[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.
શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે
દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.
શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]
શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ
Side 3A –
– પાકિસ્તાનમાં બે ભાઈઓની સાચી બનેલી ઘટના જરૂર સાંભળો. @4.47min. “पुत्रादपि धन …..भज गोविन्दं मूढ मते.” (शङ्कराचार्य) કંસ પોતાના બાપ ઉગ્રસેનને જેલમાં પૂરી ગાદીએ બેસી ગયો. ચારે તરફ હાહાકાર મચાવી દીધો. એને એક બહેન દેવકી અને બનેવી વસુદેવ છે. એને બહેન પર બહું વહાલ છે, તે પછીની વાત સાંભળી લેવી. @9.41min. આકાશમાં દૈવી વાણી થઇ. પાપી જેટલો કાળથી ડરે એટલું બીજો કોઈ ન ડરે. પુણ્યાત્મા ન ડરે. ગાંધીજીએ કહેલું કે મારે કોઈ રક્ષકની જરૂર નથી. એક પટેલ સજ્જન ખેતી કરતાં કરતાં વેપારમાં પડ્યા અને થોડા વર્ષોમાંજ ૧૭ પેઢીઓ ઊભી કરી અને એમનું યોગી જેવું મૃત્યુ વિશે સાંભળો. પુણ્યાત્મા કાળનો સત્કાર કરે. કંસ આકાશવાણીથી ભયભીત થઇ ગયો. ભયથી જેટલા પાપ થાય છે એટલાં બીજી કોઈ રીતે થતા નથી. દેવકીને ચોટલો પકડીને પછાડી. @17.35min. ઉપનિષદની એક વાત, યાગ્ન્યવલ્ક્ય અને તેની પત્નીઓ મૈત્રેયી અને કાત્યાયીની વિશે. સ્ત્રીને પતિમાંથી સુખ મળે છે, એટલે વહાલો લાગે છે અને પતિને સ્ત્રીમાંથી સુખ મળે છે એટલે વહાલી લાગે છે. @23.15min. કંસ, દેવકી અને વસુદેવનું સમાધાન થયું. કંસે દેવકી વસુદેવને જેલમાં પૂરી દીધા. કંસે એક પછી એક સાત બાળકોને મારી નાંખ્યા. આઠમનો વારો. શ્રાવણ વદ ૮ અને ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું. @28.19min. ફ્રાન્સની જોન ઓફ આર્ક વિશે સાંભળો. ૧૭ વર્ષની છોકરીએ ફ્રાન્સના સૈનિકોમાં અંગ્રેજો સામે લડવા જુસ્સો ભરી દીધો. અંગ્રેજોએ ષડયંત્ર કરી, પકડી અને જીવતી બાળી. ફ્રાન્સમાં એનું સોનાનું પૂતળું છે. દુનિયાની ક્રાંતિમાં કોઈને કોઈ સ્ત્રી રહેલી હોય છે, એટલા માટે બંકિમચંદ્રે લખ્યું છે “वन्दे मातरम, रिपु दल हारिनी.” દેવકીએ વસુદેવને હિંમત આપી અને વસુદેવ બાળકૃષ્ણને લઈને જેલની બહાર નીકળી ગયા અને નંદને ત્યાં પહોંચ્યા. @35.23min. નંદને ત્યાં કૃષ્ણને મૂકી બાળકી લઈને ત્યાંથી પાછા જેલમાં પહોંચી ગયા. કંસ બાળકી પછાડવા ગયો ત્યાં તે છટકી ગઈ. આમાંથી તમે શું શીખશો? તે સાંભળી લેવું. @40.17min. બીજા દિવસે કથા ચાલુ. કૃષ્ણ વિશે એક મત નથી. એક વર્ગ એને પરબ્રહ્મ પરમાત્મા કહે છે. કૃષ્ણ પૂર્ણ અવતાર છે અને બીજા અંશાઅવતાર છે. બીજો વર્ગ એવું કહે છે કે કૃષ્ણ યોગેશ્વર, સમર્થ મહાપુરુષ હતા અને એક ત્રીજો પક્ષ એવો પણ છે કે એ ચરિત્રહીન હતા. આ ત્રણે પક્ષોને આધાર શું તે વિશે સાંભળો. @45.00min. એક પટેલના મહાત્મા દીકરાની સાંભળવા જેવી વાત. આ વ્યક્તિ અવગુણ ગાનારના પણ વખાણ કરે. @46.18min. રામાયણમાં ભરતની સંત જેવી વિશેષતા સાંભળો.
Side 3B –
– ભરતની વાત ચાલુ. સંતની ખાસિયત એ છે કે દોષ પોતે ઓઢી લે. સમુદ્રનો પાર પામી શકાય પણ કૃષ્ણના ચરિત્રનો પાર પામી શકાય નહિ. @2.06min. પેલો જે મુમુર્શું પરિક્ષિત મરણના ખાટલા પર પડ્યો છે તેને આવી રંગીલી-લીલાની વાત કરવાની શી જરૂર હતી? સાંભળો, જળમાં સ્નાન કરતી સ્ત્રીઓ વૃદ્ધ વ્યાસને જોઇને કપડા કેમ પહેરી લે છે અને યુવાન એવા શુકદેવને જોઇને કેમ પહેરતી નથી? શુકદેવ જેવો જ્ઞાની, ત્યાગી, વિરક્ત, વૈરાગ્યવાન વ્યક્તિએ ગોપીઓની કથા મરણ પથારીએ પડેલા પરિક્ષિતને સંભળાવવાની શી જરૂર હતી? @5.27min. ભાગવતમાં જે કૃષ્ણ છે એ વ્યક્તિ નથી, કૃષ્ણના ચરિત્રો ઈતિહાસ કે ઘટનાઓ નથી. ત્યારે કૃષ્ણ શું છે એજ મારે સંભળાવવાનું છે. ઘટના અને લીલાનો અર્થ સમજો. ભાગવતમાં કૃષ્ણ લીલા છે અને મહાભારતમાં કૃષ્ણ ચરિત્ર છે. @8.00min. એક ડોશીમા કથા સાંભળવા ગયેલા તે વિશે. જીસસે કહ્યું કે સોયના નાકામાંથી ઊંટ નીકળી જશે પરંતુ પરમેશ્વરના દરબારમાં કોઈ પૈસાવાળાને સ્થાન નહિ મળે. આ અડધી સત્ય વાત છે, ઉપનિષદે એને પૂરી કરી. @12.57min. હું સત્યને ખોળનારો છું, પણ એ સત્યનું મોઢું છે એ સોનાના પાત્રથી ઢાંકી દીધું છે. જે કોઈ શોધવા આવે તે સોનાનું પાત્ર જોઈનેજ રાજી રાજી થઇ જાય, આગળ જવાનો વિચારજ ન કરે. ઉપનિષદમાં કહ્યું છે કે પૈસો કે ગરીબાઈ એમાં સ્થાન મેળવવાનું કારણ નથી પણ તમારી સ્થિતિ કારણરૂપ છે. પૈસાદાર હોય અને જનક જેવા હોય તો પૈસાદારને પણ સ્થાન મળે. પંજાબમાં એક બંગલાવાળાને ત્યાં અને એક ઝુંપડીવાળાને ત્યાં જવા વિશે. @20.35min. શાસ્ત્રના ત્રણ સ્તર છે. શબ્દાર્થ, ભાવાર્થ અને તત્વાર્થ તે વિશે સાંભળો. @22.24min. વસુદેવ અને દેવકીની વિદાય અને આકાશવાણીથી લીલા શરુ થઇ. તમને કોઈવાર શંકા ન થઇ કે આકાશવાણી કેમ સાત બાળકો સુધી થંભી ન ગઈ? આઠમો બાળકજ જો કાળ થવાનો હોય તો બહેનને પોતાના ઘરે રાખી, વસુદેવનેજ વિદાય કરવાની જરૂર હતી. આમાં જો આપને શંકા થાય તો એમ સમજવું કે આ કોઈ ઘટના નથી પણ આધ્યાત્મિક રહસ્ય છે. કોઈ ખેલ ન કરી જાય એટલા માટે એમાં ગાંઠો મુકેલી છે. કોઈ રહસ્ય જાણનાર હોય તેજ ખોલી શકે. બીજી વાત જેલમાં સાથે કેમ રાખ્યા? આ રહસ્ય સમજવા વધુ આગળ સાંભળો. @27.46min. આપણે ત્યાં કૃષ્ણ ઉપનિષદ છે, જ્યારે પુરાણોની વાતો સમજણ ન પડે અને રહસ્ય જાણવાની તાલાવેલી જાગે ત્યારે કૃષ્ણ ઉપનિષદ સાંભળો. કંસે કૃષ્ણને મારવા પૂતનાને તૈયાર કરી. પૂતના વધ તથા એની પાછળનું રહસ્ય સાંભળી લેવું. પૂતનાને માસી કેવી રીતે બનાવી તે રહસ્ય સાંભળો. દેવકી દૈવી માયા છે, જશોદા રાજસી માયા છે અને પૂતના આસુરી માયા છે એટલે આમ પૂતના માસી થઇ. @38.32min. સાધનની એક સિદ્ધિની કક્ષા આવતી હોય છે અને એ કક્ષામાં ભોગોનો થાળ તમારી પાછળ પાછળ ફરતો હોય છે. યોગી જો એની ઉપેક્ષા કરી આગળને આગળ જાય તો એનો ઉદ્ધાર થઇ જાય. મેં એવા સિદ્ધ પુરુષોને જોયા છે. @42.30min. भजन – ये तन मन जीवन सुलग उठे – श्री रास बिहारी देसाई
Leave A Comment