[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે
દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.
શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]
શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ
Side 4A –
– સ્વામીજીની રબડી ખાવાની ઈચ્છા કેવી રીતે પૂરી થઇ. “जो इच्छा करी हों मन मांही, रामकृपा कछु दुर्लभ नाहीं” એક ટાઇમ એવો આવે કે તમારી જે ઈચ્છા થાય તે આગળ આગળ પૂરી થયા કરે. ભોગ પદાર્થો આગળ ને આગળ આવી આવી ઊભા રહે, એવી સિદ્ધિની શક્તિનું નામ પૂતના છે. પૂતના મોહિની શક્તિ છે, ચૂસો તો મર્યા સમજો. પણ કૃષ્ણ છે તે બરબાદ કરનારનું ઠેકાણું પાડે છે. દેવકી એટલે જે જન્મ આપે તે દૈવી માયા, જશોદા એટલે જે પોષણ આપે તે રાજસી માયા અને પૂતના(મોહિની) એટલે ભોગ પ્રયાદીની આસુરી માયા. આ ત્રણે શક્તિને બહેન સંબંધ કરીને પૂતનાને માસી કહેવામાં આવી છે. @2.26min. આજ પ્રમાણે વસુદેવ કોણ છે તે સમજો. @5.28min. હૈદરાબાદના નિઝામની વાત. ભર્તુહરિ રાખ ચોળીને અવધૂતની જેમ કેમ ફરી રહ્યા છે, તે સાંભળો. @10.39min. પુર્વાશ્રમની ભવ્યતાની જે બહુ વાતો કરે તો એમ સમજો કે એનો વૈરાગ્ય ખતમ થઇ ગયો છે. @13.03min. કૃષ્ણ એ વ્યક્તિ નથી, ત્યારે કોણ છે? પેલો ઉપનિષદનો નિરાકાર બ્રહ્મ સાકાર થાય તો કેવી રીતે થાય? અને આ જો મૂખ્ય પોઈન્ટને તમે સમજી શકશો તો હિંદુ ધર્મની આખી ફિલોસોફીને સમજી શકશો. @13.50min. દંતાલી આશ્રમથી થોડે દૂર એક દાવલપુરા ગામ છે, ત્યાં એક સજ્જન સ્વામીનારાયણ ધર્મ પાળે છે. અને મારા આશ્રમમાં ઘણી વાર આવે છે. ઉદાર માણસને વાડો નહિ હોય. એમની સાથે ચર્ચાયેલી “પ્રગટ અપ્રગટ બ્રહ્મની વાત વિશે સમજો. ઉપનિષદ કહે છે, પરમેશ્વર એકજ છે, એને આકાર નથી, આકાર તો પાંચ ભૂતોનો હોય. એ બ્રહ્મ એકજ છે “एकम् सद्विप्रा बहुधा वदन्ति” હવે સાકારવાદમાં આવો. સન્યાસી કટ્ટર ન હોય. સનાતન અને સત્ય હોય એ બધાનો સ્વીકાર કરે છે. અમે કદી એવું નથી કહેતા કે આ ભગવાન નાના અને આ મોટા. જ્યારે ભગવાન એકજ છે તો નાના-મોટા કહેવાનો પ્રશ્ન ક્યા છે? મારો ઇષ્ટદેવ કૃષ્ણ છે અને શ્રી સહજાનંદ સ્વામીના પણ ઇષ્ટદેવ કૃષ્ણજ છે. એમને શિક્ષાપત્રીમાં ૭૦ વાર રાધાકૃષ્ણનો ઉલ્લેખ કર્યો છે. @20.38min. નિરાકારની મૂર્તિ થાય કે ન થાય? થાય, આજ વિશેષતા છે. જે નિરાકારવાદી છે એ એમ સમજે છે કે નિરાકારની મૂર્તિ થાયજ નહિ, આજ મોટી ભૂલ થઇ રહી છે. અમૂર્તનીજ મૂર્તિ થાય. જે મૂર્ત છે એની મૂર્તિ કરીને શું કરવાના? ધર્મ ફીલોસોફીમાંથી કલામાં પ્રવેશ કરે છે. સ્વતંત્રતા એ સાકાર છે કે નિરાકાર? “સ્ટેચ્યુ ઓફ લીબર્ટી” શું છે? કલાકારે સ્વતંત્રતાને આકાર આપ્યો છે. @22.53min. તમારા હિંદુઈઝમને સમજો. જે એમ કહે છે કે ભગવાન નિરાકાર છે, એતો એક નાનું બચ્ચું એ સમજી શકે છે. આપણે ત્યાં ભારતને માતા કેમ માની છે? માંના અનેક રૂપો સમજો. મૂળમાં એ નિરાકાર છે. ધર્મ જ્યાં સુધી કલાના પક્ષમાં નથી આવતો ત્યાં સુધી એનું લૌકિક, માંગલિક રૂપ નીખરતું નથી. ત્યારે કૃષ્ણ શું છે તે સમજો. @25.54min. બીજા દિવસની કથા ચાલુ. કૃષ્ણ શું છે? એનું વ્યહવારિક અને આધ્યાત્મિક રૂપ શું છે? તેની ચર્ચા ચાલી રહી છે. ભાગવતની અંદર જે જન્મ સ્થિતિ બતાવવામાં આવી છે એ લૌકિક નથી, એટલે શ્રી કૃષ્ણનો જન્મ નથી પણ પ્રાગટ્ય છે. @26.53min. ચાર પ્રકારની પૂજા ઉપાસના વિશે સાંભળો. સૃષ્ટિ પૂજા, વ્યક્તિ પૂજા, દેવ પૂજા અને બ્રહ્મ પૂજા. ઈસ્લામે કહી દીધું કે ખબરદાર ! સૃષ્ટિના કોઈ પદાર્થની પૂજા ન કરીશ. હિંદુઓ સૃષ્ટિ પૂજક છે, એની પાછળનો અર્થ સમજો. તમે તમારા સિદ્ધાંતોને સમજો, જો સમજશો તો તમે લઘુતા ગ્રંથીથી નહિ પીડાશો અને સ્વમાન પૂર્વક જીવન જીવી શકશો. @29.54min. જીવનનો વિનાશ લઘુતા ગ્રંથીમાં પણ છે અને ગુરુતા ગ્રંથીમાં પણ છે. સ્વામી વિવેકાનંદે વિશે. @34.13min. આપણે સૃષ્ટિ પૂજક કેમ રહ્યા? આપણે પહેલાં કૃતિને માનીએ છીએ અને પછી કર્તાને માનીએ છીએ, તે ઉદાહરણ સાથે સાંભળો. જો કુદરતની કૃતિ દોષપૂર્ણ હોય, ત્રુટીપૂર્ણ, ખરાબ હોય તો તો ભગવાનાજ ખરાબ છે એમ કહેવાય. ઈશ્વરની સૃષ્ટિ મંગલમય છે પણ જીવની સૃષ્ટિમાં ત્રુટી છે અને એને સુધારવા માટે શાસ્ત્ર છે. @40.59min. નીતિકાર લખે છે, સુખી થવું હોય તો ત્રણ વસ્તુમાં સંતોષ કરશો અને ત્રણમાં ન કરશો તે સાંભળી લેવું. @46.11min. પ્રબળતા અને દુર્બળતાના યોગનું નામ માણસ છે. એટલે મહાનમાં મહાન માણસમાં પણ કંઈક ત્રુટીઓ હોયજ. જ્યાં સુધી વ્યક્તિ પૂજા ન હતી ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું, પછી વ્યક્તિ પૂજા શરુ થઇ કે ભગવાન તો ભગવાનના ઘેર રહ્યો. વ્યક્તિ પૂજા વિશે વધુ આગળ સાંભળો.
Side 4B –
– વ્યક્તિપૂજા ચાલુ…રજનીશ જે એમ કહેતો હતો કે રશિયામાં, ચાઈનામાં ઈશ્વરની કતલ થઇ અને ભારતમાં પણ થવાની છે એ પોતેજ ભગવાન બની બેઠો. હિંદુ સમાજ ભગવાનની બાબતમાં ગૂંચવાઈ ગયો છે, એમાંથી એને બહાર કાઢવો હોય તો પહેલામાં પહેલી અનીર્વાર્ય શર્ત છે કે વ્યક્તિપૂજાથી સાવધાન થવું પડે. @૩.૧૨મિન. તમને એમ લાગે કે આ લૌકિક ઘટના નથી, તો તમારે એના આધ્યાત્મિક અંશમાં આવવાનું. ગઈ કાલની દાવલપુરાવાળા ભાઈની વાત ચાલુ. જો પરમેશ્વર પ્રગટ હોય તો જગતમાં કોઈ નાસ્તિક ન રહે. તમે જેને પ્રગટ કહો છો એ શરીર છે, એમાં રહેલો આત્મા અપ્રગટ છે. પરમાત્મા સર્વ ભોગ્ય નથી, સાધના દ્વારા સાધક માટે એ પ્રગટ થઇ શકે. @6.55min. કૃષ્ણ છે તો કોણ? મહાદેવ કોણ છે? એના માંબાપનું નામ શું છે? કઈ તિથીએ જન્મ્યા? મહાદેવ તો અજન્મા સાશ્વત તત્વ છે. કેમ એવો આકાર આપ્યો તે સાંભળો. નિરાકાર બ્રહ્મના અનંત ગુણ સાકાર થઇ જાય ત્યારે આકાર થાય. દા.ત. જ્ઞાનના રૂપને સરસ્વતીનું રૂપ આપ્યું એટલેકે નિરાકાર વિદ્યાને સાકાર રૂપ આપ્યું. એમ મહાદેવને પણ થોડા ગુણ લઈને મૂર્તિમંત બનાવેલું સ્વરૂપ છે. જ્ઞાન, વૈરાગ્ય અને યોગથી મહાદેવનું રૂપ થયું અને ઐશ્વર્ય, શૌર્ય અને રક્ષણથી વિષ્ણુનું રૂપ થયું. @12.47min. જ્ઞાનની શુદ્ધિ ભક્તિથી થતી હોય છે. ગંગાનું પ્રગટ્ય સાંભળો. કેમ મહાદેવના ગળામાં નાગ છે? ઝેરને ગળામાં કેમ રાખ્યું? અમૃત પીએ એ દેવ છે અને ઝેર પીને પણ ન મરે તે મહાદેવ છે. @18.57min. आवत गाली एक है, उलटत होय अनेक, कहे कबीर न उलटिए वही एक की एक. એક મહાત્માની વાત. સાસુ-વહુનો ઝગડો કેવી રીતે બંધ થાય? @24.26min. મહાદેવ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. બ્રહ્મા કે વિષ્ણુ કોઈ વ્યક્તિ નથી, તો શું છે તે સાંભળો. ત્યારે હવે કૃષ્ણ કયો ગુણ છે? કૃષ્ણમાં શું તત્વ છે? માણસની સોળ કળાઓ શું છે? પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ ૧૪ થયા. આ ૧૪ તત્વોને પ્રગટ કરનાર જે મૂળ પ્રકૃતિ છે એ પંદરમું તત્વ અને ૧૬મુ તત્વ પ્રગટે, ત્યારે તમે પૂર્ણ કૃતકૃત્ય થઇ જાવ. એટલે રામ મર્યાદા પુરુષોત્તમ છે અને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે. @31.24min. એવું કયું તત્વ છે કે જે આવવાથી બધા દોષોનું શમન થઇ જાય, એનું નામ છે પ્રેમ. કૃષ્ણ પ્રેમરૂપ છે. બુદ્ધ અને આમ્રપાલીનો પ્રસંગ સાંભળો. @34.50min. સહજાનંદજી મહારાજ જ્યારે કાઠીયાવાડમાં રહે, ત્યારે એમના સાધુઓને બીજા સંપ્રદાયના સાધુઓ મારે, તે વિશે સાંભળો. સાધુઓને ગામ બહાર કાઢ્યા. પછી શું થયું તે સાંભળો. સંતને સંત પણારે, નથી મફતમાં મળતાં. જો તમારામાં બધા ગુણોનો વિકાસ થયો હોય પણ પ્રેમ ન પ્રગટ્યો હોય તો ઘ્રણા અને નફરતથી મુક્ત ન થઇ શકો. એટલે કૃષ્ણ એ સાક્ષાત પ્રેમ સ્વરૂપ છે. “LOVE IS GOD AND GOD IS LOVE” @42.54min. નિષ્કુળાનંદ રચિત ભજન – ત્યાગ ન તકે વૈરાગ્ય વિના – શ્રી જનાર્દન રાવલ.
Leave A Comment