આપણી દુર્બળતાઓ – કોબા આશ્રમ – સ્નેહ મિલન સભા
Side A –
– સમાજો જે રીતે બને એનું કલેવર વ્યક્તિત્વ જેવું બને તે પ્રમાણે એને પરિણામ મળતું હોય છે. મોટામાં મોટો માનવ સમાજ છે. એમાં કેટલાયે પેટા સમાજ છે. @3.21min. ધર્મને આધારિત જે સમાજ થતો હોય છે, એનું વ્યક્તિત્વ કેવું હોય છે? એનું સ્વરૂપ કેવું હોય છે? ધર્મ એ સૌથી મોટું પ્રેરક બળ છે. શ્રી લંકાનું ઉદાહરણ સાંભળો. પ્રત્યેક ધર્મ દાન, ઉપાસના અને પરમ લક્ષ્ય આપતો હોય છે. લંકામાં એટલી બધી મૂર્તિઓ થઇ કે આ જે બૂત શબ્દ છે એ બુદ્ધ શબ્દનો અપભ્રંશ છે. બુદ્ધ ધર્મ પ્રસારેબલ છે, જૈન ધર્મ નથી. બુદ્ધ ધર્મ ફેલાયો ત્યારે વેક્યુમ હતું એટલે બહુ જલ્દી અડધી દુનિયામાં ફેલાઈ ગયો. @8.25min. બામિયાન અને શ્રી લંકાની બુદ્ધની મૂર્તિ વિશે. એક બહેનનો પ્રશ્ન: મંદિરમાં ભગવાનનું રક્ષણ કરવાની શી જરૂર? જવાબમાં સ્વામીજીએ કહ્યું કે મંદિરમાં છે, એ ભગવાનનું પ્રતિક છે એટલે એને સાચવવાની જરૂર છે. ખરા ભગવાનને તો મારનારો કોઈ છેજ નહિ. @11.14min. અકબરે બીરબલને પૂછ્યું કે તમે હિંદુઓ કેટલા બુદ્ધિ વિનાના માણસો છે કે એક પથ્થરની પૂજા કરો છો? બીરબલે કહ્યું કે તમે મને સમય આપો તો એના પરિણામ બતાવું. અકબરની દાસી એના ચિત્રને પ્રેમ કરવાથી કેવી રીતે અકબરની બેગમ બની તે આ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ સાંભળી લેવું. મૂર્તિ એ એક પ્રતિક છે, તમારા અંદરની અભિવ્યક્તિ કરવાની જગ્યા છે. આખી હિંદુ પરંપરા એ તરફ વળેલી છે અને પેલા(મુસ્લિમો) પ્રતિમાના વિરોધ તરફ વળેલા છે. @15.05min. એક ગોરો માણસ પાકિસ્તાનના કાશ્મીરમાં સાંગ્રીલા જોવા નીકળ્યો ત્યાં બુદ્ધની પ્રતિમા છે, અને એક બાજુ પથ્થરનો મોટો ઢગ છે. જતાં-આવતાં બુદ્ધને પથરો મારવાથી પુણ્ય લાગે છે એવું માને છે. આપણે તો એમ લખ્યું છે કે તમારા રસ્તામાં કોઈ પીરબાપજીની દરગાહ આવે તો એને પણ પગે લાગજો, તિરસ્કાર ન કરશો. સમાજની રચના સકારાત્મક હોય તો તેમાં ઘ્રણા ન હોય. સહજાનંદ સ્વામીની શિક્ષાપત્રી સકારાત્મક છે. જે ધર્મ ઘ્રણાવાળો હોય તે દુનિયા માટે ઘણો ઉપાધિકારક છે. મૂર્ખા તાલીબાનોએ બામિયાનમાં સોનાની મરઘી મારી નાંખી. ટુરીઝમ એ બહુ મોટો બીઝનેસ છે, ભારતને આવડતું નથી. અજંટા ઈલોરાની ગુફાઓ વિશે. @22.06min. બુદ્ધ ધર્મ મૂર્તિઓ તરફ વળ્યો એનો એમને ટુરીઝમનો ફાયદો થયો, એમણે સ્થાયી ઈતિહાસ બનાવ્યો, પરંતુ નુકશાન એ થયું કે શ્રી લંકા ઉપર ડચ અને પોર્ટુગીઝ લોકો જે તોપો સાથે ફક્ત ૨૦ નાવડા લઈને આવેલા તેમનો સામનો ન કરી શક્યા. જૈન પ્રસારેબલ ધર્મ નથી, કારણકે એમાં નિષેધો ઘણા છે. રીંગણા બટાકા ન ખવાય પણ બેંકો ખવાય. બૌદ્ધો અને જૈનો પાસે યોદ્ધાનો ઈતિહાસ નથી. પ્રેરણા એવી મળી કે ફરી ફરી માનવ દેહ મળવાનો નથી, પત્ની છોડો, બાળકો છોડો અને દિક્ષા લઇ લ્યો. મોક્ષના માર્ગે જનારા ઘણા નીકળ્યા પણ આવનારા તોફાનો સામે ટકી શકવાનું બળ ન ઊભું કરી શક્યા. નમી જવાનું શીખવ્યું એટલે વાણીયાઓ બહું સમન્વય, સમાધાન કરે. અક્કડ ન હોય, અક્કડ રાજપૂતો હોય, ઉદાહરણ સાંભળો. સમાધાન વૃત્તિ વાળાઓ જીવે પણ એનો ઈતિહાસ ન હોય. @27.38min. મુસ્લિમ સમાજ વિશે. પ્રસારેબલ ધર્મ છે. જૈન ધર્મની જેમ પૈસા અને સ્ત્રીનો ત્યાગ નથી. સ્ત્રી નહિ પણ સ્ત્રીઓ રાખવાની છૂટ છે. અર્થ પ્રધાન સમાજમાં વીરતા અને પ્રેમ ન હોય, પણ ગણતરી હોય. વીરતા એ ગાંડપણ હોય, “ધર ધીંગાણે એના માથા મસાણે, મારે પાળિયા થઈને પુજાવું, મારે ઠાકોરજી નથી થાવું.” એક પટેલ અને ઝાંબિયાના રાયોટની વાત સાંભળો. @35.54min. ચરોતરમાં ૫૧ લાખના પૈઠણની ગણતરી સાંભળો. તપ કરવાની પ્રેરણાની ના નથી પણ તમે આવનારા દુશ્મનોની સામે કેટલો પડકાર ફેંકી શકશો? આજે તમે જ્યાં જુઓ ત્યાં જમીન ખોદો ત્યાં બધી જૈનોની મૂર્તિઓ નીકળે છે. કોઈવાર વિચાર કર્યો એ કેમ નીકળે છે? સેંકડો વર્ષો પહેલા આ મૂર્તિઓ મંદિરોમાં હતી, આક્રાન્તાઓના ભયથી દાટી હતી અને ફરી પાછી નીકળે એમાં ખુશ શા માટે થાવ છો? એમાંથી ચિંતન કરો કે ફરી પાછી દાટવી ન પડે. @40.53min. અફઘાનો વિશુદ્ધ આર્યો છે. આપણે તો બધા મિશ્રિત થઇ ગયા છીએ. બાર વર્ષના છોકરાના હાથમાં બંદુક હોય છે. રશિયનોને એમને ભગાડ્યા. @43.20min. ક્રિશ્ચિયન સમાજ વિશે. પહેલા હાહાકાર મચાવતો હતો. કોચીનમાં યમનના આરબો સાથે સંઘર્ષ થયેલો. વધુ સાંભળો. @48.12min. આપણે બહાર ગયા નહિ અને ગયા તેને ન્યાતબહાર મુક્યા. મુસ્લિમ સમાજને જીહાદનું બળ છે. આપના સમાજની પ્રેરણા સાંભળો.
Side B –
-આપણો આખો સમાજ પ્રાચીન કાળમાં યજ્ઞો તરફ વળ્યો છે. કાળીદાસના રઘુવંશની વાત. દયાનંદ સરસ્વતીએ ગુરુ દક્ષિણામાં લવિંગ આપ્યા. કૌસ્સ અને ગુરુ દક્ષિણા. અમેરિકાથી એક સજ્જનની વાત, ખાનદાનીનું ઉદાહરણ. આપણે પાર વિનાના યજ્ઞો કર્યા, કયો પ્રશ્ન ઉકેલાયો? વિશ્વ શાંતિ? કાશ્મીરમાં નથી, આસામમાં નથી. બૌદ્ધોની તો ગુફાઓ અને મૂર્તિઓ રહી ગઈ, દર્શનીય સ્થળો બન્યા, આપણી પાસે તો ભષ્મજ રહી ગઈ. @5.33min. કર્મકાન્ડોનો યુગ પૂરો થયો પછી બૌદ્ધ-જૈનોનો શ્રવણ યુગ આવ્યો, એના પ્રભાવમાં ભક્તિ યોગ આવ્યો. એમને જે પ્રચાર કર્યો તેમાં અહર્નિશ ભગવાનનું સ્મરણ કરો, તો પછી ખાશો શું? “अजगर करे न चाकरी पंछी करे न काम, दास मलूका यूँ कहे सबका दाता राम.” આપણે બધું ભગવાન પર છોડી દીધું. યુરોપવાળાએ, અમેરીકવાળાએ બાંધો બાંધ્યા અને અનાજના ઢગલે ઢગલા કરી દીધા. બંનેની પ્રેરણા જુદી. ભક્તિમાર્ગ સારો છે પણ કર્મમાર્ગ ન રહ્યો. સાહસ માર્ગ ન રહ્યો, એટલે ઈતિહાસ ન રહ્યો. જે આવ્યા એમણે રાજ કર્યું. જગતને મિથ્યા માની બેઠા. જગતનો જો તિરસ્કાર કરવાનો હોય તો જગત માટે કશું કરવાનું રહેતું નથી. ત્રીજો માર્ગ સમાધિ, કુંડળી જગાડવાનો અને ભોંયરામાં બેસવાનો આવ્યો. ભોંયરામાં બેસવાની ધ્યાન પ્રક્રિયા વૈદિક ધર્મમાં નથી. આ બૌદ્ધો અને જૈનોની છે. જૈનોને ત્યાં પ્રેક્ષા અને બૌદ્ધોને ત્યાં વિપશ્યના છે. એમની સામે ઈશ્વર નથી, જ્યારે આપણી પાસે તો ઈશ્વર છે. ધ્યાન કરવુંજ હોય તો કલોરોફોર્મ સુંઘી લેવાનો. તમે જે કામ કરતા હો અને ધ્યાનથી કરો એનું નામ ધ્યાન છે. @10.21min. ક્રિશ્ચિઅનોની વાત સાંભળો. એમણે જાહેર કર્યું કે અમે કોઈને જબરજસ્તી ખ્રિસ્તી બનાવીશું નહિ. અમે હવે શિક્ષણ અને દવાના માધ્યમથી પ્રચાર કરીશું. આપણે કોઈ જગ્યાએ એવું કર્યું નહિ અને હવે જે કંઈ થઇ રહ્યું છે તે ક્રિશ્ચિઅનોની અસરને લીધે. જૂનાગઢમાં એક રક્તપિતીઆની હોસ્પીટલમાં ૪૨ વર્ષની દેખાવડી ગોરી નન છેલ્લાં ૨૦ વર્ષથી સેવા આપી રહી છે. આપણે ત્યાં આવું પ્રેરક બળ નથી. @13.56min. આ બધું મેં વિસ્તારથી એટલા માટે કહ્યું કે તમે વાતને બરાબર સમજી શકો, કે આપણે ક્યા છે? શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. RSSના વડા સુદર્શને કહ્યું છે કે ૨૦૬૧ની સાલમાં હિંદુ પ્રજા અલ્પ સંખ્યામાં આવી જશે. આવું થશે અને આવું થઇ રહ્યું છે તો કંઈક તો કરવું પડશેને? મનીષા બા ના આગ્રહથી આ સભાનું આયોજન થયું છે. મારી વાતને આ લોકો આજે નહિ સમજે તો ભવિષ્યમાં સમજશે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આપના પ્રશ્નોને ઉકેલવાની શક્તિ આપે. @17.44min. આજનો જમણવાર ધાંગધ્રાના હસુભાઈ અને મનુભાઈ બંને જૈન વાણીયા છે, એમના તરફથી છે. હસુભાઈને કરોડાધિપતિ બનવાના આશીર્વાદ મળ્યા તે વિશે સાંભળો. ભગવાન સૌનું ભલું કરે, મંગળ કરે, આભાર, ધન્યવાદ, હરિ ઓમ તત્સત. @39.26min. ब्रह्मानंद भजन – जिसको नहीं है बोध तो गुरु ग्नान क्या करे. – श्री नारायण स्वामी.
आदरणीय स्वामी जी,
प्रणाम..
हम सब काफी किस्मतवाले है की आपके यूग में हमने जन्म लिया है, में आपको जबसे स्कूल में था तबसे पहचानता हु, आपके काफी पुस्तक और लेक्टुरे सुनता हु,हिंदुस्तान में मैंने काफी धार्मिक पुरुषो का पठान किया है, लेकिन जो तिन लोग पिचले 30 सालो के पठन से मेरे दिलो दिमाग और सोच में रह सके हो इसमे से एक आप हो,
हमारी सोच को वैग्ननिक,तार्किक,धार्मिक और अच्छे इन्सान बनानेकी दिशा आपने दी है, लेकिन आपने ही सिखाया है की आपको सारंगी बजने वाले फोल्लोवेर नहीं चैहिये, आप की सोच और ज्ञान पुरे भारत वर्ष में जन जन तक पहुचना चैहिये,हर युवा के दिलो में आपका ज्ञान होना चाहिए,आप काफी लो प्रोफाइल में रहते हो, इसकी वजह से काफी लोग आपसे वंचित रह जाते है, आप भी आस्था & संस्कार टीवी में आवो तो देशका और कल्याण होगा.
प्रणाम,