શરદ પૂનમ- કોલ્હાપુર કચ્છી પાટીદાર સમાજ

Side A –
– ૩૬૫ દિવસમાં સૌથી સારામાં સારો દિવસ એ છે કે જે દિવસે તમારાથી સારું કામ થયું. માણસની અંદર બે વિચારધારા છે. ચિંતન પ્રધાન અને કલ્પના પ્રધાન. જેમ જેમ ચિંતનની ધારા પ્રૌઢ થતી જાય એમ એમ વાસ્તવિકતા વધારે દ્રઢ થતી જાય અને એથી ઉલટું જેમ જેમ ચિંતનની ધારા મંદ થતી જાય એમ એમ એની કલ્પનીક ધારા વધારે જોર કરે. @2.27min. કબીર કાશીમાં જન્મ્યા, ત્યાં રહ્યા, પણ જ્યારે મરણનો પ્રસંગ આવ્યો ત્યારે ભક્તોને કહ્યું કે મને મઘહર લઇ જાવ. કેમ? સાંભળી લેવું. મઘહરની કર્મનાશા નદી વિશે. અંધશ્રદ્ધાને તોડવી એ ધર્મને બચાવવાની અનિર્વાર્ય શરત છે. ધર્મ કદી નાસ્તિકોથી નથી મરતો, નાસ્તિકોની તાકાત નથી કે ધર્મને હાની પહોંચાડી શકે. ધર્મને અંધશ્રધાળુઓથી હાની પહોંચે છે. @6.13min. મહારાષ્ટ્રમાં તુકારામે લખ્યું છે “पावस पडला, कीचड़ जाला, नदियाला भरपूर, बाबा इथेज पंढरपुर.” કયો દિવસ સારો? તમને ઈશ્વર પર વિશ્વાસ નથી એટલે ભટક્યા કરો છો? જેણે સોમવાર બનાવ્યો એણેજ રવિવાર બનાવ્યો છે, બધા કાળ એના બનાવેલા છે. ચોગડીંયાં હિંદુ જ્યોતિષમાં નથી એતો જૈનોના છે. દોઢ કલાકમાં શું એવું થઇ જાય છે કે શુભમાંથી કાળ થઇ જાય છે. ચોઘડિયા અને શુકન જોતા એક શેઠની વાત. @11.58min. પ્રજાને ધાર્મિક બનાવવી જોઈએ પણ આત્મબળવાળી બનાવવી જોઈએ. વહેમીલી નહિ, અંધશ્રદ્ધાળુ નહિ. કોઈ સંતની કસોટી કરવી હોય તો જાણવું કે એનામાં ઈર્ષ્યાપણું કેટલું ઘટ્યું છે? બીજાને ખીલેલા જોઇને કેટલો ખીલે છે? @16.44min. એક ગામમાં એક પટેલ અને એની વહુની વાત. વહુનો ભાઈ આવ્યા પછી શું થયું તે સાંભળો. સારામાં સારી રીતે સન્માન કરવાનો રચનાત્મક પ્રયોગ વિશે સાંભળો. @23.20min. રાણા પ્રતાપ અને ભામાશા વિશે સાંભળો. @32.00min. બાર પૂનમની રાત્રિઓમાં સારામાં સારી પૂનમ કઈ? શરદ પૂનમ. ઉપનિષદનો રસ એ અંતર્મુખતાનો રસ છે, પરમાત્મા રસરૂપ છે. અને જેમાંથી રસ ઉત્પન્ન થાય તેને રાસ કહેવાય. ઉપનિષદનો રસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે. ભાગવતનો રાસ છે, એ રસને સાકાર રૂપ આપવાનો રસ છે. “हसनं मधुरं रुदनं मधुरं, मथुरदिपते रखिलं मधुरं.” બંને વસ્તુ એકજ છે. ભાગવતને આપને સમજી ન શક્યા. અર્થનો અનર્થ કર્યો. ભાગવતના ભાવને સમજવું હોય તો સ્વામીજીનું “શ્રી કૃષ્ણ રહસ્ય” વાંચો. આફ્રિકામાં “सत्यम शिवम् सुन्दरम” ગીત સાંભળેલું તે વિશે. આ ઉપનિષદનું રૂપ છે. @38.35min. ત્રિચિનાપલ્લીમાં ભગવાનના અનન્ય ભક્ત શ્રી રામાનુજાચાર્ય અને રથ યાત્રાના પ્રસંગ વિશે અવશ્ય સાંભળો. @46.32min. પરમેશ્વર સુંદર છે, એટલા માટે ચંદ્ર સુંદર છે, એ રસરૂપ છે એટલા માટે એ રાસ રચાવે છે. ઉપનિષદ ને કોઈએ પૂછ્યું આ ચંદ્ર છે એ આટલો બધો સુંદર કેમ છે? કહ્યું કે એને સોળ કળાઓ છે તે વિશે સાંભળો અને સમજો.