છે, તે સાંભળો. જે નિરાકારવાદી છે એ આ વાતને ન સમજી શકે, આ ભાગવત ધર્મ છે. @16.01min.આખી દુનિયાભરનું પ્રાચિનમાં પ્રાચિન મહાકાવ્ય રામાયણ છે અને તેની રચના કેવી રીતે થઇ તે વિશે. @21.37min. સંતપણું કોઈનામાં જાગ્રત થાય તો એની પહેલી નિશાની છે કે બીજાનું સુખ જોઇને ખુબ સુખી થાય અને બળી મરે, દુઃખી દુઃખી થઇ જાય તો સમજવું કે સંત્પનાને અને એને હજાર માઈલનું અંતર છે. @26.24min. વાલ્મિકીકૃત રામાયણનું એક લઘુ રૂપ હતુંઅને એનો સીધો સંબંધ રામના જીવન સાથે છે. રામે સીતાનો સગર્ભા અવસ્થામાં એક ધોબીની વાતથી ત્યાગ કરી દીધો. સીતા એટલે જેના જીવનમાં આદર્શો છે પણ સુખ નથી. આદર્શો અને સુખનો યોગ કરવો બહુ કઠીન છે. સીતા પોતે બલિદાન બની જાય છે પણ આદર્શોનો ત્યાગ કરતી નથી. @30.00min. ગુરુ શિષ્યની વાત સાંભળો. આજ્ઞાની કસોટી વિશે સાંભળો. લવ-કુશની કથા સાંભળી રામ મૂર્છિત થાય છે. રામને એવું થાય છે કે આ મારીજ કથા છે. રામાયણ કોઈ સુખનો ગ્રંથ નથી પણ દુઃખનો ગ્રંથ છે જેમાં જીન્દગીના આદર્શો વીણી લીધા છે. ૧૬મી શતાબ્દીમાં શ્રી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી, અને ઘોર નિરાશામાં પડેલા હિંદુ સમાજને બચાવી લીધો. @35.19min. સંત શ્રી તુલસીદાસનું જીવન ચરિત્રનો અહીંથી પ્રારંભ થાય છે

Side 2B – AMDAVAD- સંત શિરોમણિ શ્રી તુલસીદાસનું ચરિત્ર ચાલુ. @4.00min. કાશીએ કરેલી ઐતિહાસિક ભૂલો. જો એ ભૂલો ન કરી હોત તો હિન્દુસ્તાનની આ દશા ન હોત. કાશ્મીરના મહારાજા ગુલાબસિંહ ડોન્ગ્રા પાસે ત્યાંના મુસલમાનો પાછો હિન્દુ ધર્મ અપનાવવા માટે ગયા પણ કાશીના પંડિતોએ કહ્યું કે ગધેડું ગાય ન થઇ શકે. આજે આપણે એમની લાતો ખાઈ રહ્યા છીએ. જો પતિતને પાવન ન કરી શકે તો તમારી ગંગાનો શું અર્થ છે? ગાયત્રીનો શું અર્થ છે? આવીજ ભૂલ તુલસીદાસ સાથે ઘટિત થઇ. રૂઢીચુસ્ત પંડિતોએ કહ્યું આ તુલસીદાસને જીવતો બાળી મૂકો. તુલસીદાસે રામાયણની એક કોપી અકબરના દરબારમાં ટોદરમલને સાચવવા મોકલી હતી. કાશી વિશ્વનાથના મંદિરમાં રામ ચરિત માનસ શાસ્ત્ર સંમત છે કે નહિ તેની કસોટી કરવામાં આવી. @9.05min. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. @12.31min. સંત ચરિત્રમાંથી ભક્તિ વિષે સમજણ. @35.55min. ભજન – હરિને ભજતા હજી કોઈની લાજ, રે શિર સાતે નટવરને ભજીયે. – શ્રી આશિત દેસાઈ, શ્રી જનાર્દન રાવલ.