મુલ્યનિષ્ટ રાજકારણ – અમદાવાદ

Side A –
– બાબુભાઈ વાસણવાળાની ચતુર્થ પુણ્ય તિથી નિમિત્તે. @1.21min. સંસારમાં સૌથી મોટામાં મોટું આકર્ષણ મુલ્યોનું છે. મુલ્ય સાચવવું એ મોટામાં મોટું તપ છે, સાધના છે. @5.31min. સાંપ્રદાયિક મુલ્યોમાં એક છેડે જડતા અને બીજે છેડે ઝનુન હંમેશા રહેતા હોય છે. ગાંધીમુલ્યોની વિસ્ત્તૃત સમજણ સાંભળો.@8.15Min. મુલ્યોના ચાર ભાગ – ધર્મિક, સામાજીક, રાજકીય અને નૈતિક મુલ્યો. ગાંધીજીની ચારે ચાર મુલ્યો પર પકડ હતી. મારા જીવન ઉપર ગાંધીજીનું મોટું પ્રદાન છે એટલે હું કદી સાંપ્રદાયિક નથી રહ્યો. હું વિશાળતાથી બધા ધર્મોને તથા સંપ્રદાયોને જોઇ શક્યો છું. મુલ્ય વિનાનો સમાજ કદી ટકી ન શકે. જેને હું સમજી નથી શક્યો તેના માટે મારાથી કશું બોલાય નહિ. શ્રી અરવિંદ કે તેનો ગ્રંથ સાવિત્રીને હું સમજી શક્યો નથી એટલે મારે પ્રવચન કરવાનું ટાળવું પડ્યું છે. ગાંધીજીની ભાષા બહુ સરળ છે. સાચી વાત તો બહુ સરળ હોય છે. પણ જ્યારે તમારી વાતમાં સત્ય ઓછું હોય બીજું બધું ઘણું હોય છે ત્યારે તમારે ભાષાનો ઘણો આડંબર કરવો પડતો હોય છે. @14.20min. ગાંધીજીએ સામાજિક મુલ્યોને તોડ્યા નહિ.ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.ગાંધીજીએ કદી ન યજ્ઞો કર્યા, ન હોમ હવાન કર્યા, ન સામૈયા કર્યા, માત્ર પ્રાર્થના કરી અને એ પ્રાર્થનામાં હજાર યજ્ઞો કરતાં વધારે તાકાત હતી.
@17.50min. હું એમ માનું છું કે બધા મુલ્યોની મૂળ જનની રાજકીય મુલ્યોમાં રહેલી છે. ધાર્મિક મુલ્યો તો હંમેશા મીણના નાક જેવા રહ્યા છે. @18.15Min. રાજકીય મુલ્યોમાં ગાંધીજીની સાવધાની વિષે સાંભળો. ગાંધીજીએ કદી ખુરસીનો મોહ ન રાખ્યો. આઝાદીના દિવસે ગાંધીજી દિલ્હીમાં નહિ પણ ભડકે બળતા કલકતામાં હતા. ૧૯૪૭ના રાજકારણમાં ગાંધીજી, સરદાર પટેલ, ચક્રવર્તી રાજ ગોપલાચાર્ય, રાજેન્દ્ર પ્રસાદ, કોઈએ પોતાના સગાંઓને ગાદીએ નથી બેસાડ્યા. નહેરુજીએ પોતાના માણસોને વીણી વીણીને બેસાડ્યા, ત્યાંથીજ રાજકીય મુલ્યો બગડ્યા. @23.20min. ગાંધીજીએ ઘણીવાર કસ્તુરબાના દાગીના વેચવા માટે કાઢેલા, ત્યારે કસ્તુરબા કકળી ઉઠેલા. ગાંધીજી કહેતા કે આ દાગીના તારા નથી પરંતુ લોકોએ આપેલા લોકોનાજ છે. આમાંથી મુલ્યોની સ્થાપના થાય. કાર્યકર્તાઓ, નિષ્ઠાવાળા માણસો ઉભા થાય. @29.03min. વૈધવ્યનો પ્રશ્ન. કોઈનું વૈધવ્ય, ત્યકતાપણું, વાંઝીયાપણું એ ગયા જન્મનું પરિણામ નથી પરંતુ એ તો સામાજિક, વૈજ્ઞાનિક પરિણામ છે અને એ દૂર કરી શકાય છે, ગાંધીજીએ આ દિશા તરફ કામ કર્યું, આ મુલ્યોનું પરિવર્તન છે. @31.૪૨મિન. અંગ્રેજોની આલોચના કરવી હોય તો કરજો પણ મને એટલો જવાબ આપજો કે જે વાઈસરોયો આવ્યા એમણે એમના સગાઓને મોકલ્યા હતા? @33.55Min. ઇંદીરા ગાંધીના કટોકટીના સમયથી કેવી રીતે રાજકીય મુલ્યો બગડ્યા? એમણે વીણી વીણીને સમાજના નબળા માણસોને હાથ ઉપર લીધા, કારણકે સારા માણસો વિરુદ્ધમાં ચાલ્યા ગયા.@46.45Min. આપણા બંધારણ વિશે.