[ શ્રી કૃષ્ણ લીલા રહસ્ય(પુસ્તક) – અર્પણ – હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ, રૂપકો તથા લીલાઓનું અધ્યાત્મિક અર્થઘટન કરી હિંદુ પ્રજાને એકેશ્વરવાદ તરફ દોરવા અને એ રીતે પ્રચલિત અવ્યવસ્થા, વિસગતિ તથા વિસંવાદો દૂર કરવા જેમણે પ્રયત્નો કર્યા છે, અને કરશે તે સૌ મહાનુભાવોને સાદર – સપ્રેમ સમર્પિત. – સ્વામી સચ્ચિદાનંદ.

શ્રીમદ ભાગવતની અંદર આવેલી ભગવાન કૃષ્ણની લીલાઓ, કોઈ વ્યહવારિક ઘટનાઓ નથી, કોઈ ઐતિહાસિક તથ્ય નથી પરંતુ એ લીલાઓ પરમહંસો, અવધુતો માટે યોગભાષામાં લખાયેલા રૂપકો છે. ભગવાન કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ સમજવામાં આવે તો તમારું પોતાનું એક સમાધાન થાય અને એ સમાધાનમાં તમને એમ લાગે કે મારા શાસ્ત્રો, મારો ધર્મ, મારી પરંપરા, દુનિયાની અંદર કોઈ પરંપરાથી ઊતરતી નથી, પણ કદાચ વધારે ભવ્ય અને શ્રેષ્ઠ છે

દુર્યોધને કૃષ્ણને કહ્યું, તમે ભીષ્મનું ઘર છોડ્યું, દ્રોણનું અને મારું ઘર છોડી એક શુદ્રને ત્યાં ભોજન કર્યું? ભગવાને જવાબ આપ્યો ” न शूद्रा भगवत भक्ता, ब्राह्मणाचान्त्यजा स्मृता, सर्व वर्णेषु ते शूद्रा यहिहे भक्ताजनार्दने.” જે ભગવાનનું ભજન કરે એને શુદ્ર કહેવાયાજ નહિ, પછી ભલે એ અંત્યજ હોય. જો એ અંત્યજ હોય તો મારે માટે તો બ્રાહ્મણ છે.

શ્રી અરવિંદે એક પુસ્તક લખ્યું છે “LOVE OF GOPIS” અને બતાવ્યું છે કે આ કોઈ ઈતિહાસ નથી, આ કોઈ ઘટના નથી, આ દૈવી પ્રેમ છે. ]

શ્રી કૃષ્ણ ચરિત્ર – એમરિલો, ટેક્ષાસ

Side 1A –

શ્રી કૃષ્ણના ચરિત્રને પ્રગટ કરવાનો શ્રી મદ ભાગવત એ અનન્ય ગ્રંથ છે. તમે યુવાવસ્થામાં, બાલ્યાવસ્થામાં અશાંત રહેતા હોય તો વાંધો નહિ, પરંતુ વૃદ્ધાવસ્થામાં અશાંતિ અને ચંચળતા વધતી જાય તો તમે કરોડોના ઢગલા પર બેઠા હોવ, છતાં પણ તમારા જેવો કોઈ દુર્ભાગી જીવ નથી. અને જો મન શાંત રહેતું હોય તો એમ સમજજો કે તમે સાચી સાધના કરી. વૃદ્ધાવસ્થાનો કાળ એ શાંતિનો કાળ છે. @15.33min. કવિ કાલીદાસનો રઘુવંશનો શ્લોક. સકારણ અને નિષ્કારણ અશાંતિ વિશે. વૃદ્ધાવસ્થાની અશાંતિ નિષ્કારણ(અકારણ) હોય તેને દૂર કરવી વધારે મુશ્કેલ છે અને મરણ એના માટે ભયંકરમાં ભયંકર વસ્તુ બની જશે. એટલે આપણા શાસ્ત્રકારોએ આખા જીવનની વ્યવસ્થા કરી. “बहुत वणज बहु बेटियाँ, दो नारी भरथार, इतनेको मत मारियो, इसे मार रह्यो किरतार” અશાંતિનું મૂળ અતૃપ્તિ છે. તૃપ્ત માણસ ભલે તે ઝુંપડીમાં રહેતો હોય પણ બાદશાહ જેવો દેખાય. મુંબઈના એક સજ્જનની વાત. @26.03min. વ્યાસ જેવા પુરુષનો ચહેરો નિસ્તેજ કેમ છે? નારદ પૂછે છે તમને શું દુઃખ છે? નારદ કોઈ વ્યક્તિ નથી પણ એક સનાતન સત્ય પાત્ર છે. એકેએક કાળમાં નારદ હોયજ. અત્યારે પણ હોય. નારદજીએ કહ્યું કે તમે નિરાકાર, નિર્ગુણ બ્રહ્મની વ્યાખ્યા કરી પરંતુ જીવનનો ખરો રસ લેવો હોય તો સગુણ સાકાર, પ્રેમ લક્ષણા વાળો ગ્રંથ રચવાથી શાંતિ અને તૃપ્તિ આવશે. જે વાસ્તવિક ફીલોસોફીનો ભગવાન છે, જે નિર્ગુણ નિરાકાર છે પરંતુ જ્યારે સગુણ સાકાર થાય છે ત્યારે એને હાથ, પગ, નાક, કાન વગેરે બધુજ છે. કૃષ્ણ કોણ છે? મહાદેવ કોણ છે? ગણપતિ કોણ છે? @30.38min. ઉપનિષદે કહ્યું કે એકજ ભગવાન છે, જ્યારે આકારથી કૃતિ રૂપે અનેક છે. જે સગુણ સાકાર ભક્તિમાં રસ આવશે તે નિર્ગુણ નિરાકારમાં નહિ આવે. સાકરનો ઉપાસક જેટલો પરમેશ્વરની નજીકમાં હોય એટલો આ ડહાપણ વાળો માણસ પરમેશ્વરની નજીકમાં નથી હોતો, પરંતુ એતો જ્ઞાનના જોરે ટીકાકાર થઇ ગયો હોય. અભણ રામકૃષ્ણ પરમહંસની વાત અનુભવ સિદ્ધ, શાસ્ત્ર સિદ્ધ અને વિજ્ઞાનથી સિદ્ધ કેમ છે? રામકૃષ્ણ નો જવાબ સાંભળો. બુદ્ધિની કક્ષાએ નિર્ગુણ-નિરાકારની વાત ખોટી નથી, પણ જો એમાંથી રસ પેદા કરવો હોય તો તે સગુણ સાકારમાંથી આવતો હોય છે. દ્રષ્ટાંત સાંભળો. @38.32min. એક નવા પરણેલા છોકરાની વાત. પ્રેમ અને શ્રદ્ધા આ બે તત્વો, જેટલા દોષોને સહન કરે છે, એટલું બીજા કોઈ દોષોને સહન નથી કરતુ. જ્યારે શ્રદ્ધા અને પ્રેમ ખૂટવા લાગે ત્યારે નાનો દોષ પણ મોટો દેખાવા લાગે. @46.27min. દુનિયામાં એવો કોઈ પુત્ર નથી જે માંનું ઋણ અદા કરી શકે. જેણે માંનું હૃદય ન ઠાર્યું, એ શું ભગવાનને મેળવવાનો હતો? શ્રદ્ધાના જોરે તમે આધ્યાત્મિક જીવનનો વિકાસ કરી શકો અને પ્રેમના જોરે તમે વ્યહવારિક જીવન તરી શકો. પણ આ બેય ગુણો તમારા જીવનમાં શૂન્ય કક્ષાએ પહોંચી જાય તો તમારા જેવો અભાગિયો, દુઃખી કોઈ જીવ નથી. એટલે નારદે, વ્યાસને નિરાકાર બ્રહ્મને એવો સુંદર બનાવવાનું કહ્યું કે કોઈને એવું કહેવું ન પડે કે ભગવાનમાં મન લગાડો, એ તો આપોઆપ લાગી જાય. કૃષ્ણનો અર્થ થાય આકર્ષણ, તમારી ઈચ્છા હોય કે ન હોય, તમને એના તરફ ખેંચી લે. @48.35min. કૃષ્ણ ભક્ત અબ્દુલ રહીમ ખાનખાના વિશે સાંભળો.

Side 1B –

કૃષ્ણ મીરાંના હૃદયમાં એવો તો પેસી ગયો કે રાણા અને દરબારીઓએ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ બહાર ન નીકળ્યો. “सत्यम शिवम् सुन्दरम” ફિલ્મી ગીત વિશે. આ ગીતમાં તો ઉપનિષદ છે. મહાદેવ કહે છે, “उमा कहूँ मैं अनुभव अपना, सत हरी भजन जगत सब सपना” કબીર કહે છે. “कहत कबीर सुनो भाई साधु, आप मुए फिर डूब गई दुनिया” @4.17min. ઈશ્વર સત્ય છે, કલ્યાણકારી છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં બે અનુભવો કરવાના. પહેલો ઈશ્વરની કૃપાનો અનુભવ અને પછી બીજો ઈશ્વરનો સાક્ષાતકાર. જેને ઈશ્વરની કૃપાનો અનુભવ નથી થતો હોતો, તેને ઈશ્વરનો સાક્ષાત્કાર પણ નથી થતો હોતો. ઈશ્વરનો અનુભવ લાભમાંતો થાય પણ હાનીમાં પણ થાય એવું સમજમાં આવે તો તમારી ભક્તિ પણ પરકાષ્ટાએ પહોંચી છે એમ કહેવાય. એટલે તમે ઈશ્વરના સાક્ષાત્કારના અધિકારી છે. જેણે સુંદર સૃષ્ટિ બનાવી એ ઈશ્વર સુંદર પણ છે. @7.57min. ભાગવતની ઉત્થાનીકા સમજો. શ્રીમદ વલ્લભાચાર્યનું સ્તોત્ર “अधरं मधुरं” વિશે. ત્રિચિનાપલ્લીમાં રથ યાત્રા અને ત્યાં શ્રી મદ રામાનુજાચાર્ય અને નવજુવાન સ્ત્રી-પુરુષ વિશે સંતની કૃપા બાબતે સાંભળો. ધર્મદાસનો શ્રીમદ રામાનુજે ઉદ્ધાર કર્યો. @17.34min. શ્રી મદ ભાગવતની રચના થઇ. મારે તમને ભાગવત સંભળાવવાનું નથી પણ શ્રી કૃષ્ણનું ચરિત્ર કહેવાનું છે. ભાગવતની ઉત્થાનીકા બ્રહ્મસુત્રમાંથી લીધી. પરમેશ્વરનું લક્ષણ: જેનાથી જગત ઉત્પન્ન થતું હોય, સ્થિર થતું હોય અને જેમાં વિલીન થતું હોય, આ ત્રણ તત્વો જેના દ્વારા થતા હોય, એનું નામ બ્રહ્મ છે. આ બ્રહ્મને સાકરમાં લઇ આવવું છે એટલે લખી દીધું “जन्माद्यस यतो न्वयादितरतः” જન્મદિ કરનારું જે તત્વ છે, મોટા મોટા વિદ્વાનો પણ જેના સ્વરૂપને સમજી ન શક્યા તે ગ્રૂઢ તત્વ બ્રહ્મ છે, તેને બાળક રૂપમાં અહી ચિત્રિત કરવું છે. એટલે “सत्यम् परम् धीमहि” ભગવાન કૃષ્ણનું ચરિત્ર એટલે પરમ સત્યનું ચરિત્ર. એટલે જેણે પરમ સત્યને સમજવું હોય તો કાંતો કૃષ્ણને સમજે કે ઉપનિષદને સમજે અને આ બંનેને સમજે એ હિંદુઈઝમ એટલે હિંદુ ધર્મની ફિલોસોફીને સમજે છે. એટલે જે કૃષ્ણની ચર્ચા કરવાના છે, એને માત્ર ઐતિહાસિક પુરુષ નહિ સમજી લેતા પણ એ ઉપનિષદનું પરમ રહસ્યમય તત્વ છે અને ભાગવતકારે જે પ્રમાણે ચીતર્યું છે એના પાછળ કઈ હેતુઓ છે. @21.20min. બીજો દિવસ – આગલા દિવસની ભૂમિકા. શ્રી મદ ભાગવત એ મૂખ્યત: ભક્તીમાંર્ગનો ગ્રંથ છે. કોઈપણ ગ્રંથને સમજવું હોય તો સર્વ પ્રથમ તેની ઉત્થાનીકાને સમજો, તો આખા ગ્રંથને બરાબર ન્યાય આપી શકો. આ વ્યાસના સાહિત્યનુ પરિશિષ્ઠ છે અને એના મૂળમાં અશાંતિની નિવૃત્તિ છે. શાંતિ અને સુખ બંને એક નથી તે સમજો. @25.24min. કોઈને સ્મશાન શાંતિ જોઈતી નથી. એક સજ્જન કથાકારની વાત. @30.35min. એક બીજી શાંતિ વ્યસનના માધ્યમથી આવે છે. વ્યાસન અને વિષય આ બંનેને અનન્ય સંબંધ છે, એને જુદા ન કરી શકાય. આ વ્યસનની શાંતિને શાસ્ત્રકારોએ મૂર્છા કહી છે. @37.05min. ત્રીજી શાંતિ આધ્યાત્મિક શાંતિ છે. આ શાંતિ તમારી સમજણથી આવેલી છે. આ શાંતિના કાળમાં માણસને જે આનંદ થાય, સુખ થાય તે સુખ સંસારના કરોડમાં ભાગમાં પણ નથી હોતું. અને જો હોતતો બુદ્ધ મહાવીરને ગૃહત્યાગ ન કરવો પડ્યો હોત. મહાવીરના ગૃહત્યાગ વિશે સાંભળો. @39.48min. फ़िल्मी भजन – सत्यम शिवम् सुन्दरम. श्री मति लता मंगेशकर, राणाजी मैं तो गोविन्दका गुण गाशु, करुणा कर शाम मोरी – श्री मति वाणी जयराम.