રામાયણ સમિક્ષા, Shree Mali Society, અમદાવાદ

 

Side 1A –
– શરૂઆતમાં એક ભજન – પાયોજી મૈને રામ રતન ધન – @5.11min.આપણો મૂળ ગ્રંથ વેદ છે. શાસ્ત્રનું ધ્યેય આખા સમાજને, આખી પ્રજાને પકડવાનું છે. જ્યાં સુધી સમગ્ર પ્રજા, સમાજ પકડાતો નથી હોતો ત્યાં સુધી એ સુરક્ષિત અને બળવાન નથી હોતો. મુક્તિ જેટલી મંગળ છે, બંધન પણ એટલુંજ મંગળ છે, બંધન વિનાની મુક્તિ સ્વચ્છંદતા છે. જ્યારે કોઈ આખી પ્રજા તૂટી પડવાની હોય, છિન્ન ભિન્ન થવાની હોય તો એની પહેલ્લામાં પહેલી નિશાની છે કે એ એના શાસ્ત્રથી છૂટવા માંડે, શાસ્ત્રની નિંદા કરવા માંડે, શાસ્ત્ર પ્રત્યે અશ્રદ્ધા જાગે તો એમ સમજવું કે આ પ્રજા તણખલાની જેમ વેરવિખેર થઇ જશે. @17.11min.સમાજની અંદર, ઘરની અંદર, તમે જ્યાં રહો ત્યાં પ્રેમ એ એક બહુ મોટી પકડવાની શક્તિ છે. પ્રેમ જેટલો નિર્દોષ, નિસ્વાર્થ, નિષ્કામ હોય એટલા તમે સુખી થઇ શકો. એના ઉપર પ્રેમની પક્કડ કરતાં પણ શ્રદ્ધાની પક્કડ વધારે છે. એ ધીરે ધીરે આવે છે પણ કાયમ ટકે છે. શ્રદ્ધા પુજ્યતા, પવિત્રતા વિના હોતીજ નથી. શાસ્ત્રનો સૌથી મોટો મિત્ર અને સૌથી મોટો દુશ્મન ધર્મગુરુ છે, તે વિશે સાંભળો. @23.43min. વેદ એટલે હાથ, સીધો સમાજને નથી પકડી શકતો એટલે એ તેના પાંચ આંગળાથી સમાજને અને સમગ્ર પ્રજાને પકડે છે. આ પાંચ આંગળાઓ એટલે ઉપનિષદ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવદ ગીતા અને રામાયણ તેની વિ સ્ત્રૃતમાં સમજણ. @30.40 Min. પહેલામાં પહેલો ઉપનિષદનો પ્રચાર પૂર્વ ગ્રહ વિનાનો, ફારસી અને સંસ્કૃતનો વિદ્વાન એવો શાહજહાંનો પુત્ર દારાએ તેને યુરોપ મોકલાવી કર્યો. @37.48min. સ્વામીજીનો એરપોર્ટ પર અનુભવ – એક અંગ્રેજની સાથે ઉપનિષદ ઉપર ચર્ચા. સ્વામીજી કહે છે, અંગ્રેજને જેટલું જ્ઞાન છે એટલું તો મને પણ નથી. @૪૫.૩૨મિન. એક મિયાં-બીબીની વાત.

Side 1B –
– આ પાંચે-પાંચ શાસ્ત્રોની રસપ્રદ વિશેષતાઓ ચાલુ. ભાગવતને તમે કોઈ ઐતિહાસિક કે ઘટનાનો ગ્રંથ ન માની લેતા. ભાગવત તો એક એવો ગ્રંથ છે, જેમાંથી વૈષ્ણવ ધર્મનું પ્રાગટ્ય થયું, ભક્તિ માર્ગ નીકળ્યો, પ્રેમ લક્ષણા ભક્તિ નીકળી અને એમ કહ્યું કે પરમેશ્વરની પ્રાપ્તિ તો હૃદયથી થતી હોય છે અને પ્રેમ હૃદયમાં રહેતો હોય છે. સાકાર-નિરાકારનો ભેદ. @5.29min. શ્રી અરવિંદ એક બુધ્ધિશાળી માણસે એવું લખેલું છે કે જો ઇશ્વર છે અને જરૂર છે તો એના સાક્ષાત્કાર કરવાનો કોઇ ને કોઇ પ્રયોગ હોવોજ જોઇએ તેનું નામજ સાધના છે. @14.06Min. રામાયણ પ્રશ્નોત્તરી. @29.07min. સેટેલાઈટથી લેવાયેલા રામસેતુના ફોટા વિશે. @31.22min. ઋષિ અને ભક્તિ માર્ગ. @41.25min. भजन – जिनके ह्रदय हरिनाम बसे – श्री अनूप जलोटा