વ્યક્તિત્વના કેન્દ્રો – મુળેથી
Side A –
– વ્યક્તિત્વના ચાર કેન્દ્રો છે. મૂલાધાર, પેટ, હૃદય અને મસ્તિષ્ક. જેનું કેન્દ્ર મૂલાધાર છે એમનું વ્યક્તિત્વ “વિષય-વાસના”માંજ લાગી રહેલું હોય છે. એને ગંગા કિનારે લઇ જાવ, મંદિરમાં લઇ જાવ, ઋષિકેશમાં લઇ જાવ, એનું કેન્દ્ર વિષય વાસનાજ છે. આવો માણસ જીન્દગીમાં કંઈ મહત્વનું કામ નથી કરી શકતો. બીજા માણસનું વ્યક્તિત્વ પેટ છે. તેનું મન હંમેશાં ખાવામાંજ લાગેલું હોય છે. શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો પેદા થતા હોય છે અને નાસ્તિકોના ઘરમાં અસ્તીકો પેદા થતા હોય છે, કેમ? તે સાંભળો.@4.51min. પુજારીને સતત સાતત્યને લીધે ભાગ્યેજ ઈશ્વર પર પ્રેમ થતો હોય છે. પ્રેમ જે દૂરથી દોડતો આવે અને મનમાં જેને દર્શનની તાલાવેલી હોય તેનેજ પ્રેમ થતો હોય છે. તમારે બાળકને સંસ્કારી બનાવવું હોય તો મફતનું ખાતાં શીખવવું નહિ. તમારો છોકરો અંગદ થશે, રાવણની સભામાં પગ રોપીને ઊભો રહેશે.લાંચ વિશે. અંગ્રેજનું ઉદાહરણ સાંભળો.@11.06min.ખોટા ભ્રમણામાં ના પડો, ડુંગળી છોડવાથી સાત્વિકતા નથી આવતી. લસણ ન ખાવાથી કોઈ પવિત્ર નથી થઇ જતું. ગાંધીજી રોજ ડુંગળી ખાતા અને મોરારજીભાઈ રોજ લસણ ખાતા. આયુર્વેદમાં ડુંગળી-લસણની મહિમા બતાવ્યો છે. અમે બધા ધર્મગુરુઓ પાછળ પડી ગયા કે ડુંગળી-લસણ છોડો. આવી ભ્રાંતિના કારણે આ દેશ કમજોર થઇ રહ્યો છે. @16.08min. આપણે પશ્ચિમને સમજી નથી શકતા, ખોટી કલ્પનામાં એમની નિંદા કરીએ છીએ તે સાંભળો. @18.33min. ગરીબી કેવીરીતે દૂર થાય? દેશ સમૃદ્ધ કેવી રીતે બને તે સાંભળો. @20.45min.અમદાવાદ કોર્પોરેશનની જેટલી ઓફિસો છે એમાં ત્રણ વાગે બહેનો એના ટેબલ ઉપર શાકજ સુધારતી હોય છે. બેન્કોમાં કર્મચારીઓ અડધો-પોણો કલાક પેપર વાંચવામાં અને શેર હોલ્ડરના ફોર્મ ભરવામાં કાઢે છે. તમારે ત્યાં ચોવીસ નહિ પણ ચોવીસ હાજર અવતારો અવતાર લે તોય આ દેશને ઊંચો ન લાવી શકે. @21.51min. એક બીજા માણસનું કેન્દ્ર છે પેટ; એનો વિશાળ અર્થ કરવાનો. તમારે ત્યાં પેટથી જીવનાર કેટલો વર્ગ છે. એના ઉપર ત્રીજું વ્યક્તિત્વ હૃદયનું છે. એને પેટની કે મૂલાધારની પડી નથી. એ નરસિંહ છે, મીરાં છે, સુરદાસ છે, તુલસીદાસ છે. પુનિત મહારાજનું ઉદાહરણ જરૂર સાંભળો.@25.43min. ભાગવત સપ્તાહના ઉદઘાટન પ્રસંગે. તમારા બાળકને આટલું શીખવાડજો કે બેટા, નોકરી કરજે, ધંધો કરજે, વેપાર કરજે, ખેતી કરજે પણ હરામનું ખાઇશ નહિ.@30.31min. હૃદયના બે કેન્દ્રો છે. લાગણી-ઊર્મીઓ અને ભાવનાઓ. આપણે ત્યાં ભક્તિ માર્ગ એ હ્રદયનો માર્ગ, ભાવનો અને પ્રેમનો માર્ગ છે. @31.32min. એક મહારાજે મેડીકલમાં ભણતા છોકરાને સાધુ બનાવી દીધો તે સાંભળો. તે એના માં-બાપને કહે છે “डॉक्टर होके क्या करना है? येतो भगवानके मार्गमे लग गया है. ये प्रहलाद है, तुम हिरण्यकश्यपू क्यों बनते हो?” ભગવાને અર્જુનને કહ્યું તારે યુદ્ધતો કરવુજ પડશે. @34.12min. વાંઝિયો મોહ ભરેલા વૈરાગ્ય વીશે સાંભળો. ગાંધીજીમાં કેટલો વૈરાગ્ય કે એક પૈસો આઘો પાછો કર્યો નહિ. સવાર સાંજ પ્રાર્થના કરજો અને અખો દિવસ કામ કરજો. ગીતા કર્મ કરવાનું કહે છે. મારા દેશનું આ દુર્ભાગ્ય કે કર્મ છોડાવનારૂ જ્ઞાન આવ્યું. જ્ઞાનના નામે લોકો કર્મ છોડવા લાગ્યા. આળસથી, પ્રમાદથી કર્મ છોડે તો એને વાળી શકાય પરંતુ જ્ઞાનના નામે કર્મ છોડીને બેસે તો એને વાળવો કેવી રીતે? @37.50min. સૌથી મોટામાં મોટું પૂણ્ય પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી બચાવવું તે છે.આશ્રમમાં અનેક યુવાનો સાધુ થવા માટે આવ્યા પરંતુ બદ્ધાને તેના માં-બાપને ત્યાં મોકલાવ્યા કે એરફોર્સમાં દાખલ થવા મોકલાવ્યા. @44.37min. મોહની પ્રબળ અવસ્થા વૃદ્ધાવસ્થા અને ઓછામાં ઓછી યુવાવસ્થા છે. @48.13min. અહલ્યાનો ગૌતમે કરેલો ત્યાગ અને રામે એનો ઉદ્ધાર કર્યો.
Side B –
– સીતાજી નિર્દોષ હોવા છતાં અયોધ્યાની પ્રજાએ એનો સ્વીકાર ન કર્યો. ગૌતમના ઉપર દબાણ કરીને અહલ્યાને રખાવનાર રામ પોતે સીતાજીને રાખી ન શક્યા. જેસલ તોરલ વિશે. કાઠીયાવાડના બહારવટિયાના નિયમો. @6.17min. કોઈના ઘરમાં લક્ષ્મી આવે છે. અન્નપુર્ણાની નિશાની એ છે કે એક બે માણસ વધારે ખાય એટલું હોયજ. કેટલાકના ઘરમાં સરસ્વતી હોય, છોકરાને ભણાવે રામ-લક્ષ્મણની વાતો સંભળાવે, એ ઘડતર કહેવાય. કેટલાકના ઘરમાં કાળકામાં હોય. @8.33min. મોહ અને પ્રેમ એમાં આકાશ-પાતાળનું અંતર છે. મોહ ખાડામાં નાખે. પ્રેમઉર્ધ્વ ગતિ કરાવે. શેણી- વિજનાન્દની પ્રેમ ગાથા. શૌર્ય ગાથા પણ ત્યાજ હોય. જ્યાં શૌર્ય ગાથા છે ત્યાંજ ભક્તિ ગાથા છે. @11.38min. એક ભગત રાજાની વાત જરૂર સાંભળો. @17.42min. ચોથું વ્યક્તિત્વનું કેન્દ્ર બિંદુ મસ્તિષ્ક છે. આઈનસ્ટાઇન, આર્કિમીડીઝ, ન્યુટન વિગેરે વૈજ્ઞાનિકોમાંથી મગજ કાઢી લો તો એનું વ્યક્તિત્વ ખતમ.ઋષિઓના જીવન ચરિત્રો જોશો તો તેઓ વેવલા નથી. આખો દિવસ ચિંતન કરે અને ગ્રંથોની રચના કરે. આ ઋષિઓના વ્યક્તિત્વોને આપણે ચાલુ ન રાખી શક્યા ત્યાંથી આપણી દુર્દશા શરુ થઇ. પરમેશ્વર અનંત છે તો જ્ઞાન પણ અનંત છે. એ અનંતને અન્તવાળું બનાવો એટલે તમારો અંત થઇ જાય. ઉપનિષદોમાં આચાર્યવાદ છે અને પૌરાણિક યુગમાં ગુરુવાદ છે. તફાવત સમજો. @21.39min. ઉત્તર ગુજરાતનો ગુરુવાદનો અનુભવ. એક ગુરુ સાથે પેટ-છૂટી વાત. @27.27min. જ્ઞાનસત્રનો અર્થ શું થાય છે? તમારું મસ્તિષ્ક સાચી દિશામાં આગળ વધે. મોહમાં કે ભ્રમણામાં નહિ. તમારું રાષ્ટ્ર, સમાજ, ધર્મ, ગામ અને તમે પોતે મજબૂત બને એ સાચું જ્ઞાનસત્ર છે. @28.36min. ગ્રીસની મુલાકાત, જ્યાં સોક્રેટીસ અને સિકંદર જન્મ્યો. @30.00min. સંત એકનાથનું પિતૃશ્રાદ્ધ. @37.20min. આચાર્ય રજનીશ પ્રશ્નોત્તરી. @44.30min. ભજન – મનમેં રામ બસાલે – જગજીતસિંઘ
Leave A Comment