સ્વાધ્યાય પ્રવચન – સુરત

 

Side 1A –

– @4.20min. પ્રવચનની શરૂઆત. કોઈપણ ધર્મ લિખિત કે અલિખિત શાસ્ત્ર વિનાનો હોયજ નહિ. શાસ્ત્ર રોજ રોજ નથી રચાતાં અને રચાય તો ધર્મમાં સનાતનતા કે સ્થાયિત્વ ન આવે, પણ એની વ્યાખ્યા સમયની સાથે, યુગની સાથે બદલાવી જોઈએ. શાસ્ત્રની અમરતા એની વ્યાખ્યામાં છે. વ્યાખ્યા કરનાર બરાબર ન હોય અને જુનીજ વાતોને પકડી રાખે તો એમાં અપૃસ્તતા આવી જાય અને તે વેદિયો કહેવાય. શાસ્ત્ર દ્રષ્ટા પાસે યુગ દ્રષ્ટાપણું પણ હોવું જોઈએ. શાસ્ત્રના ત્રણ સ્તર. સૌથી પહેલો પૌરાણિક છે, બીજો આચારિક અને ત્રીજો શુક્ષ્મ અણીવાળો દાર્શનિક હોય છે. પહેલા સ્તરમાં મીથ હોય છે. દા.ત. રાવણને દશ માથાં અને વીસ પગ હતા. આ પહેલા સ્તરમાં સત્ય પણ હોય છે. એનો હેતુ એ હોય છે કે લોકોને એક ખાસ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવે. ગાંધીજીએ લખ્યું છે કે હરિશ્ચન્દ્રની નાટિકા જોવા ગયેલો તેની મારા પર બહું ઊંડી અસર થયેલી અને મેં સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરેલી. અને પછી લખે છે કે, હવે હું જાણું છું કે આ કથા સાચી ન હતી, પણ એની મારા પર અસર થઇ કે મારે આખી જીન્દગી સત્ય બોલવું. જો તમારી પાસે પુરાણ ન હોય તો ઊંચામાં ઊંચા સિદ્ધાંતોને જીવનમાં ઉતારી ન શકો. તમારામાં કટ્ટરતા ન આવવી જોઈએ પણ મક્કમતા આવવી જોઈએ. જો મક્કમતા ન આવી હોતતો ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો ઇંટોમાં ચણાઈ ગયા, એવા પુત્રો પેદા ન કરી શકો. @10.15min. બીજો આચારનો સ્તર છે. દા.ત. સત્ય વદ, માત્રુ દેવો ભાવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. ત્રીજો દર્શનનો સ્તર છે. હિંદુ ધર્મની એક મોટી ખાસિયત છે કે એની પાસે છબછબીયાં કરનારો કાંઠો પણ છે અને એની પાસે અગાધ ઊંડું ઊંડાણ પણ છે. દુર્ભાગ્ય એ છે કે બધા ભેગા મળીને છબછબીયાંનુંજ કામ કરે છે. તમને જો વધારે જાણવાની જીજ્ઞાસા થાય તો આગળ વધો. આગળ એટલું ઊંડાણ છે કે તમે તાગ ન લાવી શકો. ઊંડાણનું તત્વ સમજાવે તેને દર્શન કહેવાય. આપણે દર્શનની ચર્ચા કરવાની છે. @13.21min. ઉપનિષદો વેદનો છેવટનો ભાગ છે. વિદ્યાર્થી ગુરુ-આચાર્ય પાસેથી ઘરે જવા માટે વિદાય લે છે, ત્યારનું ખાસ વાક્ય “स्वाध्यय् प्रवचनाभ्यांम नप्रम्दित्व्यं” વિદ્યાર્થી માટે અંતેવાસી શબ્દ વાપર્યો તેનો અર્થ સમજો. વૈદિક સમયનો ઋષિ પોતાની કમજોરીનો સ્વીકાર કરે છે. પ્રેમ અને શ્રદ્ધા વિશે. @21.31min. ભગવદ ગીતાના ભક્તના લક્ષણો. સૌથી પહેલું લક્ષણ अनपेक्ष: शुचिर्दक्ष, उदासीनो गतव्यथ: (गीता १२ -१६). અંતેવાસી(સામીપ્યપણું) એટલે શું તે સાંભળો. ગુરુ શિષ્યને મહત્વની વાતો સંભળાવે છે કે તું અમારા સારા કર્મો હોય તેનુંજ અનુકરણ કરજે. @27.46min. એક ઓળખીતા ભગવાન કહે છે કે ભારતમાં સારી રીતે જીવવું હોય તો ભગવાન થઇ જવું, લોકો તમને તરતજ સ્વીકાર કરી લેશે. સંતને નિયમો પાડવા પડે, પણ ભગવાન જે કંઈ કરે તે લીલા કહેવાય. આળસ અને પ્રમાદ વિશે. @31.34min. ઋષિ કહે છે. “स्वाध्यय् प्रवचनाभ्यांम नप्रम्दित्व्यं” સ્વાધ્યાય અને પ્રવચન કોને કહેવાય? સ્વાધ્યાય એટલે તમે જે શાસ્ત્રો ભણ્યા છો તેને અભરાઈ પર ચઢાવી દેશો તો ભૂલી જવાશે એટલે દોષ લાગે. એવી માન્યતા છે કે તમારી પાસે પૈસા હોય અને સત્કર્મમાં ન વાપરો તો માર્યા પછી ભોરીંગ થાય. એમ વિદ્યા હોય અને એનો ઉપયોગ સત્કર્મ એટલે લોકોને ભણાવવા માટે ન કરો તો શ્રાપ લાગે. મીરાંબાઈનું પદ “સાધુ પુરુષનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે, નિંદાના કરનારા નરકેરે જાશે, ફરી ફરી થાશે ભોરીંગ” જે શાસ્ત્રો તમે ભણ્યા તે પાછા બીજાને ભણાવો એને સ્વાધ્યાય કહેવાય. અને તમારી જીન્દગીના અનુભવો અને શાસ્ત્રો બંને મિશ્રિત કરીને લોકોને આપો તેને પ્રવચન કહેવાય. @34.50min. તુલસી રામાયણની કથા તો એનીએજ છે પણ કવિ પોતાના સ્ટેટમેન્ટ મુકયે રાખે છે. રામાયણના ઉદાહરણ સાંભળો. એક ૮૫-૯૦ વર્ષના સન્યાસીની વાત સાંભળો. વાંઝિયો ત્યાગ અને જીવતા ત્યાગનું ઉદાહરણ. @43.36min. “सरस्वतिके भंडारकी एक अनोखी बात, ज्यों ज्यों खर्चे त्यों त्यों बढे, बिन खर्चे खुटी जात.” ભારતમાં વિચારોની સ્વતંત્રતા વિશે. ઈટલીમાં મિલાનો ચર્ચમાં બ્રુનો અને ગેલીલીયોના સ્ટેચ્યુ વિશે. @48.58min. એક સજ્જને કહ્યું કે અમારા શાસ્ત્રમાં અત્યાર સુધી કોઈ ભૂલ કાઢી શક્યું નથી. સામે પ્રશ્ન થાય કે ભૂલ કાઢવાદે તો ને. દર છ મહીને ભગવાન બદલતા એક સજ્જનની વાત. આ એક મોટો ગૂંચવાડો છે. આ ગૂંચવાડો જે દર્શાનોનું સેવન કરે તેનો દૂર થાય. આપણને લાભ એ થયો કે આપણે ઝનૂની ન બન્યા. @52.39min. ત્રણ ઓળખીતા સાધુઓની વાત. તમારું માનસિક લેવલ એવું હોય તોજ વિરોધીઓ સાથે ચર્ચા કરવાની મઝા આવે. ભણેલા માણસો એટલી ઊંચી વાત ન કરી શકે, જેટલી અભણ કરી શકે, રામકૃષ્ણ પરમહંસ. ઊંચી વાણી નાભીમાંથી આવે અને એ પરા વાણી કહેવાય. @56.49min. સજ્જનો, આપણે ત્યાં દર્શનો છે અને એ દર્શનો આપણું ઊંડાણ છે, જેને એ પ્રૌઢ ઊંડાણમાં રસ હોય તેને માટેજ આ આયોજન છે, આ માત્ર કથા નથી.