[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 9A –
– રાજસૂય યજ્ઞ ચાલુ…દેશમાં એક મોટા વિજ્ઞાનના પ્રોફેસરને ત્યાનો અનુભવ. @2.25min. સ્ત્રી ગૃહ લક્ષ્મી છે, ક્યારે કે બધાને જમાડીને જમે. મહેમાનોને બરાબર જમાડે એમાંજ એને સુખ છે. ઈંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં આપણા ભાઈઓએ ભાડે રાખેલા હોલની શું દશા કરી તે સાંભળો. કૃષ્ણ કહે છે કે મારે દુર્યોધનને ખજાના ઉપર રાખવો છે. કેમ? તે સાંભળો. યુધિષ્ઠિરને કૃષ્ણે કહ્યું તું આવડો મોટો યજ્ઞ કરે છે, અને પૂર્ણાહુતિ વખતે જો પેલો ઘંટ આપોઆપ વાગશે તો તારો યજ્ઞ સફળ નહિ તો નિષ્ફળ. ઘંટ નહિ વાગ્યો, એટલામાં ખબર પડી કે એક નોળિયો યુધિષ્ઠિરને મણ-મણની ગાળો આપે છે. વધુ આગળ સાંભળો. @11.37min. જીવનમાં કોઈવાર ઈચ્છા થાય તો દુકાળની પ્રવૃત્તિમાં ૧૦ દિવસ આપજો. તમારી અંદરની દૈવી શક્તિ જાગશે. સુઈગામનો અનુભવ સાંભળો. તમે મોટા યજ્ઞો કરો તો એ શું? અને ન કરો તો એ શું? શા માટે પાટલે બેસવાનો દંભ કરો છો? તમારા પૂર્વજોએ કે ઋષિઓએ ૧૦૮ કે ૧૦૦૮ પાટલે બેસાડવાના યજ્ઞો કર્યા હતા? શુકદેવ જ્યારે ભાગવત કરવા ગયા ત્યારે ૧૦૮ કે ૧૦૦૮ કર્યા હતા? એક વર્ગ એવો છે કે પૈસા ખર્ચનારાઓની દુર્બળતાનો લાભ ઉઠાવે છે. દુષ્કાળનું વર્ણન. @16 10min. એક બ્રાહ્મણનું કુટુંબના રંતિદેવને ૪૨ દિવસના ઉપવાસ છતાં એ ખાતો નથી. ગૃહસ્થાશ્રમના પ્રેમને ઘટાડવો ન હોય તો, ચટણી હોય તો પણ વહેંચીને ખાજો. ઘરમાં ચોરી કરીને ખાવ તો એ ઘરમાં પ્રેમ ન હોય. જીભની ચંચળતા સૌથી પ્રબળ છે. બારણા ઉપર ચાંડાલ આવ્યો તેને પોતાનો, પત્નીનો અને વહુ છોકરાનો બધ્ધાનો સત્તુ આપી દીધો. ચારે ચારના પ્રાણ નીકળી ગયા. દુનિયાને કોઈને ખબરે ન પડે એવો આ મહાયજ્ઞ થયેલો અને ખાતી વખતે જે કણ પડેલા તેમાં હું(નોળિયો) આળોટેલો તેમાં મારું અડધું શરીર સોનાનું થઇ ગયેલું અને નોળિયો કહે છે ફરી કોઈ આવો યજ્ઞ થાય તેની હું રાહ જોઉં છું. રંતિદેવ ચાંડાલને કહે છે તું મારો ભગવાન છે. ચાંડાલની જગ્યાએ વિષ્ણુ ભગવાનના દર્શન થયા. રંતિદેવે શું માંગ્યું? હે પ્રભુ મારે ચક્રવર્તી રાજ, મોક્ષ કે સ્વર્ગ નથી જોઈતું પણ આખી દુનિયાના દુઃખો મને આપો. કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું કે તેં લાખો ડબ્બા ઘી હોમ્યું, તે યજ્ઞ મોટો કે બે પૈસાનો રંતિદેવનો મોટો? યુધિષ્ઠિરનો ચહેરો ઊતરી ગયો. તમારું શાસ્ત્ર કહે છે, જેના પેટમાં આગ લાગી હોય તેના પેટમાં અનાજના કોળીયા મૂકી આવ. આ મોટામાં મોટો યજ્ઞ છે. બ્રાહ્મણોએ ભૂતકાળમાં બાળવા સિવાય કશું કર્યું નથી. જૈનોએ એમના બધા પૈસા મંદિરમાં નાંખ્યા. એમને તો સ્થાપત્યો મળ્યા પણ યજ્ઞો કરનારને શું મળ્યું? એવો યજ્ઞ કરો કે જેમાંથી પ્રજાનું નિર્માણ થાય, ભવિષ્ય ઘડાય. @31.08min. “સ્કાઈ લેબ” જ્યારે પડવાનું હતું ત્યારે આખા ભારતમાં યજ્ઞો શરુ કરાવી દીધેલા. ધર્મ પ્રજાને આંખ આપે, દ્રષ્ટિ આપે, આંખ ફોડે નહિ. યુધિષ્ઠિરને લઈને કૃષ્ણ યજ્ઞમાં નીકળ્યા. જેમને ભૂખ નથી તેને ખેંચી ખેંચીને જમાડે છે અને જેમની હોજરીમાં આગ લાગી છે ત્યાં બધા પહેલવાનો લાકડી લઈને ઊભા છે. હવે ઘંટ નહિ વાગે. પછી કૃષ્ણના કહેવાથી બધા ભૂખ્યા લોકોને જમાડ્યા અને ઘંટ ધણણણણ કરીને વાગ્યો અને યજ્ઞ પૂરો થયો. @34.55min. મહાભારતનો આધ્યાત્મિક પક્ષ – મહાભારતની ઉત્પત્તિ સાંભળો. ભીષ્મપિતામહ પોતાનો વંશ ચાલુ રાખવા ત્રણ કન્યાઓનું હરણ કરી લાવે છે. ત્રણેને એક એક પુત્ર, પાંડુ,ધૃતરાષ્ટ્ર અને વિદુર કેવી રીતે થાય છે તે સાંભળો. પાંડુની પત્ની કુંતીને ૬ પુત્રો અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધારીને ૧૦૦ પુત્રો આશીર્વાદથી થયા. તમે કોઈવાર વિચાર કર્યો કે આ ઘટના છે? ગાંધારીને ૧૦૦ પુત્રો દોઢ-દોઢ વર્ષે થાય તો ૧૫૦ વર્ષ થાય કે નહિ? એમના બધાના નામ “દ” ઉપરથીજ છે? @42.31min. વ્યાસ કહે છે તમે મારા સાહિત્યમાં ડૂબકી લગાવો અને જુઓ તો ખરા કે હું શું કહી રહ્યો છું? દ્રુપદ રાજાનો સ્વયંવર.

Side 9B –
– જ્યાં વંશ પૂજા હોય એ સમાજ રસાતાળમાં જાય. ગુણ પૂજા આવ્યા પછીજ સમાજ ઉંચો આવી શકે. કર્ણમાં બધી યોગ્યતા છે પણ વંશનું લેબલ નથી. કર્ણને મત્સ્યવેધ કરવા નહિ દીધો, ત્યાર પછી અર્જુને મત્સ્યવેધ પર વિજય પ્રાપ્ત કર્યો. @2.19min. ભીમનું પાત્ર ગજબનું પાત્ર છે તે સાંભળો. ભીમ દ્રૌપદીને ઉપાડીને ઘરે લઇ ગયો. કુંતીના અજાણ્યે કહેવાથી દ્રૌપદી પાંચેપાંચ ભાઈઓની પત્ની થઇ. એક મહારાજની કથામાં લોકોએ ગીતાના શ્લોકનો કેવો અનર્થ કર્યો તે વિશે. દ્રૌપદીના પાંચ પતિઓના નામનો અર્થ સમજો. @9.03min. દરેક દેવ જુદા છે. સૂર્યપુત્ર કર્ણની પ્રસિદ્ધિ દાનમાં, યુધિષ્ઠીરની પ્રસિદ્ધિ સત્યમાં, ભીમની બળમાં, અર્જુનની વિવેકમાં, સહદેવની પાંડિત્યમાં અને નકુળની કોઈ ઘટનાજ નહિ, એની પ્રસિદ્ધિ વૈરાગ્યમાં છે. આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણની કથા ચાલી રહી છે. પાંડુને શ્રાપ છે કે એ સંસાર ન ભોગવી શકે. @12.13min. અતિસય સાત્વિક માણસો લાંબો સમય સંસાર ન ભોગવી શકે. નરસિંહ મહેતા, જલારામ, નાનક દેવના ઉદાહરણો. @18.19min. પાંડુ સત્વગુણ છે. ધૃતરાષ્ટ્ર તમોગુણ આંધળો છે, જેને પોતાના સ્વાર્થ સિવાય કશું દેખાયાજ નહિ તે છતી આંખે આંધળો છે. ધૃતરાષ્ટ્રનો અર્થ સમજો. અત્યાચાર અને અપમાનને સહન કરી લેવું એનું નામ ધર્મ નથી. અત્યાચારી કરતાં અત્યાચાર સહન કરનાર વધારે દોષી છે. વિદુર એ રજોગુણ છે. સત્વગુણ રૂપી પાંડુને બે પત્ની, કુંતી એટલે શ્રદ્ધા અને માદ્રી એટલે ભક્તિ. શ્રદ્ધાના ચાર પુત્રો, દાન, ધર્મ, પરાક્રમ(શૌર્ય), અને વિવેક. પ્રથમ પુત્ર જે દાન છે એ શ્રદ્ધામાંથી દાન પેદા થાય પણ શ્રદ્ધા અને સત્વગુણનો યોગ થવા વગર થાય, એટલે દાન ત્યાજ્ય થયું અને વિપક્ષમાં ચાલ્યું ગયું. સત્વગુણ અને શ્રદ્ધાના યોગથી પહેલો પુત્ર ધર્મરાજા યુધિષ્ઠીર થયો. બીજો પરાક્રમનો વાયુપુત્ર ભીમ, ત્રીજો ઇન્દ્રપુત્ર વિવેક એટલે અર્જુન. @29.06min. એક ભગત રાજાનું ઉદાહરણ. @34.41min. ચોથો અને પાંચમો માદ્રી(ભક્તિ) નો પુત્ર છે સહદેવ(જ્ઞાન) અને નકુળ(વૈરાગ્ય). આ પાંચ પાંડવો સત્વગુણની વૃત્તિઓ છે. કૌરવો એ દુરવૃત્તિઓ છે. ગાંધારી માયા છે. ધૃતરાષ્ટ્ર મોહ છે. મોહના લગ્ન માયા સાથે થયા છે એટલે ગાંધારી(માયા) છતી આંખે આંધળી છે. મોહ અને માયાના સગપણથી સેંકડો દુર્વૃત્તિઓ જાગી, એનું નામ છે કૌરવો. હવે મત્સ્યવેધ વિશે સાંભળી લેવું. @37.05min. દ્રોણાચાર્ય પાંડવો-કૌરવોને ભણાવતા ત્યારે જે પરિક્ષા લીધેલી તે સાંભળો. બંદૂકથી કેવી રીતે નિશાન લેવાય તે સાંભળો. ઉપનિષદ કહે છે એક એક જીવાત્મા અર્જુન છે. પ્રણવ ૐકાર એ ધનુષ્ય છે. મન બાણ છે અને પરબ્રહ્મ લક્ષ્ય છે. મત્સ્યવેધનું રૂપક સાંભળી લેવું. @43.19min. सूरदास भजन – हरी दर्शनकी प्यासी अखियाँ – श्री जगजीत सिंघ