[ મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે.
ગાંધીજી સાથે કોઇનો ગમે તેટલો મતભેદ હોય, મારે પણ છે, પરંતુ આ એક સાચો માણસ હતો. ઢોંગી, આડંબરી કે પાખંડી ન હતો. અસ્પૃષ્ય લોકોની વચ્ચે જઇને બેસે, અને એના મહોલ્લામાં જઇને રહે.
-Swami Sachchidananadji ]
ગાંધી અને સરદાર – ગંગાધરા – હિંદુ-મુસ્લિમ સભા
Side A –
– @1.54min. આપણે ગુલામ કેમ થયા? આઝાદ કેમ થયા? આપણે આઝાદીનો રથ કઇ તરફ હાંકી રહ્યા છીએ? ઇંગ્લેન્ડ પોતે પણ ૫૦૦ વર્ષ સુધી રોમનોનું ગુલામ રહ્યું છતાં ૧૫મી શતાબ્દીમાં આ નાનું સરખું રજવાડું જોતજોતામાં ભારત આવે અને ભારતનું તથા દુનિયાનું સંપૂર્ણ અધિપત્ય ભાગવે, તેનાં નિશ્ચિત કારણો હોવા જોઈએ.ઇંગ્લેન્ડ પોતે પણ ૫૦૦ વર્ષ સુધી રોમનોનું ગુલામ રહ્યું છતાં ૧૫મી શતાબ્દીમાં આ નાનું સરખું રજવાડું જોતજોતામાં ભારત આવે અને ભારતનું તથા દુનિયાનું સંપૂર્ણ અધિપત્ય ભાગવે, તેનાં નિશ્ચિત કારણો હોવા જોઈએ. ઇંગ્લેંડ અને પશ્ચિમના દેશોનો રસપ્રદ ઇતિહાસ અને ભારતની ગુમરાહ પ્રજા સાથે સરખામણી. @5.18min. પ્રજાને નાનીજ બનાવી દેવી હોય તો એને નાના કામમાં જોતરી રાખો. પ્રજાની અંદર જો સાહસ વૃત્તિ ન હોય તો એનો બૌદ્ધિક વિકાસ પુરેપુરો ન થઇ શકે તે કોલંબસ અને વાસ્કો ડી ગામાના ઉદાહરણથી સાંભળો. જ્યારે વાસ્કો ડી ગામા આફ્રિકાનું ચક્કર લગાવી કાલીકટ પહોંચ્યો, ઠીક એજ સમયે ભારતનો ક્રીમ વર્ગ હિમાલય તરફ દોડતો હતો. @12.26min. અંગ્રેજો આ દેશમાં કેવી રીતે આવ્યા? @16.23Min. અમેરિકા તથા પશ્ચિમના દેશોની સમૃદ્ધિનું મૂળ શું? એમણે શું માન્યું? સમૃદ્ધિ વ્યાપારથી આવે અને વ્યાપાર ઉદ્યોગોથી અને ઉદ્યોગો ટેકનોલોજી થીજ ખીલે છે. આપણે ઉલટા ચાલ્યા, આપણે શું માન્યું કે સમૃદ્ધિ પ્રારબ્ધ-નશીબથી આવે. વિચારોની ગુમરાહી જેવી કોઈ ગુમરાહી નથી. @26.51Min. ગાંધીજી આફ્રિકાથી આવ્યા. ગાંધીજી, સરદાર અને આઝાદી આ ત્રણને કેન્દ્રમાં રાખો, તો કેટલીક બાબતો જોવી પડશે. માનવતાની દ્રષ્ટીએ ગાંધી, ધર્મ સુધારક ગાંધી, સમાજ સુધારક ગાંધી અને પોલીટીક્સની દ્રષ્ટીએ ગાંધી. મારી દ્રષ્ટીએ, આજસુધીના ઇતિહાસમાં આટલું નિર્મળ ચરિત્ર, આટલી નિસ્પ્રિહતા, આટલી શસ્ત્ર વિનાની નિર્ભયતા અને આટલી ઊંડી મુત્સદ્દિગીરી આખા ઇતિહાસમાં મને કોઇ જગ્યાએ દેખાતી નથી. સૌથી મોટું આશ્ચર્ય એ કે એક વાક્ય પણ જુઠ્ઠું બોલ્યા વિના જે માણસ આંતરિક અને બાહ્ય બંને પ્રકારની રાજનીતિ સફળતા પૂર્વક લડી શકે, હું માનું છું કે આ દુનિયાનું અને રાજકારણનું મોટામાં મોટું આશ્ચર્ય છે. મારી દ્રષ્ટીએ આ શતાબ્દીના મોટામાં મોટા કોઈ આધ્યાત્મિક પુરુષ હોય તો તે ગાંધીજી છે. @32.14min. ગાંધી મુવી વિશે. @36.38min. ગાંધીજી ભાદરણમાં આવ્યા, એમણે હરિજનોને દૂર બેઠેલા તેમને વચ્ચે બેસાડ્યા. ગાંધીજી જે બોલે, જે વિચારે એને જીવનમાં ઉતારે. એને સવર્ણોની દીકરી હરિજનોને પરણાવી. ગાંધીજી નિષ્કલંક માણસ છે. એમની અહિંસાના શસ્ત્રની સફળતા કરતાં અસહયોગના શસ્ત્રની સફળતા વધારે રહી. @44.26min. ગાંધીજીએ મડદાલ પ્રજામાંથી, દેડકાની પાંચશેરી જેવી પ્રજામાં એક ખમીર ઉભું કર્યું. ગાંધીજીએ જે પ્રશ્નો ઉકેલ્યા તેને લીધે બદલાયેલું ભારત આજે દેખાય છે.
Side B –
– સુભાષે નાગાલેંડ સુધી હુમલો કર્યો. વિયેતનામે અમેરિકાને એવી રીતેજ ભગાડ્યા હતા. હિંદુ પ્રજા હિંસાવાદી કે અહિંસાવાદી નથી પણ વાસ્તવવાદી છે. શ્રી રામ વાસ્તવવાદી છે તે વિશે સાંભળો. શ્રી કૃષ્ણે ૯૯ ગાળો પછી ચક્ર ચલાવ્યું. હિટલર અને ઈદી અમીન હિંસાવાદી છે. સરદાર પટેલ વાસ્તવવાદી છે નહિ તો આપણે નિઝામ અને હૈદરાબાદ ખોયું હોત. @5.01min. ગાંધી અને સરદારના વ્યક્તિત્વમાં થોડો ફરક છે એટલે ગાંધીજી દેશના પ્રધાનમંત્રી ન થયા અને એજ બરાબર છે.ચાણક્ય નીતિમાં લખ્યું છે કે અતિ ધાર્મિક રાજા પ્રજાના માટે દુઃખદાયી છે. સરદાર નીતિ અને કાશ્મીર ઉપર હુમલો. નહેરુએ સીસ ફાયર કરાવીને કરેલી મોટી ભૂલ. આદર્શ હોવોજ જોઈએ પણ એની ઘેલછા ન હોવી જોઈએ. @11.49min. દુનિયાની ત્રણ પ્રકારની રાજ-વ્યવસ્થા. ધર્મ પ્રધાન, ડીક્ટેટર અને ધર્મ નિરપેક્ષ રાજ્યો. ધર્મ પ્રધાન રાજ્યો કદી ઊંચા નથી આવતા. પાકિસ્તાનનું અને બાંગલાદેશનું ઉદાહરણ. અમેરિકામાં એક માણસે મને કહ્યું અમને મુસ્લિમ રાષ્ટ્રોનો કોઈ ઔદ્યોગિક ભય નથી, પરંતુ અમને પીળી ચામડી અને ભારતના લોકોનો ભય છે તે સાંભળો. @17.00min. આ દેશની વાત કરું તો, જયારે તમે જુવાન છોકરાઓને સાધુ બનાવી દો, ત્યારે તમે દેશનું બહુ નુકશાન કરી રહ્યા છો. શાહના સમયમાં યુરોપ બનેલું ઈરાન દુર્બળ થઇ ગયું. ગાંધીવાદ અને ગાંધીજીની એક લીમીટ છે જ્યારે વાસ્તવવાદ એજ સાચો માર્ગ છે. એટલેકે જ્યારે જે ટાઇમે જે કરવાનું યોગ્ય લાગે તેજ કરવું. @21.25min. ગાંધીજીનો સંદેશો છે, ધાર્મિક સમભાવ, પ્રજામાં સમભાવ, અનાશક્તિ, માનવતા વિગેરે. સરદારનો સંદેશો છે, સાહસિક બનો, હિંમતવાળા, મક્કમ બનો, પ્રશ્નો ઉકેલો. સરદાર જ્યારે ગુજરી ગયા ત્યારે એમના ખાતામાં ૨૪૨ રૂપિયા હતા. @26.00min. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે મારો દેશ ફળે, ફૂલે, વિકસે, સૌ સંપીને રહે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. @27.39min. શાહજહાંના સમયમાં અંગ્રેજનો રાષ્ટ્ર પ્રેમ. @32.20min.રામાનુજન @35.21min. વિધવાનો પ્રશ્ન. @39.16min. ભાવનગર બંદર @43.52min. ગાંધી ગીત – મારું જીવન તે મારી વાણી.
Leave A Comment